છોકરીઓની આ આદતોને કારણે દરેક છોકરાઓ ભાગે છે દૂર, જાણો અને બદલો આ આદતોને

આદત તો આદત હોય છે પછી એ સારી હોય કે ખરાબ. પણ જ્યારે વાત છોકરીઓની આદતોની થઈ રહી હોય તો એ ખૂબ જ રસપ્રદ હોય છે. છોકરીઓમાં અમુક એવી આદતો હોય છે જેના કારણે છોકરાઓ એમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

image source

ઘણીવાર જોવામાં આવ્યું છે કે છોકરીઓને છોકરાઓની ઘણી આદતો ગમતી નથી કે પછી જે છોકરા એમને નથી ગમતા એમનાથી એ દૂર જ રહે છે. એવી રીતે છોકરાઓ પણ અમુક એવી છોકરીઓ હોય છે જેની નજીક નથી જતા.. ખાસ કરીને છોકરીઓની અમુક આદતોથી પરેશાન રહે છે કે પછી એમને દરેક છોકરીમાં કઈ ને કઈ કમી દેખાય છે એવું પણ કહી શકાય. છોકરીઓની અમુક આદતો છોકરાઓને જરાય પસંદ નથી હોતી તો ચાલો જાણી લઈએ એવી આદતો વિશે..

એટીટ્યુડ બતાવવો

છોકરાઓને નખરા બતાવનારી, કારણ વગર રોફ કરનારી કે વધુ એટીટ્યુડ બતાવનારી છોકરીઓ બિલકુલ નથી ગમતી. એ આ પ્રકારની
એક્સ્ટ્રા સ્માર્ટ છોકરીઓથી દૂર ભાગે છે.

દેખાડો કરવો

એ છોકરીઓથી છોકરાઓ બહુ ચિડાય છે જે એમને વાત વાત પર પૈસા, નામ, સોહરત અને મોટા પરિવારના હોવાનો અહેસાસ કરાવે છે. એમ એ પોતાના સગાસંબંધીઓને પણ નથી છોડતી જેમ કે મારા મામા અમેરિકા રહે છે મારા કઝીનનો યુરોપમાં મોટો બિઝનેસ છે. એ ઘણીવાર પોતાના પૈસાવાળા હોવાનો પ્રચાર કરતી રહે છે.

ચુગલી કરવી.

image source

એ છોકરીઓ જે નાની નાની વાતોને અહીંયાંથી ત્યાં કરે છે એટલે કે ચુગલી કરવામાં નંબર વન રહે છે એવી છોકરીઓથી છોકરાઓ દૂર ભાગે છે. કારણ કે એમને વાતનું વતેસર કરવું, વાતને વધારીને કહેવું નથી ગમતું. છોકરાઓ વિચારે છે કે હમણાં આ હાલ છે ત જીવનસાથી બની જાય તો તો શું થાય

સીધું સરળ હોવું પણ આફત

અમુક છોકરાઓ એટલા માટે પણ અમુક છોકરીઓને પસંદ નથી કરતા કે એ ખૂબ જ સીધી એટલે કે બહેનજી ટાઈપ હોય છે. હવે આ બહેનજી ટાઈપ શુ હોય? આ છોકરાઓને સીધી સાદી છોકરીઓ બિલકુલ નથી ગમતી એમનું તો એ જ કહેવું છે કે આવી છોકરીઓને અમે અમારી જીવનસાથી કેવી રીતે બનાવી શકીએ.

દર વખતે રડતા રહેવું

image source

અમુક છોકરીઓ ગમે ત્યારે રડવા લાગે છે. એમને ખુશી હોય કે ગમ બસ રડવાનો મોકો જોઈએ. આ પ્રકારની સંવેદનશીલ, જરૂરત કરતા વધુ ભાવુક છોકરીઓથી છોકરાઓ દૂર રહે છે. એક અન્ય ખાસ વાત પણ એમનામાં હોય છે કે રડવા સિવાય એમની પાસે ફરિયાદોનું મોટું પોટલું પણ હોય છે. એમને આખી દુનિયાની ફરિયાદ હોય છે.

ઓવર મેકઅપ

image source

અમુક છોકરીઓ આખા દિવસમાં કોણ જાણે કેટલી વાર પોતાનો ચહેરો ને વાળ સરખા કર્યા કરે છે. વારંવાર મેકઅપ કરતી રહે છે. આખા દિવસમાં ઘણીવાર લિપસ્ટિક કર્યા કરે છે. છોકરાઓનો વિચાર હોય છે કે આવી છોકરીઓ પ્રેમની વાતો ઓછી અને મેકઅપ, બ્યુટી પ્રોડક્ટ્સ પર વધુ વાતો કરે છે અને શોપિંગ પણ કંઈક વધુ જ કરે છે. એટલે એમનાથી દૂર રહેવું જ સારું.

સેલ્ફીનું હેંગઓવર

image source

એ છોકરીઓ જે પોતાની જિંદગીની દરેક પળને કેમેરામાં કેદ કરી લેવા માંગતી હોય, ખાસ કરીને સેલ્ફીના રૂપમાં એમનાથી છોકરાઓ દૂર રહે છે. એમને ઘણીવાર એવું લાગે છે કે અમે પાર્ટનર સાથે નહિ પણ ફોટોગ્રાફીની આખી દુકાન સાથે ફરી રહ્યા છે કારણ કે એમની સાથે જ્યાં જઈએ ત્યાં એ છોકરીઓ દરેક પળને મોબાઈલ ફોનમાં કેદ કરવાની ઇચ્છુક રહે છે.

કેવી લાગી રહી છું હું?

છોકરીઓ પોતાને સારી રીતે ઓળખે છે કે એ કેવી લાગી રહી છે. તેમ છતાં અમુક છોકરીઓની આદત હોય છે પૂછતાં રહેવાની કે હું કેવી લાગી રહી છું. અને એમની આ આદતને કારણે છોકરાઓ એમનાથી દૂર ભાગે છે.વર્કોહોલિક છોકરીઓ.

છોકરાઓ વર્કોહોલિક છોકરીઓ એટલે કે હંમેશા કામમાં વ્યસત રહેનારી છોકરીઓથી દૂર ભાગે છે. એમનુએ વિચારવું છે કે આવી છોકરીઓ સંબંધો સાથે ઓછો ન્યાય કરી શકશે કારણ કે એમને સંબંધો કરતા વધુ પોતાની ઓફીસ ,નોકરી અને બોસને પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *