રસપ્રદ છે ગોવાનો ઈતિહાસ, આ રીતે બન્યું ભારતનો મહત્વનો ભાગ

ગોવાના નામથી કોઈ અજાણ નથી સુંદર દરિયાકિનારા માટે વિશ્વભરમાં જાણીતું છે ગોવા. દર વર્ષે દેશના લાખો વિદેશી પ્રવાસીઓ અહીં ફરવા આવે છે.

image source

જો કે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી વર્ષ 1947માં આઝાદ થયું હતું પરંતુ ગોવા આ પછી પણ 14 વર્ષ સુધી ગુલામ રહ્યું હતું. તો ચાલો જણાવીએ કે 14 વર્ષ પછી ગોવા કેવી રીતે દેશનો ભાગ બન્યું.

પોર્તુગલીઓએ વર્ષ 1510માં ગોવા પર કબજો કર્યો અને ત્યારબાદ તેઓએ અહીં લગભગ 450 વર્ષ સુધી શાસન કર્યું. 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવાને આ ગુલામીમાંથી મુક્તિ મળી. ગોવાને છોડવા માટે પોર્તુગલીઓ તૈયાર ન હતા પરંતુ ભારતએ આ માટે કડક વલણ અપનાવવું પડ્યું હતું.

ગોવાને આઝાદ કરાવવામાં ડોક્ટર રામ મનોહર લોહિયાનું મોટું યોગદાન હતું. 1946માં તેઓ ગોવા ગયા હતા. તેમણે જોયું કે પોર્તુગાલી અંગ્રેજોથી પણ વધારે ક્રૂર છે. તેમણે ગોવાવાસીઓ પર થતા ત્રાસને જોયો અને તેમણે 200 લોકોની સભા બોલાવી.

તે સમયે ગોવામાં સભા ભરવાની અનુમતી ન હતી તેથી લોહિયાને 2 વર્ષની સજા કરવામાં આવી. પરંતુ જનતાના આક્રોશના કારણે તેમને છોડવા પડ્યા. જો કે પોર્તુગાલીઓએ લોહિયા પર ગોવામાં પ્રવેશ કરવા પર 5 વર્ષ સુધીનો પ્રતિબંધ મુકી દીધો. તેમ છતાં તેમણે ગોવાની આઝાદી માટે લડાઈ ચાલુ રાખી.

image source

1961માં ભારત સરકારએ ગોવાને આઝાદ કરાવવાનું નક્કી કરી લીધું અને નવેમ્બરમાં પોર્તુગાલી સૈનિકોએ ગોવાના માછીમારો પર ગોળીઓ ચલાવી. તેમાં 1નું મોત નીપજ્યું. આ ઘટના બાદ બધું જ બદલાઈ ગયું.

વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને રક્ષા મંત્રી વી કે કૃષ્ણ મેનનએ એક બેઠક બોલાવી અને તેમાં 17 ડિસેમ્બરએ નિર્ણય કરવામાં આવ્યો તે ગોવાને આઝાદ કરાવવા માટે અહીં 30 હજાર ભારતીય સૈનિકો ઓપરેશન વિજય અંતર્ગત મોકલવામાં આવશે. આ ઓપરેશનમાં નૌસેનાથી લઈ વાયુસેના સુધીના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભારતીય સેનાની મજબૂતીને જોઈ પોર્તુગાલએ 36 કલાકમાં જ હાર સ્વીકારી લીધી અને ગોવા છોડવાનું નક્કી કરી દીધું. 19 ડિસેમ્બર 1961માં પોર્તુગાલી જનરલ મૈનુઅલ એંટોનિયો વસાલોએ સિલ્વાને આત્મસમર્પણના દસ્તાવેજ પર સહી કરી અને આ રીતે ગોવા 450 વર્ષ પછી આઝાદ થયું અને ભારતનો અવિભાજ્ય અંગ બન્યું.