કોરોના કાળ વચ્ચે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું ગોવા, આ સર્ટીફિકેટ ધરાવતા વ્યક્તિઓને જ મળશે પ્રવેશ

દેશના સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળો પૈકી એક એટલે ગોવા. કોરોના કાળમાં ગોવાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ 2 જુલાઈથી ગોવાને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. રાજ્યના વરીષ્ઠ નેતાના જણાવ્યાનુસાર આ સુંદર દરિયાકાંઠો ધરાવતું આ રાજ્ય 2 જુલાઇથી પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવી રહ્યું છે.

image source

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હોવાથી ગોવામાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે અનલોક-2માં રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

જો કે હવે પ્રવાસીઓનો ગોવા જવાનો અનુભવ પહેલા કરતાં ઘણો અલગ હશે. કોઈપણ વ્યક્તિએ પહેલા હોટલ બુક કરાવવી પડશે. આ ઉપરાંત કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે.

image source

બુકીંગ કરાવતી વખતે ધ્યાનમાં એ રાખવું પડશે કે આ હોટલો એવી હોવી જોઈએ કે જેને ચલાવવા માટે રાજ્યના પર્યટન વિભાગે મંજૂરી આપી હોય. જે હોટેલ અથવા સ્ટે હોમ કે જેમને તંત્રએ મંજૂરી નથી આપી તેમને ઓનલાઈન બુકિંગ કરવાની અથવા મુસાફરોને ઘરે રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ સાથે પ્રવાસીઓએ રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા ટેસ્ટ કરાવવો પડશે અને રાજ્યની સરહદ પર તેમનું કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ બતાવવું પડશે. જો કોઈ વ્યક્તિ ત્યાં ટેસ્ટ કરાવશે તો તેને ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા સુધી રાજ્ય સંચાલિત કેન્દ્રમાં અલગ રહેવું પડશે. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને તેમના રાજ્યમાં પાછા જવાનો અથવા ગોવામાં સારવાર લેવાનો વિકલ્પ મળશે.

image source

ગોવાના દાબોલિમ એરપોર્ટ પર ચાર્ટર્ડ વિમાનોની સ્લોટ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને વિદેશી પ્રવાસીઓ ઓક્ટોબરથી આ રાજ્યની મુલાકાત લઈ શકશે. ગોવા માટે યુરોપિયન દેશ અને રશિયાના પ્રવાસીઓએ બુકિંગ શરૂ કરી દીધું છે.

image source

જો કે લોકડાઉન પહેલા જેટલા પ્રવાસીઓ ગોવા ફરવા આવતા હતા તેટલી પ્રવાસીઓની સંખ્યા મેળવવા માટે લગભગ 1 વર્ષ નીકળી જશે. હાલ ગોવામાં 250 હોટલને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે આ હોટલોને કહ્યું છે કે તેમણે સરકારે જણાવેલી પ્રક્રિયાનું પાલન કરી હોટલ ચલાવવાની રહેશે.

image source

જણાવી દઈએ કે ગોવામાં કોરોના વાયરસના 1300થી વધુ કેસની પુષ્ટી થઈ છે. જેમાંથી 600 જેટલા લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ રાજ્યમાં 700થી વધુ એક્ટિવ કેસ છે. આ ઉપરાંત ગોવામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત