આ મહિલાએ 35 વર્ષ જૂની વેનને જ બનાવી નાખી ચાલતું-ફરતું ઘર, ભાડાના ઘરનો બચાવ્યો ખર્ચ ,ખરેખર જોવા જેવી છે અંદરની તસવીરો
કોઈપણ વિદ્યાર્થીને જો ઘર મૂકીને અન્ય શહેરમાં અભ્યાસ કરવાનો હોય અને તે જ શહેરમાં રહેવાનું હોય તો તેને સારી હોસ્ટેલ કે ભાડાનો રૂમ શોધવો એ માથાનો દુખાવો બની જાય છે.

કારણ કે તેમાં તેને સસ્ત ભાડાની સાથે સાથે ઘર જેવી કે ઘરની સમકક્ષ આવશ્યક સુવિધાઓની પણ જરૂર પડતી હોય છે જે દરેક હોસ્ટેલ કે ભાડાના રૂમમાં નથી મળતી. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવી યુવતીની વાત કરવાના છીએ જેના માટે પણ ભાડે ઘર કરવાનું ખર્ચાળ બની રહ્યું હતું પરંતુ તેણે તેનો એક એવો ઉપાય શોધી કાઢ્યો કે જેના વિષે જાણીને તમે પણ નવાઈ પામી જશો. તો શું છે અસલ વાત ચાલો જરા વિસ્તારથી જાણીએ.

સ્કોટલેન્ડના પેસલે શહેરની વતની 25 વર્ષીય કેટલીન મોનેને આખો દિવસ કોલેજ અને અન્ય કામકાજ માટે ઘરની બહાર જ રહેવું પડતું હતું અને એ માટે ભાડાનો રૂમ અને બિલ મળીને લગભગ 23000 રૂપિયા જેટલો ખર્ચ આવતો જે તેના માટે ફેંકી દીધા બરાબર જ હતા. કારણ કે કેટલીન ભાડાના રૂમનો ઉપયોગ ફક્ત રાત્રે સુવા માટે જ કરતી. આથી તેણે એક યુક્તિ વાપરી અને એક નાનકડી વેન કારને જ પોતાનું હાલતું-ચાલતું ઘર બનાવી લીધું.

કેટલીન મોનેના કહેવા મુજબ તેને વેનને ઘર તરીકે કન્વર્ટ કરી તેમાં રહેવાનો આઈડિયા તેના એક મિત્ર માંથી મળ્યો હતો જે સમયાંતરે તેને વેનને જ ઘર તરીકે ઉપયોગમાં લેવાની સલાહ આપતી હતી. કેટલીન પોતાની વેનમાં એક નાનકડું રસોડું પણ બનાવવાની યોજના બનાવી રહી છે જેથી તેમાં નાના પાયે ખોરાક તથા નાશ્તો બનાવી શકાય.
કેટલીન મોને કહે છે કે તે ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં જ પોતાના પાલતુ ડોગી સાથે બે અઠવાડિયા માટે નેધરલેન્ડ ફરવા ગઈ હતી અને તે દરમિયાન રસ્તામાં ક્યાંય પણ તેની ગાડી ખરાબ નહોતી થઇ. કેટલીન પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કાર્ય પછી આ જ વેન લઈને સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને યુરોપ સુધી ફરવા જવાની યોજના અને શોખ ધરાવે છે.

કેટલીન મોને વ્યવસાયે એક ડિજિટલ એડિટિંગના કામ સાથે સંકળાયેલી છે અને તે પોતાની વેન સાથેની યાત્રા પર એક ડોક્યુમેન્ટરી પણ બનાવવા માંગે છે. વળી, કેટલીનના મિત્રને પણ કેટલીનની આ વેનમાં મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી નથી અને તેઓ પણ ફરવાના શોખીન છે જેથી કેટલીનની આગામી વેન સાથેની યાત્રા આનંદદાયક રહેશે તેવી તેને આશા છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત