ઘરે જાતે જ બનાવો આ ગોલ્ડ ફેસિયલ, સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે

મિત્રો, આપણા બધાની ઘરે હળદર સરળતાથી મળી જાય છે. તેનો ઉપયોગ આપણે રોજ ના જીવનમાં ઘણી વસ્તુમાં કરીએ છીએ. આના સિવાય પણ આનાથી આપણને ઘણા ફાયદા થાય છે. તેમાં ઔષધીય ગુણ રહેલા હોય છે. તેનાથી આપણને ઘણી બીમારીથી બચી શકીએ છીએ. તે આપની ત્વચાને સુંદર બનાવવા માટે પણ ખૂબ મદદગાર સાબિત થાય છે. આજના આધુનિક યુગમાં પણ ઘણી મહિલાઓ આનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં કરે છે.

image source

તેનો લેપ લગાવીને આપણે આપની ત્વચાને સુંદર દેખાડી શકીએ છીએ. આપણે ત્યાં કોઈના લગ્ન હોય ત્યારે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી આપણે સુંદરતા વધારી શકીએ છીએ. તેનાથી ચહેરાની ત્વચા ચમકવા લાગે છે. આના ઘણા ફાયદા આપણને મળી શકે છે. તમને કોઈ જગ્યાએ ઘા પડી ગયો હોય તો અથવા સોજો આવી ગયો હોય તો આને ગરમ કરીન તેને લગાવવાથી સોજો દૂર થશે અને ઘા પણ સરળતાથી ભરાઈ જશે.

image source

ગરમ દૂધમાં આને ભેળવીને પીવાથી પેટને લગતી બધી સમસ્યા દૂર થશે. આનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે અને ઘણા સૌંદર્ય પ્રસાધનમાં પણ કરવામાં આવે છે. આનો ઉપયોગ એન્ટી સેપ્ટિક તરીકે પણ કરવામાં આવે છે. આનો લેપ બનાવી તમે તમારા ચહેરાની ત્વચા પર લગાવી શકો છો તેનાથી તમને ગોલ્ડ ફેશિયલ જેવુ પરિણામ મળી શકે છે. તેનાથી તમારી ત્વચા ચમકવા લાગશે અને સાથે ત્વચાને લગતી બધી સમસ્યા પણ દૂર થઈ જશે.

image source

તેના માટે તમારે બે ચમચી દૂધ લેવું અને થોડી હળદર ભેળવીને તેને રૂ અથવા કોટનની મદદ વળે ત્વચા પર લગાવો તેનાથી તમારી ત્વચા સાફ થશે અને નિખાર પણ આવશે. તે પછી તમારે ત્વચા પર સ્ક્રબ કરવું જોઈએ તેનાથી તમારી ત્વચામાં રહેલી ગંદકી સાફ થઈ જાય. ટી માટે તમારે ઘરે જ સ્ક્રબ બનાવવું જોઈએ તેના માટે સોજી, થોડી હળદર, મધ અને દૂધ ભેળવીને તમે તેનાથી ત્વચા પર હળવા હાથે મસાજ કરો આનાથી તમને જરૂર ફાયદો થશે અને ત્વચામાં રહેલું બધી ગંદકી દૂર થઈ જશે. આમાં તમે ગુલાબજળ પણ ભેળવી શકો છો.

image source

તેને સ્ક્રબ કરીને તમારે ત્વચા પર વરાળ આપવી જોઈએ તેનાથી તમારા બંધ છિદ્ર ખૂલી જાય અને ત્વચા અંદરથી પણ સાફ થઈ જાય. તે પછી તમારે ચહેરાને સાફ કરી લેવો. તે પછી તમારે ત્વચાને સારી રીતે સ્વચ્છ બનાવવા માટે કુદરતી ક્રીમ ઘરે બનાવીશું તેનાથી તમને કોઈ આડઅસર નહીં થાય અને તેનાથી ઘણા લાભ મળી શકે છે.

image source

તેના માટે તમારે દહીની જરૂર પડશે તેમાં તમારા હળદર અને બદામની તેલ નાખીને સારી રીતે ભેળવી શકો છો. તમારી આસે બદામનું તેલ ન હોય તો તમે તેમાં જેતૂન નું તેલ પણ વાપરી શકો છો તેનાથી પણ ઘણો ફાયદો થશે. આ બધી વસ્તુને સારી રીતે ભેળવીને તમારે તેને ત્વચા પર લગાવીન ૪ થી ૫ મિનિટ માટે મસાજ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારી ત્વચા ગોરી બનશે અને તમને ઘરે જ ગોલ્ડ ફેશિયલ જેવો નિખાર મળી જશે. આનાથી તમને કોઈ આડઅસર અન નહીં થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!