વિશ્વના આ ખેલાડીઓ પાસે છે વિશ્વના સૌથી મોંઘા સોનાના આઇફોન, કિંમત જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

આપણા જીવનમાં સ્પોર્ટ્સનું ઘણું મહત્ત્વ રહેલુ છે. તે આપણને માત્ર શારીરિક રીતે જ ફીટ નથી રાખતું પણ માનસિકરીતે પણ ફીટ રાખે છે. માટે જ આપણે આપણા બાળકો પાસે આગ્રહ રાખીએ છીએ કે તેઓ કોઈને કોઈ રમતમાં ભાગ લે. પણ જ્યારે બાળકને રમતમાં અત્યંત રસ હોય અને તે તેમાં ખૂબ જ નિપૂણ હોય ત્યારે તે તેમાં અસાધારણ કારકીર્દી પણ બનાવી શકે છે. આપણી સામે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, સાનિયા મિર્ઝા, સાઇના નહેવાલ તેના ઉત્તમ ઉદાહરણ છે. આ ક્ષેત્રમાં તમે પોતાની કૂનેહ દર્શાવીને કરોડો રૂપિયા પણ કમાવી શકો છો અને વિશ્વભરમાં ખ્યાતિ પણ મેળવી શકો છો અને પોતાના દેશમાં સમ્માનિત પણ બનો છો.

image source

સ્પોર્ટ્સ પર્સનને કેટલીક વસ્તુઓનો ખૂબ શોખ હોય છે જેમ કે મોંઘી કાર, મોઘીં ઘડિયાળ, મોંઘા ઘરો વિગેરનો તો આજે અમે તમને જણાવીશું વિશ્વના ખ્યાતનામ ખેલાડીઓના મોંઘા ફોનના શોખ વિષે.

image source

લિયોનલ મેસી દુનિયાનો દિગ્ગજ ફુટબોલ ખેલાડી છે, તે સેંકડો કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ ઉપરાં નેમાર, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાયલિયન એમબપ્પે તેમજ ચુએફસી સ્ટાર કોનોર મેકગ્રેગર દુનિયાના ઉત્તમોત્તમ ખેલાડીઓમાંના એક છે. તેઓ પોતાની પાસે વિશ્વના સૌથી મોંઘા ફોન ધરાવે છે.

image source

iડિઝાઈન નામની ગોલ્ડ કંપનીએ એક વિશિષ્ટ આઇફોન તૈયાર કર્યો છે જે તેમના વીઆઈપી ગ્રાહકો માટે જ છે. તે 24 કેરેડ ગોલ્ડ પ્લેટેડ છે. જેની કિંમત આશરે 5 લાખ રૂપિયા છે. 2016માં આ કંપનીની શરૂઆત બેન લાયન્સે લિવરપૂલ ખાતે કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે યુએફસી બોક્સર કોનોર મેકગ્રેગર સોનાનો આ આઈફોન ખરીદનાર પ્રથમ ખેલાડી રહ્યો હતો. તેણે પોતાની પાસે આ મોંઘેરો આઈફોન છે તેનો શો ઓફ કરવા માટે ઘણી બધી તસ્વીરો પણ ખેંચાવી હતી અને તેને શેર પણ કરી હતી.

image source

હવે ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસીની વાત કરીએ તો તેમની પાસે આઈફોન XS છે. આ ફોન એક કસ્ટમ ફોન છે તેવું કહી શકાય કારણ કે તે ફોન પર મેસિનું નામ અને તેમનો જર્સી નંબર પણ છે અને તેની સાથે સાથે તેમણે તેના પર પોતાના ત્રણે બાળકો તેમજ પત્નીનું નામ પણ લખાવ્યું છે. વિદેશી ખેલાડીઓમાં ખાસ કરીને ફૂટબોલર્સ અને બોક્સર્સમાં સોનાના આઈફોનનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. જો કે હજુ સુધી આ ક્રેઝ ભારતીય ખેલાડીઓ કે સેલેબ્રીટીઝને નથી લાગ્યો. પણ વિદેશમાં તો તેને એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે જ જોવામાં આવે છે.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત