Site icon News Gujarat

ગુગલ મેપે બંધ કરી દીધી પોતાની આ સર્વિસ, હવે રશિયન સૈનિકોની વધુ મુશ્કેલીઓ

આજના સમયમાં ગૂગલ મેપે લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. તમે ગૂગલ મેપની મદદથી દુનિયાની કોઈપણ જગ્યા વિશે સરળતાથી જાણી શકો છો. ખરેખર, ગૂગલ મેપ એ વેબ મેપિંગ સર્વિસ ટૂલ છે. વિશ્વના મોટાભાગના લોકો આજકાલ સ્થાનો શોધવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. જો આપણને કોઈ જગ્યા વિશે ખબર ન હોય તો ફક્ત તે જગ્યાનું નામ ગૂગલ મેપ પર નાખો અને ગૂગલ મેપ તમને ત્યાં સરળતાથી મળી જશે.

image soucre

તમને જાણીને નવાઈ લાગશે કે હવે ગૂગલ મેપ્સ યોગ્ય જગ્યાનું સરનામું જણાવવા સિવાય લોકોનો જીવ બચાવી રહ્યું છે. વાસ્તવમાં, રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધમાં, ગૂગલ મેપ યુક્રેનિયન નાગરિકો માટે મુશ્કેલીનિવારક તરીકે કામ કરી રહ્યું છે. ગૂગલ મેપ્સે આ યુદ્ધમાં તેની માત્ર એક સેવા બંધ કરી છે. તો ચાલો તમને આ બંધ કરાયેલી સેવા વિશે જણાવી દઈએ.

image soucre

રશિયા અને યુક્રેન યુદ્ધમાં જ્યાં યુક્રેનિયન નાગરિકોએ દેશની રક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે. સાથે જ ગૂગલ મેપે પણ તેમની મદદ કરવાનું શરૂ કરી દીધું છે. યુક્રેનિયન નાગરિકોને રશિયન સૈન્યથી બચાવવા માટે ગૂગલ મેપ્સે ટ્રાફિક અપડેટ્સ સાથે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

image soucre

યુક્રેનને વિનાશથી બચાવવા માટે ગૂગલે તેની મેપિંગ સેવા નિષ્ક્રિય કરી દીધી છે. આ સેવા દ્વારા, ગૂગલ યુક્રેનમાં ટ્રાફિક ડેટા અને અપડેટ પ્રદાન કરે છે, પરંતુ હાલમાં આ સેવા બંધ કરવામાં આવી છે. આ સેવા બંધ થવાથી રશિયન સૈન્ય માટે યુક્રેનિયન શહેરો અને નાગરિકો સુધી પહોંચવું મુશ્કેલ બનશે, જેનાથી ઘણા યુક્રેનિયન નાગરિકોના જીવ બચી જશે.

વાત જાણે એમ છે કે ગૂગલે યુક્રેનમાં મેપ પર તે સ્થાનો બતાવવાનું બંધ કરી દીધું છે, જ્યાં ટ્રાફિક અને લોકોની વધુ ભીડ હોય છે. આ સેવાને દૂર કરવાને કારણે, યુક્રેનમાં ઘણી જગ્યાઓનું સ્થાન સ્માર્ટફોન પર ઉપલબ્ધ નથી. ગૂગલ પણ પુરેપુરો પ્રયાસ કરી રહ્યું છે કે રશિયા આવા સ્થળોને વધુ નિશાન ન બનાવે જ્યાં લોકોની સંખ્યા વધુ હોય. ગૂગલે રશિયન સૈન્યને ગેરમાર્ગે દોરવા માટે આવા પગલાં લીધાં છે.

image socure

જોકે, રશિયન સેનાને ગેરમાર્ગે દોરવા માટે યુક્રેનની સરકારે દેશના મુખ્ય માર્ગો પર લાગેલા સાઈન બોર્ડ હટાવવાની સૂચના પણ આપી હતી. યુક્રેનની કન્સ્ટ્રક્શન કંપનીએ ફેસબુક પર સરકારના આ પગલાની સંપૂર્ણ વિગત આપી છે. યુક્રેનમાં ઘણા સાઈન બોર્ડ પર એવું પણ લખવામાં આવી રહ્યું છે કે, “આ રસ્તો નર્ક તરફ છે.” યુક્રેનિયન નાગરિકો રશિયન સૈન્ય માટે અપશબ્દો લખી રહ્યા છે અને ગેરમાર્ગે દોરે છે.

Exit mobile version