ગિરનાર ખાતે જો તમે રોપવેની મુસાફરી કરો તો આ વાતનું રાખજો ધ્યાન, નહિ તો થશે 500નો દંડ

જૂનાગઢ ખાતે ગિરનાર ટેમ્પલ રોપવેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. યાત્રિકો માટે આજથી ગિરનાર ટેમ્પલ રોપવે શરૂ કરવામાં આવ્યો છે. આજે સવારથી જ રોપવેમાં સફર કરવા માટે યાત્રિકોની લાંબી લાઈન લાગી હતી. આજે બપોર સુધીમાં 200થી વધુ યાત્રિકો ઉમટી પડ્યા હતા. 25 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ખાસ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.

image source

જેમાં મોટા લોકો માટે 700ની જગ્યાએ 600 અને બાળકો માટે 350ની જગ્યાએ 300 રૂપિયા રાખવામાં આવ્યા છે. ઉંમરને બદલે ઉંચાઈ પ્રમાણે ટિકિટ રાખવામાં આવી છે. જેમાં 110 સેન્ટિમીટરથી વધારે ઉંચાઈ ધરાવતા લોકો માટે 700 રૂપિયા અને 110 સેન્ટિમીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા લોકો માટે 350 ટિકિટ લેવામાં આવી રહી છે.

image source

જોકે ટિકિટને લઇને વિરોધ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના રહેવાસીઓને એક વર્ષ રાહત આપવા માગ કરાઈ રહી છે. પહેલા દિવસે જ લોકોનો ઉત્સાહ રોષમાં ફેરવાતો જોવા મળ્યો હતો. લોકોએ ટિકિટના ભાવને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

ધુમ્રપાન પર પ્રતિબંધ

image source

તો બીજી તરફ રોપવેમાં બીડી, તમાકુ, માવા, સિગારેટ, ગુટખા લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો આ પ્રતિબંધિત વસ્તુ સાથે પકડાશો તો 500 રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે જ યાત્રિકોમાં રોપવેમાં સફર કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રોપવેમાં સફર કરનાર યાત્રિકોએ જણાવ્યું હતું કે, આ એક અલગ જ અનુભવ રહ્યો.

image source

ગિરનારની લીલીછમ્મ હરિયાળી ઉંચા આકાશેથી નિહાળી મન પ્રફુલીત બની ગયું. રોપવેની સફર ખૂબ આનંદદાયક રહી અને લોકોએ એક વખત રોપવેની સફર કરવી જોઈએ. તો બીજા ઘણા લોકોએ ટિકિટના ભાવને લઈને પણ બળાપો ઠાલવ્યો છે.

પૂર્વ ચેરમેન નિલેશ ધુલેશીયાએ વિરોધ કરતી પોસ્ટ ફેસબૂકમાં મૂકી

image source

તો ટિકિટના ભાવને લઈને જુનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નિલેશ ધુલેશીયાએ વિરોધ કરતી પોસ્ટ ફેસબૂકમાં મૂકી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગિરનાર રોપવે ઉષા બ્રેકોએ ટિકિટના દર બાબતે ફેરવિચાર કરવો જોઈએ. જુનાગઢ સ્થાનિક રહેવાસીઓને એક વર્ષ માટે ખાસ રાહત આપવી જોઈએ. બીજી તરફ વોર્ડ નં.4ના કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગિરનાર ટેમ્પલ રોપવેમાં નક્કી કરેલી ટિકિટ 700 રૂપિયા જુનાગઢ માટે અન્યાયપૂર્ણ છે. જુનાગઢની જનતા તથા સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે 150 રૂપિયા ટિકિટ કરવા અમારી માંગ છે. જેથી કરીને સામાન્ય લોકોને પણ આ રોપવે નો લાભ મળી શકે અને માતાના દર્શન કરી શકે.

110 સેન્ટિમીટરથી વધુ ઉંચાઈ ધરાવનાર લોકો માટે 700 રૂપિયા

image source

બીજી મહત્વ બાબતએ સામે આવી કે જે બાળકો માટે ટિકિટનો દર ઘટાડવામાં આવ્યો છે તેમા ઉંમર નહિ પરંતુ હાઈટના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેને લઈને પણ લોકો વિરોધ કરી રહ્યા છે. ગિરનાર ટેમ્પલ રોપવેમાં 110 સેન્ટિમીટરથી વધુ ઉંચાઈ ધરાવનાર લોકો માટે 700 રૂપિયા અને 110 સેન્ટિમીટરથી ઓછી ઉંચાઈ ધરાવનાર લોકો માટે 350 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. 700 રૂપિયા ટિકિટ જુનાગઢવાસીઓ માટે મોંઘી ગણાય તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. સિનિયર સિટીઝનો માટે તો સરકાર અન્ય સેવામાં પણ ફ્રી મુસાફરી કરી આપે છે તો રોપવેમાં પણ તે લોકોને ફ્રીમાં બેસવા દેવા જોઈએ તેવો સૂર ઉઠ્યો છે. તેમજ વિકલાંગો માટે પણ ટિકિટમાં રાહત કરી આપવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે. આગામી સમયમાં આ મુદ્દો મોટુ સ્વરૂપ લે તો નવાઈ નહિં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત