શું તમે જાણો છો આ ઝાડ વિશે, જેના પર ઉગે છે છોકરીઓના આકાર જેવા ફળ? શું તમે જોઇ અંદરની તસવીરો?
આ વૃક્ષ પર કન્યાના આકારના ફળ ઉગે છે – છેને કુદરતનો અદ્ભુત ચમત્કાર

માણસ જાત કુદરતને જેટલી જાણે છે તેના કરતાં ક્યાંય વધારે સુંદર અને ક્યાંય વધારે વિનાશક છે. કુદરતની એવી ઘણી બધી બાબતો છે જેને હજુ સુધી વિજ્ઞાન પણ જાણી નથી શક્યું. આપણને અવારનાર કુદરતે ચકીત કરી મુક્યા છે.
જો પૃથ્વી પર સમૃદ્ધ કુદરતી સ્રોતો ન હોત તો માનવજાતીનું જીવન શક્ય ન બની શક્યું હોત. પૃથ્વી પરના, હવા, પાણી, પર્વતો ને જંગલો અને તેમાં આવેલા વિવિધ જાતના વૃક્ષો તેમજ વિવિધ પ્રકારના પાકોના કારણે પૃથ્વી પર માણસ જાતિનું અસ્તિત્ત્વ ટકી શક્યું છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ કેમ ન પહોંચી ગયું હોય પણ હજુ સુધી પૃથ્વી જેવો બીજો રહેવા લાયક ગ્રહ શોધી નથી શક્યું. અને માટે જ આપણે કુદરતનું જતન કરવું જોઈએ.

કુદરત આપણને વિવિધ રીતે આશ્ચર્ય પમાડ્યા કરે છે. અને એવું જ એક આશ્ચર્ય ઉપજાવતું વૃક્ષ થોડા સમય પહેલાં લોકોની જાણમાં આવ્યું છે. આ વૃક્ષની ખાસીયત તેનું ફળ છે. ના આ ફળ કોઈ અમૃત સમાન ફળ નથી, અને તેને ખાતાં કંઈ તમે અમર નથી બની જતાં પણ આ ફળનો આકાર તમને ચકિત કરી મુકનારો છે. આ ફળનો આકાર કોઈ કન્યાના આકાર જેવો છે. તમને વિચાર આવતો હશે કે ફ્રૂટ તમે ગોળ જોયા હશે, લાંબા જોયા હશે, શીંગોડા જેવા વિચિત્ર આકાર જેવા પણ જોયા હશે અને હવે તો જાપાનમાં થતાં ચોરસ તરબુચ વિષે પણ તમે સાંભળ્યું હશે અને તસ્વીરો પણ જોઈ હશે. પણ એક છોકરીના આકારના ફ્રૂટ વિષે તો તમે સાંભળ્યું જ નહીં હોય તો જોવાની તો વાત જ ક્યાં આવે.

તમને કદાચ આ વાત પર વિશ્વાસ પણ ન આવે પણ આ એક સાચી વાત છે અને અત્યંત રસપ્રદ પણ છે. તમે જ્યારે વૃક્ષ પર લટકતા ફળની કલ્પના કરો તો તમારી નજર સામે જામફળના ઝાડ પર લટકતું જામફળ, આંબા પર લટકતી કેરી, કેળ પર લટકતા કેળા દેખાશે પણ ક્યારેય તમને ઝાડ પર લટકતી છોકરી જેવા આકાર વાળુ ફળ નહીં દેખાય કારણ કે તમે તેનો ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય.
પણ કન્યા જેવા આકારવાળુ ફ્રૂટ ધરાવતું આ વૃક્ષ થાઈલેન્ડમાં આવેલું છે. જેના પર ફળોની સિઝનમાં આ ઝાડ પર અદ્લ છોકરીઓના આકાર જેવાં ફળો આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ વૃક્ષ તેના આ જ અજીબોગરીબ ફ્રૂટના કારણે સોશિયલ મિડિયા પર ખૂબ ચર્ચામાં છે. અને તેની તસ્વીરો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ પણ થઈ રહી છે. વધારે તપાસ કરતાં આ વૃક્ષ બાબતે થોડી જાણકારી મળી શકી છે.

આ વૃક્ષને લઈને સ્થાનિકોમાં વિવિધ વાયકાઓ ફરી રહી છે. પણ આ વાર્તા બૌદ્ધ માન્યતાઓ સાથે જોડાયેલી છે. આ વૃક્ષનું નામ છે ‘નાઇરીફીન’ એવી પણ માન્યતા છે કે બૌદ્ધ ભગવાનના હસ્તે આ વૃક્ષ વાવવામાં આવ્યું હતું. અને માટે જ તેના પર આ ચમત્કારી ફળ ઉગે છે. અહીંના લોકો આ વૃક્ષને ખૂબ જ પવિત્ર માને છે. બીજી બાજું ઘણા લોકો આ ફળને ફળ નહીં પણ ફૂલ પણ કહે છે. અને તેને નારીલતા ફૂલ કહેવાય છે. કહેવાય છે કે આ ફૂલ દર 20 વર્ષના અંતરાલે ખીલે છે.
આ વૃક્ષ સાથે હીન્દુ દેવતા ઇન્દ્રની વાર્તા પણ જોડાયેલી છે જો કે તે સાચી છે કે ખોટી તેની કોઈ ખાતરી કરવામાં નથી આવી. પણ કહેવામાં આવે છે કે ઇન્દ્ર ભગવાન એક સમયે આ જંગલમાં રહેતા હતા. તે વખતે ઇન્દ્રના પત્ની જંગલમાં ફળ લેવા ગયા હતા અને તે વખતે તેમના પર રાક્ષસે હુમલો કર્યો હતો. રાક્ષસોના પંજામાંથી પોતાની પત્નીને બચાવવા માટે ભગવાન ઇન્દ્રએ તરત જ આ નૌરીફનના 12 વૃક્ષો ઉગાડ્યા જેથી કરીને રાક્ષસો તેનાથી છેતરાઈ જાય. કારણ કે આ વૃક્ષના ફળો છોકરીના આકારના હતા. જેને જોઈ રાક્ષસ છેતરાઈ ગયો. જો કે કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી આ વૃક્ષના ફળ વિષે જાણવા નથી મળી શક્યું અને હજુ પણ તેને લઈને શોધ ચાલી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત