ઝાડ પર લટકાવેલો ગોળ જે યુવક લાવે તે તેને ગમતી છોકરી સાથે કરી શકે છે લગ્ન, જાણો આ મેળા વિશે

દાહોદ જીલ્લામાં એક અનોખો ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં યુવતીઓ યુવાનો પર સોટીઓનો સતત મારો ચલાવે છે તો પણ ઘણા યુવાનો હિંમત કરીને ગોળ મેળવવાનો પ્રયત્ન કરે છે.

image source

દાહોદ જીલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો છે અને અહિયાં ઘણી અલગ રીતે હોળી ઉજવવામાં આવે છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને રીવાજો પણ ઘણા અલગ હોય છે. અહીની એક પરંપરા એવી છે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ પાસે જેસાવાડા ગામમાં આ પરંપરાગત ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. ગોળ ગધેડાના આ મેળાને જોવા માટે લોકો દુર દુરથી અહિયાં આવે છે અને આ અદ્દભુત મેળાનો આનંદ માણે છે.

image source

આ મેળાની તૈયારીના રૂપમાં સૌપ્રથમ ગામની વચ્ચે આવેલ સીમળાના વ્રુક્ષની છાલ ઉતારીને લીસ્સું કરવામાં આવે છે. ત્યાર પછી આ વ્રુક્ષની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી બાંધવામાં આવે છે. જેસાવાડા ગામમાં જયારે આ મેળાની શરુઆત થાય છે ત્યારે કેટલાક આદિવાસી યુવાનો અને યુવતીઓ પોતાના હાથમાં ઢોલ-નગારા લઈને ફરે છે અને આદિવાસી નૃત્યુ કરે છે. જયારે કોઈ યુવાન આ વ્રુક્ષ પર ચડવાનો પ્રયાસ કરે છે તો વ્રુક્ષની આસપાસ ફરી રહેલ યુવતીઓ આ યુવાન પર હાથમાં રહેલ સોટીઓથી એ યુવાન પર મારો ચલાવે છે.

image source

જી હા, આવી રીતે આદિવાસી યુવાનો-યુવતીઓનું ઢોલ વગાડીને આદિવાસી નૃત્યુ કરવાનું લાંબા સમય સુધી ચાલે છે અને ત્યાર પછી શરુ થાય છે અસલી પરંપરા. આ પરંપરા કઈક આવી છે ગામના અપરણિત યુવાનો છાલ ઉતારેલ સીમળાના વ્રુક્ષની આસપાસ ગોઠવાઈ જાય છે અને ગામની યુવતીઓ પોતાના હાથમાં સોટીઓ લઈને આ અપરણિત યુવાનોની આસપાસ ઘેરો બનાવી લે છે.

image source

સીમળાના વ્રુક્ષની આસપાસ ઉભેલા યુવાનો માંથી જો કોઈ યુવાન આ લીસા સીમળાના વ્રુક્ષ પર ચડવાનો પ્રયાસ કરે છે તો ત્યારે જ આસપાસ ઉભેલી યુવતીઓ પોતાના હાથમાં રહેલ સોટીઓથી તે યુવાન પર મારો ચલાવવા લાગે છે. સીમળાના લીસા વ્રુક્ષ પર અને એ પણ અસહનીય સોટીઓનો માર સહન કરીને પણ જો કોઈ યુવાન આ ગોળની પોટલી ઉતારી લે છે તો આ યુવાનને ગામની યુવતીઓ માંથી પોતાની મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો અવસર આપવામાં આવે છે.

image source

જો કે, તાજેતરમાં આ રીવાજ અસ્તિત્વમાં નથી પણ ઘણા વર્ષો પહેલા જો કોઈ યુવાન આ ગોળની પોટલી ઉતારી લેવામાં સફળ થાય છે તો તે યુવાન ગામની કોઇપણ યુવતી સાથે લગ્ન કરવાનો અવસર આપવામાં આવતો હતો. તાજેતરમાં જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો ફક્ત મનોરંજન માટે જ આયોજીત કરવામાં આવે છે.

image source

જેસાવાડાનો ગોળ ગધેડાનો આ મેળો રાજા-રજવાડાઓના સમયથી ચાલતો આવી રહ્યો છે કેમ કે તે સમયે એવી માન્યતા છે કે, કોઈ હિંમતવાન યુવાન જ હશે જે આટલો અસહનીય સોટીઓનો માર સહન કરીને પણ વ્રુક્ષની ટોચ પર પહોચે છે અને જે યુવાન પહોચી જાય છે તે પોતાના પત્ની અને પરિવારની સુરક્ષા કરી શકવા સક્ષમ હોય છે આ માન્યતા વર્ષો પહેલા માનવામાં આવતી હતી. તાજેતરમાં પણ આ વર્ષો જૂની પરંપરા ટકાવી રાખવા માટે જેસાવાડામાં આજે પણ ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે.

image source

જો કે, હાલમાં આ ગોળ ગધેડાનો મેળો પોતાનું અસલી સ્વરૂપના રૂપમાં જૂની અને આગવી પરંપરાઓ ભુલાઈ ગઈ છે, તેમછતાં આજે પણ આ ગોળ ગધેડાનો મેળો જોવા માટે લોકો દુર દુરથી આ મેળાનો આનંદ ઉઠવા માટે આવે છે. આજના સમયમાં આદિવાસી પરંપરાઓ વિસરાઈ જવાના આરે પહોચી ગઈ છે. આ મેળાનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ આવનાર પેઢી આ વર્ષોથી ચાલી આવતા રીવાજો અને પરંપરાઓ ભૂલી ના જાય તેના માટે આવા આયોજનો કરવામાં આવે છે.