અહીંની પંચાયતે બળાત્કારના આરોપીઓને કરેલી સજાથી નિરાશ થઈ યુવતીએ કરી લીધી આત્મહત્યા

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક પંચાયતએ કિશોરી સાથેના દુષ્કર્મના બે આરોપીઓને સજા તરીકે 5-5 જૂતાનો માર મારી તેમનું મોં કાળુ કરી તેમને મુક્ત કરી દીધા. પંચાયત પાસેથી કડક સજાની આશા રાખતી યુવતી આ વાતથી એટલી આહત થઈ કે તેણે ઘર પહોંચી રુમમાં લોક થઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

image source

આ ઘટના યુવતીની આત્મહત્યા બાદ પોલીસ સુધી પહોંચી ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી તેમની ધરપકડ કરી હતી. આ અંગે એસએસપી મુનિરાજએ કહ્યું હતું કે યુવતીને આત્મહત્યા માટે ઉકસાવવાની કલમ હેઠળ પંચાયતમાં સામેલ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

image source

આ ઘટનાની વિગતો અનુસાર અલીગઢના દાદો ક્ષેત્રના એક ગામમાં રહેતી 17 વર્ષની કિશોરી વહેલી સવારે શૌચ ક્રિયા માટે ખેતરમાં ગઈ હતી. તે જ્યારે પરત ફરી રહી હતી ત્યારે તેને બે વ્યક્તિએ બળજબરીથી પકડી અને ખેતરોમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ બંને ફરાર થઈ ગયા. પીડિતા નિર્વસ્ત્ર હાલતમાં જેમ તેમ કરી ઘરે પહોંચી. દિકરીની આ હાલત જોઈ ઘરના લોકો પણ ગભરાઈ ગયા. કિશોરીએ પોતાની આપવીતિ પરીવારની કહી.

image source

પરીવારે આ મામલે પંચાયતનો સંપર્ક કર્યો અને યોગ્ય ન્યાયની માંગ કરી. પંચાયતમાં પીડિતોને પણ બોલાવામાં આવી. પીડિતાએ બંનેની ઓળખ કરી તો પંચાયતે આ ગંભીર ગુના બદલ બંને કિશોરને પાંચ-પાંચ જૂતા મારવા અને મોં કાળુ કરી ચેતવણી આપી કે હવે આવું કરશો તો કડક સજા થશે… આટલું કહી યુવકોને છોડી દેવામાં આવ્યા.

image source

પંચાયતના નિર્ણયથી આહત થઈ યુવતી ઘરે જઈ રહી હતી ત્યારે બંને કિશોરોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ પીડિતાએ ઘરે આવી આત્મહત્યા કરી લીધી તેમ પોલીસને પીડિતાની બહેને કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક તરફ થોડા સમય પહેલા જ ગેંગરેપ કરનાર દોષીઓને કોર્ટે ફાંસીએ લટકાવ્યાની ઘટના બની હતી. તેવામાં પંચાયતે યુવકનો ફક્ત ચેતવણી આપી છોડી દીધાની ઘટના ચર્ચાનો વિષય બની છે.