ગોંડલ નજીક બનેલી આ કરૂણાંતિકાએ લોકોને હચમચાવી નાખ્યા, પિતા-પુત્રના મોતથી ગામમાં શોકનો માહોલ

કોઈ હસતો રમતો પરિવાર પાંચ મીનિટના સમયમાં વિખેરાય જાય તો કેવું લાગે. આવી જ ઘટના સામે આવી છે ગોંડલ વિસ્તારમાં જ્યાં એક હસતા રમતા પરિવારનો માળો પાંચ મીનિટમાં વિખાય ગયો. પાંચ મીનિટ પહેલા સાથે બેસીને ચા પી રહેલા પરિવાર ખબર નહોતી કે થોડી મિનિટો બાદ તેમના પરિવાર પર આભ ફાટવાનું છે. આ પરિવારને વિધાતાએ એવી થપાટ મારી કે ભલભલાના કાળજા કંપી જાય.

image source

8 વર્ષના બાળકને બચાવવા પિતાએ કૂવામાં ઝંપલાવ્યું અને બન્નેના મૂતદેહ સામે આવ્યા. પુત્રને બચાવવા પિતાએ મોતને વહાલુ કરી લીધુ. ગોંડલ તાલુકાના નવાગામમાં ખેતરમાંથી મગફળી ઉપાડવા એકત્રિત થયેલા પરિવારનો લાડકવાયા પુત્રનો પગ કૂવામાં લપસી પડતા તેના પિતાએ પણ પુત્રની પાછળ કૂવામાં કૂદકો માર્યો હતો. પરંતુ કમનસીબે બંનેના મૃતદેહ બહાર આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું. તેમાં પણ વિધિની વક્રતા તો જુઓ દુર્ઘટનાની પાંચ મિનિટ પહેલા જ સમગ્ર પરિવાર કૂવા પાસે ચા પાણી પીવા એકઠો થયો હતો.

પગ લપસતા કૂવામાં પડ્યો

image source

આ અંગે મળતી વિગતો અનુસાર ગોંડલ પંથકમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આ નુકસાન વચ્ચે ખેડૂતો હાલ મગફળી ઉપાડી રહ્યાં છે. ગોંડલ તાલુકાના નવાગામમાં રહેતા અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા હરેશભાઈ કંડોલીયા(ઉંમર વર્ષ 30)પણ પત્ની, પુત્ર અને પિતા સહિતના પરિવાર સાથે પોતાના ખેતરે મગફળી ઉપાડવા ગયા હતા. આ દરમિયાન તેમનો આઠ વર્ષનો એકનો એક પુત્ર દર્શન કૂવા પાસેથી પસાર થઇ રહ્યો હતો અને અકસ્માતે કૂવામાં લપસી પડતા બૂમાબૂમ મચી ગઈ હતી. જેને પગલે દર્શનના પિતા હરેશભાઈએ પણ પળનો વિલંબ કર્યા વગર કૂવામાં ઝંપલાવતા બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે નાના એવા નવાગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પુત્રને બચાવી શક્યા

image source

આ ઘટના અંગે નવાગામ ગામના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, ઘટનાની પાંચ મિનિટ પહેલા જ સમગ્ર પરિવાર કૂવા પાસે ચા પાણી પીવા એકઠો થયો હતો. દર્શનના માતા કૂવા પાસે જ વાસણ માંજી રહ્યા હતા અને જોતજોતામાં દર્શન કૂવામાં પડ્યો હતો, બાદમાં હરેશભાઈ પુત્રને બચાવવા કૂવામાં પડ્યા હતા, પરંતુ તેઓ પુત્રને બચાવી શક્યા ન હતા. પાંચ દસ મિનિટ સુધી કૂવાના પાણીમાંથી પિતા કે પુત્ર ઉપર ન આવતા ગોંડલ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર વિભાગના તરવૈયાઓએ પિતા-પુત્રના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત