Google પર બુક કરી શકાશે વેક્સિન માટે સ્લોટ, “OK Google રસી ક્યાં લેવી જણાવો….”

જો તમે અત્યાર સુધી કોરોનાની વેક્સિનનો ડોઝ લીધો નથી તો આ યોગ્ય સમય છે તેને લઇ લેવાનો. આ કામ હવે વધુ સરળ થઇ ચૂક્યું છે. ભારતીય યુઝર્સને ગૂગલ અત્યાર સુધીમાં મેપ, વોઇસ સર્ચ સહિતની સુવિધા આપતું હતું. પરંતુ હવે તે કોરોના ની રસી લેવામાં પણ મદદ કરશે. હવે ગુગલ પરથી કોરોના ની રસી લેવાની જાણકારી પણ મેળવી શકાશે.

image soucre

જી હા તાજેતરમાં જ ગૂગલ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે ભારતમાં તે સર્ચ અને ગૂગલ મેપ માં covid 19 ની રસી સંબંધિત જાણકારી ઉપલબ્ધ કરાવશે. આ જાણકારી માં વેક્સિન ઉપલબ્ધ છે કે નહીં, તેની કિંમત અને અન્ય વિગતો દર્શાવવામાં આવશે.

image soucre

ભારતમાં એક તરફ કોરોના કેસમાં કેટલાક રાજ્યોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકો રસીકરણ અભિયાનમાં જોરશોરથી જોડાઈ રહ્યા છે. રસી લેવા માટે જાગૃત થયેલા લોકો રસી ક્યાં ઉપલબ્ધ છે તે જાણવા ઈચ્છતા હોય છે. આ કામમાં મદદ હવે ગૂગલ કરી શકશે ગૂગલ તમને જણાવશે કે તમારી નજીક કયા રસીકરણ કેન્દ્ર માં કયો સ્લોટ ખાલી છે.

ગૂગલના કહ્યા અનુસાર આ સપ્તાહથી જ દરેક સેન્ટર પર અપોઈન્ટમેન્ટ કેટલા ઉપલબ્ધ છે, રસીના ડોઝ અને તેની કિંમત સંબંધી જાણકારી તે દેખાડવાનું શરૂ કરશે. Google માં ફ્રી અને પૈસા ચૂકવીને લેવાની રસીની જાણકારી મળશે. આ જાણકારી ચેક કર્યા બાદ યુઝર ઓનલાઇન રસી લેવા માટેનો સ્લોટ બુક કરી શકશે.

image soucre

રસી માટે સ્લોટ બુક કરાવવા માટે સૌથી પહેલા ગુગલ સર્ચમાં કોવીડ વેક્સિન નિયર મી ટાઈપ કરો. જેના રીઝલ્ટ માં તમને હોસ્પિટલ નું લિસ્ટ દેખાડવામાં આવશે. તેમાં એ પણ દર્શાવવામાં આવશે કે કઈ જગ્યાએ કેટલા સ્લોટ ઉપલબ્ધ છે ત્યારબાદ તમે નજીકની હોસ્પિટલ ને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ પહેલા અથવા તો બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરવા તેના ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ તમે સમય અને દિવસ દર્શાવવામાં આવશે જે તમે તમારી અનુકૂળતા અનુસાર પસંદ કરી શકો છો.

રસી અંગેની જાણકારી ગુગલ પર હિન્દી, અંગ્રેજી, ગુજરાતી સહિત આઠ ભારતીય ભાષામાં સર્ચ કરી શકાશે.