આટલા રૂપિયા સસ્તું થયું સોનું, જાણો દિવાળી સુધી શું રહેશે ભાવ

એક તરફ અમેરિકામાં આવી રહેલી ચૂંટણી અને અન્ય તરફ આવી ચૂકેલી તહેવારોની સીઝન નવરાત્રિ અને દિવાળી. આ કારણે સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 5547 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોની જેમ સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. શુક્રવારે સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર ડિસેમ્બર ડિલિવરી વાળા સોનાના ભાવ ઘટાડાની સાથે 50,653 પ્રતિ 10 ગ્રામ થયાં છે.

image source

આ તરફ ચાંદીના ભાવમાં ઘટીને 61,512 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયાં છે. એક્સપર્ટનું માનવું છે કેસ ભારતમાં 17 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે સાથે તહેવારનો માહોલ પણ જામી રહ્યો છે. જ્યારે સોનાની માગમાં પણ વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકન ડોલરમાં તેજી યથાવત રહે તો કિંમત ઘટી શકે છે.

દિવાળી સુધી સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે

image source

7 ઓગસ્ટ 2020 ના રોજ બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 56200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો. સોનાનો ભાવ ઘણી ફેક્ટરીઓ પર આધારીત છે, તેથી ફક્ત એવું અનુમાન કરવામાં આવે છે કે સોનું સસ્તુ થઈ શકે છે. કારણ કે તમામ દેશો અર્થવ્યવસ્થાને મજબુત કરવામાં રોકાયેલા છે. નિષ્ણાતો માને છે કે, આવતા વર્ષ સુધીમાં, મજબૂત ડોલર સાથે સોનાના ભાવમાં અચાનક વધારો થઈ શકે છે.

સોનાની માગમાં થઇ શકે છે વધારો

image source

સોનાના ભાવમાં સતત આવી રહેલા વધારા અને ઘટાડાને કારણે સોનામાં સુરક્ષિત રોકાણની માગમાં વધારો થવાનું અનુમાન છે. એક તરફ અમેરિકામાં ચૂંટણી આવી રહી છે જેને લઈને ડોલરમાં પણ તેજીનો અણસાર છે. ભારતમાં 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. અને ત્યાર પછી દિવાળીનો તહેવાર આવશે. આ કારણે પણ સોનાની માગમાં પણ વધારો થઇ શકે છે.

અત્યાર સુધીમાં કેટલું સસ્તુ થયું સોનું

image source

ઓગસ્ટ મહિનામાં સોનું 56,200 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું, જ્યારે ચાંદી. 80,000 પ્રતિ કિલો. અત્યાર સુધીમાં સોનું રૂ. 5547 પ્રતિ દસ ગ્રામ સસ્તુ થયું છે. જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો રૂ 18488 હજારનો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ કિંમતોમાં ઘટાડો

image source

વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ નીચે આવી ગયા છે. સ્પોટ સોનું 0.1% ઘટીને 1,906.39 ડોલર પ્રતિ ઔંસ પર હતું. આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.2% ઘટીને 24.26 ડોલર પ્રતિ ઔંસ પર, જ્યારે પ્લેટિનમ 0.2% વધીને 866.05 ડોલર પર પહોંચી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત