ગીર સોમનાથના ઉનામાં જોવા મળ્યા વરવા દ્રશ્યો, ગર્ભવતી મહિલાને ખાટલામાં પાર કરાવવી પડી નદી

ગીર સોમનાથમાં પ્રસૂતા મુકાઈ ભારે હાલાકીમા – પ્રસવ પિડા ઉપડતા ખાટલામાં ઉંચકીને પાર કરવી પડી શાહી નદી

હાલ સમગ્ર દેશ માટે કપરી સ્થિતિ ચાલી રહી છે. એક બાજુ કોરોનાનો કેર ઓર વધારે વકરી રહ્યો છે તો બીજી બાજુ દેશના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદે માઝા મુકી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. અને આ દરમિયાન એક પ્રસૂતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

image source

ગીર સોમનાથ જિલ્લાના ખજૂદ્રા ગામની આ ઘટના છે અહીં એક પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડી હતી ત્યારે તેણીને પ્રસૂતિ માટે ખાટલામાં સુવડાવીને શાહી નદી પાર કરાવવાનો તેના પિરવારજનોને વારો આવ્યો હતો. અને આ કોઈ નવું દ્રશ્ય નથી પણ અહીં જ્યારે ક્યારેય પણ કટોકટીની સ્થિતિ સર્જાય છે ત્યારે આ પ્રકારે જ ગામના લોકોએ દોડવું પડે છે.

image source

છેલ્લા લગભગ 15 વર્ષથી ખજુદ્રા ગામના લોકો શાહી નદી પર પૂલ બનાવવાની માંગ કરી રહ્યા છે. પણ તંત્રના કાને તેમના શબ્દો જ જાણે પડતા નથી. તંત્ર તરફથી ક્યારેય તેમની હાલાકીને ધ્યાનમાં નથી લેવામા આવતી અને છેવટે પ્રજાએ જ પોતાના માટે માર્ગ કાઢવો પડે છે.

image source

શાહિ નદી ઉના તાલુકાના સમુદ્રકાંઠામાં આવેલા ખજુદ્રા ગામમાંથી પસાર થાય છે. અહીં દર ચોમાસે નદીમાં પૂર આવે છે અને ત્યારે ત્યારે લોકોએ વહેતી નદીમાંથી પસાર થઈને નદી ક્રોસ કરવાનું જોખમ ઉઠાવવું પડે છે. સામાન્ય સંજોગોમાં પણ આ સ્થિતિ મુશ્કેલભરી હોય છે અને તેમાં પણ જો કોઈ પ્રસુતાને વહેતી નદી પાર કરાવવી હોય ત્યારે ઓર વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને તેવું જ આ વખતે બન્યું.

image source

ગામની મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેણીને ખાટલા પર સુવડાવીને પરિવારજનોએ નદીની બીજી પાર લઈ જવી પડી હતી. છેલ્લા ઘણા વર્ષોથી અહીં પૂલ બનાવવાની માંગ કરવામા આવી રહી છે પણ તેમનું કશું જ સાંભળવામાં નથી આવતું. બીજી બાજુ આ ગામમાં 108 પણ આવી શકતી નથી. આ પહેલાં આ નદીમાં ત્રણ યુવાનો પણ તણાઈ ગયા હતા. આ ઉપરાંત આ ગામમાં રહેતા લોકોએ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ વારંવાર નદી પાર કરવી પડતી હોવાથી તેમના માટે નદી પર પુલ બંધાય તે જરૂરી થઈ ગયું છે.

image source

દર ચોમાસે આ ગામને આ સ્થિતિનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં જો કોઈની તબિયત ખરાબ થાય અને પૂલના અભાવે અને નદીમાં પૂર આવતું હોવાના કારણે જો દર્દીને યોગ્ય સમયે સારવાર ન મળે તો જીવ ગુમાવવાનો વારો આવે છે. ભગવાનનો ઉપકાર કે આ ગર્ભવતિ મહિલાને હેમખેમ સારવાર મળી ગઈ જો તેણીને આ દરમિયાન ઓર વધારે તકલીફ પડી હોત તો પરિણામ માટે કોણ જવાબદાર હોત ?

image source

આજે જ્યારે દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે. ભારત પણ ખૂબ આધુનિક બની ગયું છે ત્યારે માત્ર એક નાનકડા પૂલ વગર ગામડાના લોકોએ દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે તે કેટલું યોગ્ય કહેવાય. વારંવાર ફરિયાદ કરવા છતાં પણ તંત્રને ગ્રામજનોની મુશ્કેલીઓનો ગણકાર ન થતો હોય તો તે અત્યંત ક્ષોભનીય બાબત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત