તારક મહેેતા..ના ગોગી પાસે એક સમયે પૈસાની હતી જોરદાર તંગી, જાણો આજે પોતાના દમ પર ઉભેલી કરેલી આ મિલકત વિશે
તારક મહેતાનો નાનકડો અભિનેતા ‘ગોગી’ના સંઘર્ષના દિવસોના કેટલાક રહસ્યો! હાલમાં તે ક્યાં અને કેવી રીતે રહે છે જાણો

આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસથી બચવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનની અવધિ ૩૧ મે સુધી વધારવામાં આવી છે. લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકો સમય પસાર કરવા ગેમ રમે છે, તો કોઈ કૂકિંગમાં વ્યસ્ત છે. તો કેટલાક ટીવી જોઈને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે સૌની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં પાત્રો ઘણી ચર્ચાનો વિષય બની ગયા છે. જેઠાલાલથી લઈને ટપૂ બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી દીધી છે. દર્શકોનું મનોરંજન કરવા આ સીરિયલ સૌથી આગળ રહી છે. આ શૉના બધા પાત્રો ઘણા લોકપ્રિય છે.

ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય શોઝમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. તેના બધાં જ કલાકારો દર્શકોને ખૂબ હસાવે છે. તેમાંથી એક પાત્ર ગોગી એટલે કે સમય શાહ છે. તારક મહેતાનો ગોગી એટલે કે સમય શાહ અત્યારે ઘર-ઘરમાં જાણીતો છે. ગોગીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને આ ઓળખ તેને ઘણાં સંઘર્ષો પછી મળી છે. તેણે મુંબઈમાં પણ જમીન પર સૂઈને રાતો પસાર કરી છે. તે ઘણી રાતો જાગ્યો છે અને સવારે કામની શોધમાં નીકળી પડતો હતો.

જોકે, હવે તેનો સમય બદલાઈ ગયો છે. સમય શાહનો અત્યારે ભલે સમય સારો ચાલી રહ્યો છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેણે જમીન પર સૂઈને ઘણી રાતો પસાર કરી છે. તેના સંઘર્ષની કહાની એવી છે કે, જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. અનેક સંઘર્ષને પાર કર્યા બાદ ગોગી આજે એક ઉદાહરણ સ્વરૂપ છે અને તેના લાખો ફેન્સ માટે પ્રેરણા પણ છે. હાલ લોકડાઉનને કારણે તારક મહેતા સહિત તમામ સીરિયલોનું શૂટિંગ બંધ છે.
પોતાની મહેનતથી ખરીદ્યું ઘર

ગોગી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે સારી વાતો શેર કરતો રહે છે. તે માનવતા, પ્રામાણિકતા અને ધગશની વાતો કરે છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાના લક્ષ્યને વળગી રહેવા અને તેને મેળવવા સખત મહેનત કરવાની વાત કહી હતી. જેથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી જ લેશો અને સમય જ આનું સૌથી મોટું ઉદાહરણ છે. ગોગીએ પોતાની મહેનતથી મુંબઈમાં પોતાનું એક ઘર પણ ખરીદી લીધું. એક રિપોર્ટ મુજબ સમય શાહએ ૧.૪૮ કરોડ રૂપિયાનું ઘર લીધું છે. એક સમયે જમીન પર સૂવાવાળો સમય આજે એક એપિસોડના ૮ હજાર રૂપિયા લે છે અને નિર્માતા તેને ખુશી-ખુશી આપી પણ દે છે. આજે તેણે પોતાના સંઘર્ષના દમ પર માયાનગરીમાં પોતાની ઓળખ ઊભી કરી છે. હવે દર્શકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમને ફરીથી ટીવી પર જોવી છે અને લૉકડાઉન બાદ ક્યારે ફરીથી તેઓ લોકોનું મનોરંજન કરતા જોવા મળશે, એ જોવાનું રહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત