Site icon News Gujarat

કિન્નર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જાણો તમને મળશે તો કેટલા થશે લાભ

જો કિન્નર તમને આપે આ વસ્તુ, તો સમજો લક્ષ્મીજી સાક્ષાત તમારા પર મહેરબાન છે

સામાન્ય રીતે તો લગભગ ઘણા લોકો કિન્નરોને જોઈને ગુસ્સે થઈ જતા હોય છે, અથવા તો કોઈકને કોઈ બહાને એમનાથી દૂર ભાગે છે. ઘણીવાર તો એવું પણ થાય કે એમને આવતા જોઇને લોકો પોતાનો રસ્તો પણ બદલી નાખે છે. પણ, તમને ખબર નહિ હોય કે કિન્નરો પાસે ભગવાનનું એવું વરદાન હોય છે જેના દ્વારા તેઓ કોઈ પણ વ્યક્તિનું નસીબ ચમકાવી શકે છે.

image source

કિન્નરોને દાન આપવાની પરંપરા

આપણી સંસ્કૃતિ મુજબ ઘણા સમયથી કિન્નરોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. આજે પણ ઘરના સારા પ્રસંગો હોય ત્યારે કિન્નરોને આપણે ખાલી હાથે જવા દેતા નથી. એવું માનવામાં આવે છે કે કિન્નરોની દુઆ ખૂબ જ અસરકારક હોય છે, સાચા દિલથી અપાયેલી એમની દુઆ કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય બદલી શકવા સમર્થ હોય છે. ઘણી વાર રેલ્વે અથવા શુભ પ્રસંગો પર તેઓ જોવા મળે છે.

તમારા દાનના બદલામાં તેઓ આશિષ આપે છે

image source

ઘણીવાર આપણને શુભ પ્રસંગોમાં આપણી આસપાસ પણ કિન્નરો જોવા મળતા હોય છે. આપણાં સમાજમાં કોણ જાણે કયા કારણે કિન્નરોથી અંતર રાખવામા આવે છે. કદાચ આ જ કારણે તેઓ શુભ પ્રસંગો અને વાર તહેવારે આપણને આશિષ આપીને દાન લઈ પોતાનું જીવન વ્યતીત કરવા મજબુર બને છે. એમને સમાજમાં અન્ય લોકો જેવું સ્થાન નથી મળતું, જેના કારણે તેઓને પોતાનું ગુજરાન આ રીતે જ ચલાવવું પડે છે.

કિન્નરની બદદુઆ ક્યારેય ન લેવી જોઈએ

image source

પણ, શું તમે જાણો છો કે કિન્નરોમાં સ્ત્રી અને પુરુષ એમ બંનેના ગુણ હોય છે. આપણી માન્યતાઓ મુજબ એવું પણ માનવમાં આવે છે કે કિન્નરની બદદુઆ ક્યારેય લેવી ન જોઈએ. કારણ કે કિન્નરોના આશીર્વાદની જેમ જ એમની બદદુઆ પણ સાચી પડી શકે છે. પણ હા. મોટા ભાગે તેઓ આશીર્વાદ જ આપતા હોય છે, અને તેઓના આશીર્વાદ તમારું જીવન સુખમય બનાવી શકે છે. આ જ કારણે લોકો શુભ પ્રસંગ પર કિન્નરોને દાન આપી રાજી કરે છે.

દ્વારે આવેલ કિન્નરને મીઠો આવકાર આપો

image source

જો તમે પણ તમારા ઘર-પરિવારને સમસ્યાઓમાંથી મુક્ત કરવા માંગો છો તો તમારા દ્વારે આવેલા કિન્નરને કોઈ પણ દિવસ ખાલી હાથે જવા દેવા જોઈએ નહી. શક્ય હોય તો એમને મીઠો આવકાર આપો, જો તમારાથી એ રાજી થઈ ગયા અને તમને દુઆ આપી દીધી તો તમે તમારા ધારેલા કામમાં જરૂર સફળ થશો. એવું પણ માનવમાં આવે છે કે કિન્નરોને કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય ગણવામાં આવે છે. મતલબ કે આ પુણ્ય જીવનભર તમારી સાથે જ રહે છે, અને તેનું ફળ પણ જીવનભર તમારો સાથે આપે છે. તેમની દુઆઓ વ્યતિને દરેક વિપતિમાંથી બચાવે છે.

સમજી લો કે તમારી કિસ્મત ચમકી જશે

image source

જો કિન્નર તમને ખુશ થઈને ભેટરૂપે સિક્કો આપે છે, તો સમજી લો કે તમારી કિસ્મત ચમકી જશે. અથવા જો કિન્નર તમારાથી ખુશ હોય, તો તમે તેમની પાસેથી એક સિક્કો પણ માંગી પણ શકો છો અને જો તે પ્રેમથી એ સિક્કો આપી દે છે તો સમજી લો કે તમારા પર લક્ષ્મીની કૃપા વરસવા લાગશે. તમારા ઘરમાં ક્યારેય ધનની કમી રહેશે નહીં. આ સિક્કાના પ્રતાપે તમારા ઘરમાં હંમેશા માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે. કિન્નર દ્વારા આપવામાં આવેલા આ સિક્કાને લાલ કલરના કપડામાં વીંટીને પર્સમાં કે પછી ઘર કે ઓફિસની તિજોરીમાં રાખી દેવો જોઈએ. જો ઘરમાં તિજોરી ન હોય તો જે જગ્યા પર ઘરેણાં અને પૈસા રખાતા હોય, એ જગ્યા પર આ વસ્તુને રાખી દેવી. આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત આવતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version