ગોળનો કોપરાપાક – ફક્ત 15 મિનિટમાં જ બની જશે આ કોપરાપાક…

ગોળનો કોપરાપાક

કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. તમને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી 15 જ મિનિટમાં તૈયાર થઈ શકે છે.

સામગ્રી

  • – 1 કપ તાજુ નારિયેળ નું છીણ
  • – 1/2 કપ ગોળ
  • – 1/2 કપ નવશેકુ દૂધ
  • – /2 કપ માવો અથવા કેસર વાળા પેંડા
  • – 1/2 ચમચી કેસરના તાંતણા નવશેકા દૂધમાં પલાળેલા
  • – 1/2 ચમચી એલચી પાવડર

બનાવવાની રીત :

1….સૌપ્રથમ એક કડાઈમાં નાળિયેરના છીણને શેકી લો …થોડો કલર change થવો જોયીએ ..

2..એટલે તેને કાઢી લો હવે પેનમાં ગોળ ઉમેરો તેને શેકી લો ગોળ ઓગળી જાય એટલે તેમાં નારિયેળનું છીણ ઉમેરીને હલાવી લો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી પાંચ મિનિટ માટે તેને બરાબર મિક્સ કરો

3..ત્યારબાદ તેમાં માવો અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો હવે તેમાં કેસરવાળું દૂધ ઉમેરી દો અને સતત હલાવતા રહો ( મેં અહીં પેંડા લીધા છે )

4…આ મિશ્રણને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી ઉપરથી બદામની કતરણ ભભરાવી તેને ઠંડુ કરી લો પછી તેના પીસ પાડીને સર્વ કરો તૈયાર છે ગોળ નો કોપરાપાક..

નોંધ :

– તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય.

– નારિયેળના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરશો તો કોપરાનું છીણ તૈયાર થઈ જશે. સૂકા કોપરાનું છીણ બજારમાં તૈયાર પણ મળે છે અને તમે તેને ઘરે પણ છીણી શકો છો.

– કોપરાપાક બનાવવા નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો. કડાઈમાં ઘી કાઢી મધ્યમ આંચ પર પીગળવા દો. તમે જો કોપરા પાકમાં ડ્રાયફ્રૂટ્સ નાંખવા માંગતા હોવ તો તેને પહેલા ઘીમાં શેકી લો. ત્યાર પછી જ તેમાં કોપરાનું છીણ નાંખો. છીણ નાંખ્યા પછી તેમાં ખાંડ અથવા ગોડ ઉમેરી દો.

– આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે. પાક ગરમાગરમ હોય ત્યારે જ ચોસલા પાડી લો. ઉપર તમે ગાર્નિશિંગ માટે બદામની કતરણ, કેસર વગેરે નાંખી શકો છો. ચોસલા ઠંડા પડે એટલે ધીરજ પૂર્વક એક પછી એક ચોસલા કાઢીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.