આ જાનવર જન્મતાની સાથે જ 30 મિનિટમાં ચાલવા લાગે છે, જ્યારે આટલા ઓછા સમયમાં દોડવા પણ લાગે છે

કોઈ પ્રાણી સંગ્રહાલયમાં અથવ કોઈ નેશનલ પાર્કમાં જિરાફને તો તમે લગભગ નરી આંખે નિહાળ્યું જ હશે. આ જાનવર ધરતી પર ચાલનારા ચોપગા જાનવરોમાં સૌથી ઊંચું કદ ધરાવતું જાનવર છે.

image source

જીરાંગની ખાસ ઓળખ તેનો રંગ, તેની લાંબી ડોક, તેના પગ અને શીંગડાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે જિરાફની ડોક આટલી લાંબી કેમ હોય છે ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને તેનો જવાબ પણ આપીશું અને સાથે જ જિરાફ સાથે જોડાયેલા અમુક એવા રોચક તથ્યો જણાવીશું જેના વિષે કદાચ તમે પહેલા ક્યારેય નહિ જાણ્યું હોય.

આમ તો જિરાફ એ મૂળ આફ્રિકી જાનવર છે પરંતુ હવે તે દુનિયાભરમાં અનેક દેશોમાં જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જિરાફ એક એવું જાનવર છે કે જે ચોવીસ કલાકમાં ફક્ત અડધા કલાક માટે જ ઊંઘે છે તે પણ એક વખતમાં ફક્ત પાંચ મિનિટ જેટલું જ ઊંઘે છે.

image source

એક નર જિરાફની ઊંચાઈ લગભગ 18 ફૂટ જેટલી હોય છે. જેમાં ફક્ત તેની ડોકની લંબાઈ જ છ ફૂટથી આઠ ફૂટ સુધીની હોય છે જયારે તેના પગની ઊંચાઈ અંદાજે છ ફૂટ જેટલી હોય છે. એટલે એમ કહી શકાય કે જિરાફના ફક્ત પગ જ એટલા લાંબા હોય છે જેટલી માણસની સરેરાશ ઊંચાઈ હોય છે.

image source

જિરાફ અને ઊંટમાં એક સામ્યતા એ છે કે ઊંટ અને જિરાફ બન્ને જાનવરો અનેક દિવસોમાં એક જ વખત પાણી પીવે છે. એવું એટલા માટે કારણ કે તે ઘાસ ખાનારું જાનવર છે અને તેના કારણે તેના શરીરમાં ભેજ જળવાયેલો રહે છે. જિરાફની વધુ એક નવાઈ પમાડે તેવી બાબત એ છે કે જિરાફ પાણી પીધા વિના ઊંટની સરખામણીએ વધુ સમય કાઢી શકે છે.

image source

વળી, જિરાફ એક એવા પ્રકારનું જાનવર છે જેનું બચ્ચું જન્મ થયાની માત્ર 30 મિનિટની અંદર જ પોતાની મેળે ચાલવા લાગે છે અને 10 કલાકના સમયમાં દોડવા લાગે છે. જન્મ સમયે જિરાફના બચ્ચાનું વજન લગભગ 100 કિલો જેટલું હોય છે. તમે કદાચ નહિ જાણતા હોય કે માણસની જેમ જ જિરાફને પણ 32 દાંત હોય છે.

image source

જિરાફના પરિવારનું જ ગણાતું પરંતુ નાની ડોક ધરાવતા જાનવર એવા ઓકાપી સાથે સરખામણી કરતા સંશોધનકારોને જાણવા મળ્યું હતું કે જિરાફની ડોક આટલી લાંબી કેમ હોય છે ? સંશોધન કરનાર વૈજ્ઞાનિકોના મત મુજબ જિરાફની લાંબી ડોક અને તેનું વિશાળ હદય (જે લગભગ 10 થી 11 કિલોનું હોય છે) ના વિકાસ સમયે અમુક જેનેટિક બદલાવને કારણે આવું થાય છે. જો કે વૈજ્ઞાનિકોના સંધોધન અટપટું છે અને તેને લઈને વિવાદ પણ છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત