Good New: આ ભારતીય ફાર્મા કંપનીને મળી મોટી સફળતા, શોધી કાઢી કોવીડ-19ની દવા, આ સાથે જાણો આ ટેબલેટ ક્યાં અને ક્યારથી મળશે

ભારતીય ફાર્મા કંપનીએ શોધી કોવીડ-19ની દવા – 103 રૂપિયાની પડશે એક ટેબલેટ જાણો ક્યાં અને કાયરથી મળશે આ દવા

image source

ભારતની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટીકલ્સ કંપની એવી પહેલી ભારતીય કંપની બની છે જેણે બજારમાં એન્ટીવાયરલ ડ્રગ ફેવીપીરેવર (Favipiravir) દવા લોન્ચ કરી છે જેનું બ્રાન્ડ નેમ Fabiflu (ફેબીફ્લુ) રાખવામા આવ્યું છે.

આ દવાથી માઇલ્ડથી મોડરેટ કોવિડ-19 પેશન્ટ્સની સારવાર થઈ શકશે. આ કંપનીને ભારતીય ડ્રગ રેગ્યુલેટર એવા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી તેના વેચાણ તેમજ માર્કેટિંગની મંજૂરી મળી ગઈ છે.

દવા પાછળ આટલા રૂપિયા ખર્ચવા પડશે

image source

આ ગોળીની 34 ટેબલેટનું એક પેકેટ 3500 રૂપિયામાં પડશે એટલે કે આ દવાની એક ગોળી ખરીદનારને 103 રૂપિયામાં પડશે. જેનો ડોસેજ 200mg રહેશે. પ્રથમ દિવસે 200 mg X 9 ટેબલેટડનો ડોઝ લેવાનો રહેશે. અને ત્યાર બાદ 14 દિવસ સુધી રોજની ચાર ગોળી લેવાની રહેશે.

ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું છે કે સામાન્ય સંક્રમણવાળા એવા દર્દીઓ કે જે મધુમેહ અથવા હૃદયની બીમારીથી પિડિત છે તેમને પણ આ દવા આપી શકાય છે. જો કે દવા લેતા પહેલાં ડ઼ોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 18-75 વર્ષના દર્દીઓ આ દવાનો ઉપયોગ કરી શકે છે.

આ લોકોને દવાની ભલામણ કરવામાં નહીં આવે

image source

જે લોકો કિડની કે લીવરની ગંભીર બીમારીથી પિડિત હોય, તેમજ ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓ આ દવાને જરા પણ ન લઈ શકે તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ક્યારથી અને ક્યાં મળશે આ દવા

image source

સ્ટોરમાં આ દવા સોમવારથી મળવા લાગશે. ટેબલેટનું ઉત્પાદન કંપની દ્વારા હિમાચલ પ્રદેશના બદ્દીમાં કરવામાં આવી રહ્યું છે. ગ્લેનમાર્કે જણાવ્યું કે આ દવા હોસ્પિટલ અને અન્ય માધ્યમો દ્વારા પણ ઉપલબ્ધ રહેશે. ગ્લેનમાર્કે જણાવ્યુ કે કંપનીએ પોતાના ઇન-હાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમના માધ્યમથી ફેબિફ્લૂ માટે સક્રિય ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયન્ટ અને ફોર્મ્યુલેશનને સફળતાપૂર્વક વિકસિત કર્યું છે.

image source

ગ્લેનમાર્કે આ દવાની ક્લીનીકલ ટ્રાયલ ભારતની 11 જગ્યાઓ પર 90 માઇલ્ડ તેમજ 60 મોડરેટ કોવિડ 19 પેશન્ટ્સ પર કરી છે. આ ડ્રગની અસરકારકતા કોવિડ 19ના માઇલ્ડ થી મોડરેટ પેશન્ટ્સ પર 80% કરતા વધારે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીલ્લી સ્થિત બ્રીન્ટન ફાર્માસ્યુટીકલ્સ, બેંગલુરુ સ્થિત, સ્ટ્રાઇડ્સ ફાર્મા, મુંબઈ સ્થિત લાસા સુપરજીનેરીક્સ, હૈદરાબાદ સ્થિત ઓપ્ટીમસ ફાર્મા પણ કેટલીક એવી કંપનીઓ છે જેમણે પણ આ દવાને ભારતમાં લોન્ચ કરવા માટે એપ્રુવલ મેળવવા માટે અરજી કરી છે અને તેઓ પણ તેના લોન્ચની તૈયારી કરી રહ્યા છે.

image source

ગ્લેનમાર્કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇનગ્રેડીયન્સ અને FabiFlu માટેનું ફોર્મ્યુલેશન ઇન હાઉસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ડેવલપ કર્યુ હતું. DCGIએ તેની ફેઝ 3 ટ્રાયલ્સ લીમીટેડ પેશન્ટ્સ પર કરવા ફાસ્ટ ટ્રેક મંજૂરી આપી હતી. આ ઉપરાંત તેની મંજૂરીની પ્રક્રિયા પણ ઇમર્જન્સી યુઝ ઓથોરીટી હેઠળ કરવામા આવી હતી.

ભારતમાં કોવિડ 19ના દર્દીઓ લગભઘ 4.10 લાખ સુધી પહોંચી ગયા છે. 13,254 મૃત્યુ થયા છે અને મૃત્યુઆંક 3.28 છે. 20મી જૂને 14516 નવા પોઝીટીવ કેસ ભારતમાં નોંધાયા હતા.

image source

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન તેમજ પ્રબંધ નિર્દેશક ગ્લેન સલદાન્હાએ જણાવ્યું, ‘આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે કોરોના વયારસના કેસ પહેલાની સરખામણીએ ખૂબ વધી રહ્યા છે. તેનાથી આપણી હેલ્થકેર સિસ્ટમ પર ભારે પ્રેશર આવી રહ્યું છે. FabiFlu આ પ્રેશરને ઓછું કરશે. ગ્લેમાર્ક સરકાર તેમજ મેડિકલ કમ્યુનીટી સાથે કામ કરશે જેથી કરીને સમગ્ર દેશમાંના કોવીડ 19 પેશન્ટ્સને દવા મળી રહે.’

આ દવા શરીરના કોષોમાં જઈને કામ કરે છે. તે વાયરલ લોડ ઘટાડવા માટે વાયરલ પ્રતિકૃતિની પ્રક્રિયા રોકે છે. એન્ટીવાયરલ ડ્રગ્સનો શરૂઆતના તબક્કે ઉપયોગ કરવાથી વાયરલ પ્રતિકૃતિની પ્રક્રિયાને અંકુશમાં રાખી શકાય છે. પછીના તબક્કાઓમાં વાયરલ પ્રતિકૃતિ ધીમી પડે છે અને શરીરના હિંસક પ્રતિરક્ષા પ્રતિક્રિયા જટિલતાઓ તેમજ અંગોની નિષ્ફળતા માટે બીમારીનું કારણ બને છે. તેવું કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.

image source

આ ઉપરાંત ગ્લેનમાર્ક કંપનીએ એક અભ્યાસ પણ હાથ ધર્યો છે જેમાં બે એન્ટી વાયરલ ડ્રગ્સ એક ફેવીપીરેવીર (Favipiravir) કે જે નોવેલ ફ્લુ મહામારી માટેની મંજૂરી પામેલ દવા છે. અને બીજી Umifenovir કે જે ઇફ્લુએન્ઝા માટે મંજૂરી પામેલી દવાની કોવિડ 19 પેશન્ટ્સ પરની અસર બાબતે છે.

Source : businesstoday

Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત