Site icon News Gujarat

તારક મહેતા..ની ગોકુલધામમાં કોણ છે સૌથી વધુ પૈસાદાર, શું તમને ખબર છે આ વિશે?

સોની સબ ટીવીનો પ્રસિદ્ધ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોમાં ખુબ જ લોકપ્રિયતા મેળવી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની શરુઆત વર્ષ ૨૦૦૮માં કરવામાં આવી હતી જે અવિરતપણે છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહ્યો છે.

image source

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દરેક ધર્મ અને વર્ગ પ્રમાણે પરિવાર અને તે પરિવારને અનુરૂપ સભ્યોની પસંદગી પણ કરવામાં આવી છે. શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સામાન્ય વ્યક્તિના જીવનમાં આવતી રોજબરોજની મુશ્કેલીઓ વિષે જણાવવામાં આવે છે અને તેના માધ્યમથી દર્શકોને હસાવવામાં સફળ રહ્યા છે.

image source

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટીમાં સૌથી ખમીરવંત પરિવાર તરીકે ગડા પરિવારને બતાવવામાં આવ્યું છે શોમાં જેઠાલાલ એક ઇલેક્ટ્રોનીક્સની દુકાનના માલિક બતાવવામાં આવ્યા છે. જયારે તારક મહેતા એક લેખક છે, ઐય્યર વૈજ્ઞાનિક છે, આત્મારામ ભીડે શિક્ષક છે, હંસરાજ હાથી એક ડોક્ટર છે. આજે અમે આપને જણાવીશું કે, રીયલ લાઈફમાં શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહેલ કલાકારોમાં કોણ સૌથી અમીર છે જે આજે અમે આપને જણાવીશું. ચાલો જાણીએ.

દિશા વાકાણી :

image source

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાના પત્ની દયા ગડાનું પાત્ર નિભાવીને પ્રસિદ્ધ થયેલ દિશા વાકાણી શોમાં જોવા મળી રહેલ બધી જ અભિનેત્રીઓ કરતા સૌથી વધારે ફી લે છે. જો કે, દિશા વાકાણી છેલ્લા બે વર્ષથી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી નથી. પિંકવિલાની રીપોર્ટ પ્રમાણે દિશા વાકાણી પાસે ૩૭ કરોડ રૂપિયા કરતા વધારે સંપતિ ધરાવે છે. આ સંપતિ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અન્ય કલાકારો કરતા વધુ છે.

દિલીપ જોષી :

image source

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગુજરાતી વેપારી જેઠાલાલ ગડાની ભૂમિકા નિભાવી રહેલ દિલીપ જોષી શોના બધા જ કલાકારો કરતા સૌથી વધારે ફી મેળવે છે દિલીપ જોષી પ્રતિ એપિસોડ દીઠ ૧.૫ લાખ રૂપિયા જેટલી ફી મેળવે છે. દિલીપ જોષી પાસે અંદાજીત ૩૭ થી ૪૦ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ ધરાવતા હોય તેવું કેટલીક રીપોર્ટમાં સામે આવ્યું છે.

મુનમુન દત્તા :

image source

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બંગાળી યુવતી અને વૈજ્ઞાનિક ઐય્યરની પત્ની બબીતા તરીકે પાત્ર નિભાવી રહેલ મુનમુન દત્તાને શોમાં મોટાભાગે જેઠાલાલ અને બબિતાના મસ્તી ભર્યા દ્રશ્યો પણ બતાવવામાં આવે છે જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. મુનમુન દત્તાને પ્રતિ એપિસોડ દીઠ ૫૦ હજાર રૂપિયા જેટલી ફી મેળવે છે. મુનમુન દત્તા પાસે ૭ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શૈલેશ લોઢા :

image source

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાના ફાયર બ્રિગેડ તરીકે જોવા મળતા તારક મહેતા એટલે કે, શૈલેશ લોઢા પ્રતિ એપિસોડ દીઠ ૧.૨૫ લાખ રૂપિયાની ફી વસુલ કરે છે. શૈલેશ લોઢા એક પ્રસિદ્ધ કવિ છે. શૈલેશ લોઢાની સંપત્તિ અંદાજીત ૭ થી ૧૫ કરોડ રૂપિયાની સંપતિ ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આપને જણાવીએ કે, શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જલ્દી જ પોતાના ૩ હજાર એપિસોડ પૂર્ણ કરવા જઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version