રાજકીય પરીવાર સાથે સંબંધ ધરાવતા આ વ્યક્તિએ દેખાડી સાચી દેશભક્તિ, જાણો કોણ છે આ યુવાન

દેશ ભક્તિના અનેક ઉદાહરણ આજ સુધી તમે જોયાં હશે. પરંતુ આજે તમને અહીં એક એવા યુવાન વિશે જાણવા મળશે જેણે દેશ ભક્ત હોવાનું સાચું ઉદાહરણ પુરું પાડ્યું છે. આ વ્યક્તિએ લાખો, કરોડોનું દાન નહીં પણ કોરોનાની જંગમાં માણસ જીતે તે માટે પોતાના શરીરનું દાન કર્યું છે.

image source

સાચા દેશ ભક્ત સાબિત થનાર આ વ્યક્તિ છે પૂર્વ ગૃહ મંત્રી મની રામ ગોદારાનો ભાણેજ અને ભાજપના નેતા મનોજ પાલ. તેણે આ આપદાના સમયમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે જે દવાઓ તૈયાર થઈ રહી છે તે દવાના માનવ શરીર પર થનાર પ્રેક્ટિકલ માટે પોતાના શરીરનો ઉપયોગ કરવાની ઘોષણા કરી છે. તેણે કહ્યું છે કે આ દવાના ટેસ્ટ માટે તેના શરીર પર પ્રયોગ કરવામાં આવે.

લાલવાસ નિવાસી તેમજ આદમપુરના ભાજપના વરિષ્ઠ નેતા મનોજ પાલે કહ્યું છે કે આ મહામારીના સમયમાં તેણે પોતાની જે ભૂમિકા છે તે અદા કરી છી. તે એવા યુવાન છે જે પોતાના અને પોતાના પરીવારના હિતનું નહીં પરંતુ દેશહિત માટે વિચારે છે. તેમણે સાબિત કર્યું છે કે ખરેખર તેમને દેશ માટે કંઈક કરવાનો જોશ અને જુસ્સો છે.

image source

મહત્વપૂર્ણ છે કે જ્યારે કોઈ વાયરસને દૂર કરવા તેની દવા કે રસીની શોધ થાય તો તેનો પહેલો પ્રયોગ સફળ થયા બાદ દર્દી પર તેનો ઉપયોગ કરતાં પહેલા કોઈ સ્વસ્થ વ્યક્તિના શરીરની જરૂર પડે છે. તેના શરીર પર આ દવાનું પ્રેક્ટિકલ કરવામાં આવે છે અને તેના રીએકશન નોટ કરવામાં આવે છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે દવા આપતાં પહેલા તેના શરીરને વાયરસથી ચેપ લગાડવામાં આવે છે અને પછી તેના પર દવાનો પ્રયોગ કરવામાં આવે છે. તેવામાં જો દવાનો પ્રયોગ સફળ ન થાય તો શક્ય છે તે વ્યક્તિનું વાયરસના કારણે મોત પણ થાય.

image source

આ જોખમ વિશે જાણ્યા બાદ પણ મનોજ પાલે પોતાના પર દવાનો પ્રયોગ કરવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં તેણે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે દવાના પ્રયોગ દરમિયાન જો તેની સાથે કોઈ દુર્ઘટના થાય તો તેને કોઈ આર્થિક સહાય પણ જોતી નથી.