પ્રવાસી મજૂરોને લૂંટવા ગયેલા લૂંટારાઓએ મજૂરની દયનિય હાલત જોઇને આપ્યા ‘આટલા’ બધા રૂપિયા સામેથી, અને શું કહ્યું જાણો તમે પણ

લૂંટારાઓએ ઝળકાવી માનવતા – પ્રવાસી મજૂરોને લૂંટવા આવ્યા હતા દયનિય હાલત જોઈ 5000 રૂપિયા આપી જતા રહ્યા

image source

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ વિકરાળ રૂપ ધારણ કરતાં એક પછી એક એમ વિશ્વના મોટા ભાગના દેશોએ લોકડાઉન જાહેર કર્યું. ભારતમાં પણ છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું હતું. આ લોકડાઉનથી વાયરસને કેટલાક અંશે ફેલાતો અટકાવવામાં સફળતા મળી હશે પણ તેની માઠી અસર દેશના મજૂરવર્ગને અથવા એમ કહો કે જે લોકો એક એક દિવસનું કમાઈને ખાતા હોય છે તેમના પર થઈ છે. આજે તેમના પાસે રોજગાર નથી કે નથી તો ખાવા માટે રોટલો અને માટે તેમણે પોતાની કર્મભૂમિ છોડીને પોતાના વતન પાછા જવાનો વારો આવ્યો છે. દેશના ઘણા બધા નેશનલ હાઇવેઝ પર આજે મજૂરોના ટોળાના ટોળા પગપાળા પોતાના વતન જતાં જોવા મળી રહ્યા છે.

image source

મુન્ના રોહતક પણ તેમાંનો જ એક મજૂર છે. તે હરિયાણાની કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો. લોકડાઉનના કારણે તેની રોજી છીનવાઈ ગઈ અને આર્થિક સંકટમાં મુકાતા તેણે પણ પોતાના વતનની વાટ પકડી લીધી અને બીજા મજૂરોની સાથે તે પણ વતન જવા નીકળી પડ્યો. તેની સાથે તેના ત્રણ બાળકો તેમજ પત્ની પણ હતા. સેંકડો કીલો મીટર મુન્નાએ ચાલવાનું હતું તે પણ નાના બાળકો અને પત્ની સાથે. રસ્તે પોરો લેતા લેતા આ મજૂર કુટુંબ ચાલી રહ્યું હતું. અને અહીં માત્ર ચાલીને જવું તે જ માત્ર એક પીડા નહોતી પણ તેની સાથે સાથે રસ્તે આવતા અવરોધો, પોલીસના ડંડાનો પણ તેમને સામનો કરવો પડતો. જો કે કેટલાક દયાળુઓ ચાલીને જતાં આ મજૂરોને પોતાની યથા શક્તિ પ્રમાણે મદદ કરીને કેળા બિસ્કિટ અનેને પાણી પણ વહેંચી રહ્યા હતા તેનાજ સહારે તેઓ વતન ભણી આગળ વધી રહ્યા હતા.

image source

આટલું ઓછું હોય તેમ અચાનક મથુરા નજીક પત્નીની તબિયત નરમ થઈ ગઈ તેમ છતાં તેમણે આગળ વધવાનું તો ચાલુ જ રાખ્યું. પણ આગળ તો તેમના માટે ઓર વધારે મોટી મુસિબત રાહ જોઈને બેઠી હતી. તેઓ જ્યારે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર પહોંચ્યા ત્યારે રાત્રિનો લગભગ 1.30 વાગ્યાનો સમય થયો હતો. તે પોતાના કુટુંબ સાથે રસ્તા પર આરામ કરી રહ્યા હતા. આખો દિવસ ચાલી ચાલીને પત્ની-બાળકો અને તે પોતે પણ થાકી ગયો હતો. બીજી બાજુ પત્નીની તબિયત પણ સારી નહોતી માટે તેણી પણ થાકી જતી હતી. તેઓ જ્યાં આરામ કરી રહ્યા હતા તેના થોડે જ દૂર કેટલાક છોકરાઓ મારામારી કરી રહ્યા હતા.જેમની સાથે તેઓ મારામારી કરી રહ્યા હતા તે આર્થિક રીતે સક્ષમ લોકો લાગી રહ્યા હતા.

ત્યાં ઝઘડો પત્યો ત્યાં તે છોકરાઓનું આખુ ટોળુ આ મજુર પરિવાર તરફ ધસી આવ્યું. તેમણે મોટા મોટા અવાજે મજૂરને બૂમો પાડીને પુછવા માંડ્યું કે તે ક્યાં જાય છે ? કોણ છે ? મજૂરને સમજાઈ ગયું હતું કે તેઓ તેને લૂંટવા આવ્યા હતા. તેણે રડમસ અવાજમાં પોતાનો જૂનો ફોન તેમને આપ્યો અને દુઃખી વદને જણાવ્યું કે આ એક જ માત્ર મારી પાસે બચ્યો છે.

image source

મજૂરને રડતો જોઈ એક છોકરાએ તેની આપવીતી જાણવામાં રસ જાગ્યો. ત્યારે મજૂરે તેને પોતાની આપવિતી જણાવી. પોતાની પત્ની બીમાર છે તેઓ ભૂખ્યા છે તે પણ જણાવ્યું. એમ પણ તે લોકો પણ મજૂરોની સ્થિતિથી વાકેફ હતા, તેઓ પણ મજૂરો વિષે ઘણું બધું સમાચારોમાં જોતા હતા. કોણ જાણે ક્યાંથી તેમનામાં માનવતા જન્મી અને તેમાંના એક છોકરાએ બીજા છોકરાને ઇશારો કરતાં તેણે મજૂરના હાથમાં 500-500ની ઘણી બધી નોટો પધરાવી દીધી. જ્યારે મજૂરે રૂપિયા ગણ્યા તો 5000 રૂપિયા હતા. જતાં જતાં તે છોકરાઓએ મજૂરને જમી લેવા જણાવ્યું અને તેમ પણ કહ્યું કે ચાલીને ન જવું. કોઈ ટ્રકવાળો મળે તો તેને 400-500 રૂપિયા આપી દેજો તે તમને પહોંચાડી દેશે. અને જતાં જતાં બાળકોના માથા પર હાથ પણ ફેરવતા ગયા.

આ અનુભવ બાદ મજૂરને જરા પણ દુઃખની લાગણી ન થઈ. અને તે સતત આખા રસ્તે આ ભલા માણસોની વાતો પોતાની પત્ની સાથે કરતો રહ્યો. જો કે તેમને કોઈ ટ્રકવાળાએ લીફ્ટ તો ન આપી પણ એટલું ચોક્કસ થયું હતું કે મજૂરના બાળકો પેલા છોકરાઓની કૃપાથી ભૂખ્યા નોહતા રહ્યા. આખા રસ્તે મજૂર પોતાના બાળકોને ખવડાવતો-પીવડાવતો રહ્યો.

image source

મુન્ના રોહતકની કફોડી સ્થિતિ જાણીને તમારા આંખના ખૂણા પણ ભીના થઈ જશે

મુન્નો પોતાની આપવિતિ જણાવતા કહે છે કે. પેહલાં લોકડાઉનમાં તેમની પાસે થોડી ઘણી જે બચત હતી તેનાથી ચાલી ગયું. પણ બીજા લોકડાઉનમાં તેમની પાસે કશું જ બચ્યું નહોતું. પણ મુસ્લિમ ભાઈઓના રોજા ચાલુ થઈ ગયા હોવાથી તેમને રોજ સાંજે એક ટાઈમનું ભોજન મળી જતું હતું. જ્યારે દયાળુ લોકોને ખબર પડી કે તેનું તો આખું કુટુંબ ભુખ્યું રહે છે ત્યારે તેઓ બીચારા અનાજ પણ આપી જતાં પણ કોઈ ક્યાં સુધી આપી જાય અને બીજા પર ક્યાં સુધી નિર્ભર રહેવું પડશે તે પણ નક્કી નહોતું. અને બીજી બાજુ હજારો મજૂરો પોતાના વતન પગે ચાલીને જઈ રહ્યા હતા.

image source

પણ ત્રણ બાળકો અને પત્નીને જોઈને ચાલતા વતન જવાની હિંમત નહોતી થતી અને તેમને તેમ 9-10 દિવસ પસાર થઈ ગયા. પણ અચાનક 11 મેના રોજ તેણે નક્કી કરી લીધું કે હવે તેણે પરિવાર સાથે વતન પાછું જવું જ પડશે. તેમણે બેગમાં કપડાં ભર્યા સાઇકલ ઉપાડી અને પરિવાર સાથે વતન ભણી નીકળી પડ્યો. અને તે દરમિયાન તેને સારા નરસા બધા જ અનુભવો થયા. પણ આ લૂંટારાઓનો સારો અનુભવ તે આખા રસ્તે વાગોળતો રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત