Site icon News Gujarat

Gmail હેક થયું હોવાની આશંકા, ગૂગલ ડ્રાઈવ અને યુટ્યૂબની સર્વિસ પણ ખોરવાઈ

ભારતમાં ગૂગલ અને જીમેલનું સર્વર ડાઉન થયું હતું. ગુરુવાર સવારથી જ કરોડો યૂઝર્સને જીમેલથી મેઇલ કરવામાં અને ફાઇલ એટેચ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સિવાય જીમેલ સંબંધિત અનેક સેવાઓમાં પણ સમસ્યા ઊભી થઈ હતી. ગૂગલ ડ્રાઇવ અંગે લોકોને ફરિયાદો ઊભી થઈ હતી જેના વિશે તેમણે સોશિયલ મીડિયા પર પણ ફરિયાદ કરી હતી.

image source

માત્ર જીમેઇલ જ નહીં આ સિવાય યુટ્યુબ યૂઝર્સને પણ પર વીડિયો અપલોડ કરવામાં સમસ્યાઓ થઈ રહી હતી. કંપની દ્વારા પણ આ સમસ્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે કેટલાક યૂઝર્સ માટે જીમેલ ડાઉન છે. જીમેલ પર એક્ટિવ યૂઝર્સની સંખ્યા વધુ હોવાના કારણે સર્વર ડાઉન થયું હોવાનું કંપનીએ જણાવ્યું હતું. જો કે આ સમસ્યા ભારત સહિત વિશ્વભરના ઘણા યૂઝર્સ થઈ હતી. ફરિયાદ આવતાની સાથે જ કંપની તેના પર કામ કરવા લાગી હતી.

image source

ગૂગલની ઈમેઇલ સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ જતાં અનેક તર્ક વિતર્ક શરુ થયા હતા. જેમાં સૌથી વધુ ચર્ચા જીમેઇલ હેકિંગની વ્યાપી હતી. જીમેઇલ હેક થયાની આશંકા યૂઝર્સમાં પ્રબળ બની છે. કારણ કે સવારે ભારતમાં કરોડો યૂઝર્સને મેઇલમાં સમસ્યા થયા બાદ અન્ય કેટલાંક દેશોમાં જીમેઇલની સર્વિસ બરાબર કામ કરતી નથી તેવી ફરિયાદો ઊઠવા પામી હતી.

image source

આ ફરિયાદો અનેક દેશમાંથી યૂઝર્સ કરવા લાગ્યા ત્યારબાદ ગૂગલે પણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. કંપનીએ ગૂગલ એપ પેજ પર જીમેઇલની સર્વિસ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું. જો કે કંપનીએ કહ્યું હતું કે તેના પર કામ થઈ રહ્યું છે પરંતુ આ સમસ્યા થવાનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી.

image source

ગૂગલ ડ્રાઈવમાંથી પણ યૂઝર્સની ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થતી ન હોવાની વ્યાપક ફરિયાદો થયા બાદ ગૂગલે ડ્રાઈવની સેવાઓ પણ ક્ષતિગ્રસ્ત હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ હેકિંગની આશંકા વધુ ઘેરી બની છે. જણાવી દઈએ કે દુનિયાભરમાં 150 કરોડ યુઝર્સ ધરાવતી આ સર્વિસ સૌથી વધુ લોકપ્રિય છે અને તે ખોરવાઈ જવાથી કરોડો યૂઝર્સને મુશ્કેલી થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version