Site icon News Gujarat

Google ના આગામી Pixel 6 ની જાહેરાત માટે કંપની અપનાવી રહી છે આવી જાહેરાતની ટ્રીક

પ્રખ્યાત ટેક ફાર્મ Google ટૂંક સમયમાં જ આગલી ફ્લેગશીપ ફોન Pixel 6 લોન્ચ કરી રહી છે. Pixel 6 ની તસવીરો પહેલા જ સામે આવી ચૂકી છે. પરંતુ શું તમને એ ખબર છે કે હવે કંપની Google ઓરીજીનલ ચિપ્સ પણ વેંચી રહી છે. અસલમાં ગૂગલે પ્રથમ વખત સ્માર્ટફોન ચીપ સેટ રજૂ કર્યો છે. તેનું નામ ટેન્સર છે અને હવે Pixel 6 સિરીઝમાં આ ચીપ સેટ જ જોવા મળશે.

શું છે ચીપ સેટ નો આખો મામલો ?

image soucre

અસલમાં ચિપ ચિપ્સ માં બહુ મોટો ફરક છે. પરંતુ સાંભળવામાં બંને શબ્દો એક સમાન જ લાગે છે. કંપની આ વાતનો જ ફાયદો ઉઠાવવાની તૈયારી માં છે. google pixel 6 સિરીઝમાં નવા ચિપસેટ જ આપવામાં આવશે અને કંપનીએ પોતાના આ નવા ચિપ સેટ નો પ્રચાર કરવા ઈચ્છે છે. એટલા માટે તેને વધુમાં વધુ પોપ્યુલર બનાવવા માટે google કંપની આ.ટ્રીક અપનાવી રહી છે. અહીં એ પણ નોંધનીય છે કે જાપાનમાં કંપનીના Pixel 6 ના પ્રચાર માટે ગુગલે ઓરીજનલ ચિપ્સ રજૂ કરી છે. એ પોટેટો ચીપ્સ છે. જેના દ્વારા કંપની એ પોતાના ટેન્સર ચીપ સેટ ને હાઇલાઇટ કર્યું છે.

પ્રચાર માટે છે બધી ટેક્નિક

image soucre

ગુગલના ઓરીજીનલ ચિપ્સના પેકેટને Pixel.6 સિરિઝના કલર જેવું જ રાખવામાં આવ્યું છે. રિયર પેનલમાં બિલકુલ આવા જ કલર ડિઝાઇનમાં જોવા મળશે. ગૂગલે પાંચ કલર વિકલ્પો સાથે ચિપ્સના પેકેટ તૈયાર કર્યા છે. કંપનીએ 10000 ચિપ્સ બેગ બનાવ્યા છે. જો કે આ પેકેટ હજુ ભારતમાં ઉપલબ્ધ નથી કારણ કે ભારતમાં ગૂગલ તેના લેટેસ્ટ પિકસલ પણ લોન્ચ નથી કરતું.

ગ્રાહકો સુધી પહોંચવા માટે ગુગલ અપનાવી રહી છે આવી ટ્રીક

image soucre

આ ચિપ્સના પેકેટ નીચે ગૂગલ સોલ્ટી ફ્લેવર લખેલું છે અને આ લાઈનની બિલકુલ નીચે Google Pixel coming soon પણ લખેલું છે અને આ લાઈન દ્વારા જ કંપની પોતાના ફોનનો પ્રચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં ગૂગલે લોકોને એ વિકલ્પ પણ આપ્યો હતો કે તેઓ ગૂગલ ચિપ્સના પેકેટને કસ્ટમાઇઝ કરાવી શકે. એટલે કે ચિપ્સના પેકેટની સાઈડમાં લોકો તેના નામ પ્રિન્ટ કરાવી શકે.

ગૂગલ આપશે એપ્પલને ટક્કર ?

image soucre

Pixel 6 સિરીઝમાં આપવામાં આવનાર ટેન્સર ચીપ સેટ ની વાત કરીએ તો આ વખતે ગૂગલ આ ચીપ સેટ દ્વારા એપ્પલને ટક્કર આપવાની તૈયારીમાં છે. એવું એટલા માટે કારણ કે એપ્પલ તેના આઈફોનમાં પહેલાથી જ તેનો ચીપ સેટ આપી રહ્યું છે.

Exit mobile version