લોકડાઉનમાં પર્યાવરણ જળવાઇ રહે એ માટે આ રાજકોટવાસી દરરોજ 20 કિ.મી સ્કેટિંગ ચલાવીને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડે છે ફુડ પેકેટ

સ્કેટિંગ પર્સન

image source

આપણે બધા જાણીએ છીએ કે, દરેક વ્યક્તિને કોઈને કોઈ શોખ હોય જ છે કોઈના પુરા થાય છે તો કોઈના નહી પણ હોય છે જરૂર. આજે અમે આપને રાજકોટની એક એવી વ્યક્તિ વિષે જણાવીશું. જેણે પોતાના શોખનો ઉપયોગ ફક્ત પૈસા કમાવા માટે કે શોખ પૂરો કરવા માટે નહી પરંતુ હાલના સમયમાં દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીમાં લોકોની સેવા કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે.

image source

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રોજ બપોરના અને સાંજના સમયે ૨૧ વર્ષીય હર્ષ ચેતનભાઈ પુજારા સ્કેટિંગ કરવા માટે ઘરની બહાર નીકળી પડે છે. આપ પણ વિચારતા હશો કે, આવા સમયે શોખ પૂરો કરવા માટે સ્કેટિંગ કરવા માટે બહાર નીકળે છે? જી નહી ચેતન પુજારા બન્ને સમય શોખ પુરા કરવા માટે નહી પણ હર્ષ પોતાના શોખનો યોગ્ય ઉપયોગ કરીને રોજ ૨૦ કિલોમીટર જેટલું સ્કેટિંગ કરીને અંદાજીત સો જરૂરીયાતમંદ વ્યક્તિઓ સુધી ફૂડ પેકેટ્સ પહોચાડે છે.

હર્ષે જયારે સ્કેટિંગની મદદથી માનવ સેવા કરવાનું શરુ કર્યું ત્યારે પહેલા પોલીસ પણ તેને જોઇને અટકાવી દેતા હતા પણ જયારે તેની બેગ ચેક કરતા ત્યારે બેગમાં ફૂડ પેકેટ્સ મળી આવતા હોવાથી તેઓ હર્ષની સેવાને બિરદાવીને આગળ વધવા દેતા હતા.

image source

હર્ષ ૫૦૦ વિદ્યાર્થીઓને સ્કેટિંગ શીખવાડે છે. :

સ્વયંભુ ગ્રુપ તરફથી જરૂરિયાત મંદ વ્યક્તિઓને બપોરે અને સાંજના સમયે નિયમિત રીતે ૫૦૦ વ્યક્તિઓ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. આ ગ્રુપના સભ્યો કોઈને કોઈ વાહન મારફતે લોકોના ઘરે ફૂડ પેકેટ્સ વેહેચવાનું કામ કરે છે. આવા સમયે હર્ષને વિચાર આવે છે કે, દેશમાં લોકડાઉન હોવાના કારણે રસ્તાઓ પર વાહનોની આવન જાવન નહિવત હોય છે.

image source

હર્ષ પોતે એક સ્કેટિંગ કોચ છે. તો પર્યાવરણની જાળવણી કરતા તે અન્ય કોઈ વાહનને બદલે રસ્તાઓ પર સ્કેટિંગ કરીને ભૂખ્યા વ્યક્તિઓ સુધી ભોજન પહોચાડવાનું નક્કી કરે છે. હર્ષ એક સ્કેટિંગ ક્લાસ ચલાવે છે. વધુ જણાવતા હર્ષ કહે છે કે, હું ક્લાસમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સ્કેટિંગ શીખવાડું છું અને તેણે ક્યારેય સપનામાં પણ આવું વિચાર્યું ના હોતું કે તેનો સ્કેટિંગ કરવાનો શોખ ના શોખ પુરતો જ કે પછી રોજી રોટી પુરતો જ નહી રહેતા, ઉપરાંત આવા કોરોના વાયરસની મહામારીના સમયમાં આવી રીતે પણ ઉપયોગ નીવડશે.