Site icon News Gujarat

જૂન મહિનામાં માત્ર આટલા દિવસ શુભ મુહૂર્ત રહેશે, જાણો આ વર્ષે લગ્નના મુહૂર્ત કયા સારા છે

હિંદુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય એટલે કે લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ કે પછી કોઈ ધાર્મિક પૂજા ઘરમાં કરાવતા પહેલા આપણે તે કાર્ય કરવા માટે શુભ દિવસ, યોગ્ય મુહુર્ત, નક્ષત્ર, વાર, અને તિથી વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

image source

કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ જુન મહિનાના શરુઆતના દિવસો દરમિયાન શુક્ર તારો અસ્ત થઈ જશે. જેના કારણે આપ કોઇપણ માંગલિક કાર્ય કરવા ઈચ્છતા હોવા તો આપની પાસે ફક્ત ૮ દિવસ જ શુભ કાર્ય કરવા માટે મુહુર્ત રહેશે. ત્યાર પછી જુલાઈ મહિનાની શરુઆતમાં દેવશયન થવાના હોવાથી આવનાર ચાર મહિના સુધી આપ કોઇપણ શુભ કાર્ય કરવા માટે શુભ મુહુર્ત નથી જેના કારણે આપ કોઈ શુભ કાર્ય કરી શકશો નહી.

જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦માં જુન મહિનાની શરુઆતમાં શુક્ર અને ગુરુનો તારો અસ્ત થવાનો હોવા ઉપરાંત ચાતુર્માસ અને ધનુર્માસ આવતા હોવાના લીધે શુભ કાર્યો કરવા માટે ઘણા જ ઓછા મુહુર્ત આવે છે. આની અગાઉ જ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે ઘણી બધી વ્યક્તિઓના લગ્નમાં અડચણો આવી ગઈ છે.

image source

ઉપરાંત કોરોના વાયરસ મહામારીના કારણે લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે વણજોયું મુહુર્ત અખાત્રીજના દિવસે પણ કોઈ શુભ કાર્ય કરવા શક્ય બન્યા નહી. એટલા માટે હવે મોટાભાગના લોકો ભડલી નોમના શુભ મુહુર્તની રાહ જોઈ રહ્યા છે. પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ આપણા દેશના કેટલાક ભાગમાં જ ભડલી નોમને જોયા વગરનું મુહુર્ત માનવામાં આવે છે અને શુભ કાર્ય કરવામાં આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રના ગ્રંથોમાં ભડલી નોમનો કોઈ ઉલ્લેખ મળી આવ્યો નથી. આ વર્ષે ભડલી નોમ ૨૯ જુન, ૨૦૨૦ના રોજ આવવાની છે.

અશુભ મુહુર્ત.:

image source

-૩૧ મે, ૨૦૨૦ થી ૮ જુન, ૨૦૨૦ સુધી શુક્ર તારો અસ્ત રહેવાનો હોવાથી આ સમય શુભ કાર્ય કરવા માટે અશુભ સમય છે.

-૧ જુલાઈ, ૨૦૨૦ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૦ સુધી દેવશયનનો સમય હોવાના કારણે કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ મુહુર્ત નથી.

-૧ જુલાઈ, ૨૦૨૦ના દિવસથી જ દેવશયન થતા હોવાથી ચાર્તુમાસ પણ શરુ થાય છે જે ૨૪ નવેમ્બર, ૨૦૨૦ સુધી રહેવાના છે. આ ચાતૃમાસ દરમિયાન શુભ મુહુર્ત નહી હોવાથી શુભ કાર્ય કરી શકશો નહી.

-ત્યાર પછી ૧૫ ડીસેમ્બર થી લઈને ૧૫ જાન્યુઆરી દરમિયાન સૂર્ય ધન રાશિમાં આવે છે જેને ધનુર્માસ કહેવાય છે. આ એક મહિના દરમિયાન કોઇપણ શુભ કામ કરી શકાશે નહી.

image source

-આ સમય દરમિયાન ૧૭ ડિસેમ્બરથી ગુરુનો તારો અસ્ત થાય છે જે ૧૧ જાન્યુઆરીના રોજ ઉદય થશે.

આ વર્ષે આવતા શુભ દિવસ.:

જુન મહિનામાં.: ૧૧, ૧૩, ૧૫, ૧૬, ૨૫,૨૭, ૨૯ અને ૩૦.

નવેમ્બર મહિનામાં.: ૨૫, ૨૭ અને ૩૦.

image source

ડીસેમ્બર મહિનામાં.: ૧, ૭, ૯, ૧૦ અને ૧૧.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version