વોશિંગ્ટન DC માં કોરોના વેકસીન બાબતે જાગૃતિ લાવવા સરકાર આપી રહી છે આવી ગિફ્ટસ, ગજબનો છે કિમિયો

કોરોના મહામારીથી સંક્રમિત થયેલા લોકોના કેસો હજુ પણ બહાર આવી રહ્યા છે. ત્યારે લોકોમાં કોરોના સામે લડવા હેતુ વેકસીન લેવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે વોશિંગ્ટનમાં સરકારી અધિકારીઓ વિદ્યાર્થીઓને વેકસીનેશન કરાવવાના બદલ મોંઘા ગિફ્ટસ આપી રહ્યા છે.

image soucre

લોકોને કોવિડ 19 સામે લડવા માટે વેકસીન લેવી જરૂરી બનવા લાગી છે ત્યારે લોકોને વેકસીનેશન માટે પ્રોત્સાહિત કરવા માટે વોશિંગ્ટનમાં સરકારી અધિકારીઓ યુવાનોને વેકસીન લેવા બદલ મોંઘી ગિફ્ટસ આપી રહ્યા છે. જો તમે વોશિંગ્ટન DC માં રહેતા હોય તો અને હજુ સુધી તમે કોરોના સામે લડવા હેતુ વેકસીનનો પહેલો ડોઝ ન લીધો હોય તો તમારા માટે વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો સારો સમય આવી ગયો છે. વોશિંગ્ટન શહેરના મેયર, મેયર મ્યુરીયલ બાઉઝરએ જાહેરાત કરી હતી કે યુવાનોને કોવિડ 19 ના વેકસીનના પ્રથમ ડોઝ લેવાની સાથે Apple AirPods મફત મળશે. જો તેઓ ભાગ્યશાળી રહે તો તેમને તેમના પ્રથમ ડોઝ બાદ 25 હજાર ડોલર કે એક iPad મળી શકે છે.

image soucre

હિલના એક અહેવાલ મુજબ મેયર મ્યુરીયલ બાઉઝરએ જાહેરાત કરી હતી કે જે લોકો પોતાનો પ્રથમ ડોઝ લેશે તેને એપ્પલ એર પોડ્સ, ગિફ્ટ કાર્ડસ અને સ્કોલરશીપથી પુરસ્કૃત કરવામાં આવશે. એક ટ્વિટમાં બાઉસરે જણાવ્યું હતું કે, આજે સવારે 10 વાગ્યાથી DC યુવા (12 – 17) જે બ્રુકલેંડ MS, સોસા MS અને જોન્સન MS માં વેકસીનેશન કરાવે તેઓને પોતાના પ્રથમ ડોઝ સાથે એર પોડ્સ, 25,000 રૂપિયાની સ્કોલરશીપ અથવા આઇ પેડ કે હેડ ફોન મળી શકે છે.

image soucre

આ સ્થિતિમાં જો તમે એક વિદ્યાર્થી હોય તો તમે ત્યારે જ પુરસ્કાર મેળવવા પાત્ર બની શકો જ્યારે તમે કોવિડ 19 નો પ્રથમ ડોઝ લીધો હોય. બીજી બાજુ તમારે તમારા માતા પિતાને સાથે લઈને જવું પડશેમ એ સિવાય ગિફ્ટ લેવા માટે તમારે તમારા સ્કૂલ આઈડી, DC વન કાર્ડ, કિન્ડ્સ રાઈડ ફ્રી કાર્ડ, રિપોર્ટ કાર્ડ કે એનરોલમેન્ટનું પ્રમાણ પત્ર સાથે રાખવાનું રહેશે. નોંધનિય છે કે માતા પિતાન એક જ બાળકને ગિફ્ટ મળશે જેઓએ પહેલો વેકસીન ડોઝ લઈ લીધો હોય.

image soucre

કોવિડ 19 સામે વેકસીન લગાવવી એ હાલ પૂરતો એકમાત્ર ફિઝિકલ ઈલાજ છે જેના દ્વારા કોરોના વાયરસનો પ્રસારને ધીમો કરવામાં સહાયક છે. વેકસીનના કારણે વાયરસની ગંભીરતા ઓછી થાય છે. જો કે અહીં એ વાત સ્પષ્ટ કરવી પણ ખાસ જરૂરી છે કે કોઈપણ વેકસીનેશન નિર્માતા એવો દાવો નથી કરી રહ્યા કે વેકસીન લીધા બાદ વ્યક્તિને કોરોના નહિ થાય અને લોકો વેકસીન લીધા બાદ પણ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ શકે છે. હા, એ એટલી ગંભીર અસર નહિ હોય અને હોસ્પિટલમાં દાખલ થયાની જરૂરિયાત ઓછી થઈ શકે.