છોકરીએ ઓનલાઈન ઓર્ડર કર્યો તો 42 ડિલીવરી બોય જમાવનું લઈને આવ્યા, સોસાયટી આખી ઘર બહાર નીકળી ગઈ

ફિલિપાઇન્સમાંથી એક રસપ્રક કિસ્સો બહાર આવ્યો છે જ્યાં એક છોકરીએ ઓનલાઇન ફુડ ઓર્ડર આપ્યો હતો અને 42 અલગ અલગ ડિલિવરી બોય તેની પાસે પહોંચ્યા હતા. પેલી છોકરી સમજી નહીં કે આ કેવી રીતે થયું. જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે કારણ પણ બહાર આવ્યું. ‘સન સ્ટાર ડોટ કોમ’ ના અહેવાલ મુજબ ફિલિપાઇન્સના સેબુ સિટીની શાળામાં ભણતી એક યુવતીએ ફૂડ એપથી બપોરના ભોજનનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર પછી, તેણી તેની દાદી સાથે જમવાની રાહ જોવાની શરૂઆત કરી. તે પછી જે બન્યું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું.

image source

થોડા સમય પછી છોકરીની શેરમાં ડિલિવરી બોય ખાવાનું લઈને આવવાનું શરૂ કર્યું. પરંતુ ઘણા ડિલીવરી બોય એક જ ખોરાક સાથે તે શેરીમાં દેખાયા. જોતજોતામાં કુલ 42 ડિલીવરી બોય ત્યાં એકત્રિત થઈ ગયા હતા. શું થઈ રહ્યું હતું તે કોઈને સમજાયું નહીં. તે શેરીમાં રહેતા લોકોએ આ બધું તેમના ઘરેથી જોઈ રહ્યા હતા. એક સ્થાનિક છોકરાએ પણ સોશિયલ મીડિયા પર આ બધી પોસ્ટ કરી હતી. છેલ્લે આ બધું કેવી રીતે થયું તે આખરે જાહેર થયું.

image source

ખરેખર આ બધું ફૂડ એપમાં ટેકનીકલ ખામીને કારણે થયું હતું, જેના કારણે એકની જગ્યાએ 42 ડિલિવરી બોય ખાવાનું લઈને ત્યાં પહોંચી ગયા હતા. એપ્લિકેશન બરાબર કામ ન કરવાને કારણે, યુવતીએ કરેલો ઓર્ડર 42 ડિલીવરી બોય લઈને પહોંચ્યો અને તે બધા એક જ જગ્યાએ પહોંચી ગયા હતા.

image source

ઉલ્લેખનીય છે કે, આ પહેલાંની વાત કરીએ તો ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી હતી. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે એવું પણ કહેવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની બેઠક મળી હતી. જેમાં અમદાવાદની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ હતી કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કર્યુ હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

image source

થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી OYO અને GO IBIBOની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું. હવે આવું જ કંઇક ઓનલાઇન ફૂડના ઓર્ડર લઇ રેસ્ટોરન્ટ કે હોટેલ પરથી પીક-અપ કરી ગ્રાહકોના ઘરે પહોંચાડી કંપનીઓ કરી રહી છે. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના પ્રવક્તા રોહિત ખન્નાના જણાવ્યા મુજબ કમિશનનો વિરોધ કરનાર હોટેલ કે રેસ્ટોરન્ટ સંચાલકો સામે કંપનીઓ રીતસરની દાદાગીરી કરતા હતા. જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારવામાં આવી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

image source

હોટેલ અને રેસ્ટોરન્ટમાલિકો અન્ડરગ્રાઉન્ડ મીટિંગ્સ ઘણા સમયથી ચાલતી હતી. જેમાં સૌની એક જ રજૂઆત છે કે પહેલા ઝોમેટો અને સ્વીગી જેવી ઓનલાઇન કંપનીઓ કોઇ પણ કમિશન વગર રેસ્ટોરન્ટ પરથી ફૂડ લઈ ગ્રાહકો સુધી પહોંચાડી હતી. રેસ્ટોરન્ટ સંચાલકોને પણ ફૂડના પૈસા મળતા અને કસ્ટમર પોતાના રેસ્ટોરન્ટ પર આવતા ન હોવાતી તેમને ઘણો ફાયદો થતો હતો. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત