મેરેજ એનિવર્સરીના દિવસે જ મુકેશને મળ્યું મોત, પત્નીએ કહ્યું હતુ…આ કરુણ ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો કુદરત તે કેમ આવુ કર્યુ…

લગ્નનો દિવસ જ બન્યો આખરી દિવસ

ઉતરપ્રદેશના પૂર્વ ભાગમાં એક ગામ આવેલું છે, ઉગાપુર. ઉગાપુર ભદોહી જિલ્લાનું ગામ છે. તે ગામની એક તૂટેલી ફૂટેલી ઝુંપડીની બહાર યઅ શનિવારે લોકોનું ટોળું જમા થયું હતું. એ ઝુંપડી હતી શ્રીધર વિશ્વકર્માની.

image source

શ્રીધર વિશ્વકર્માનો પચીસ વર્ષનો દીકરો મુકેશ કમાવા માટે રાજસ્થાન ગયો હતો. તૂટેલી ઝુંપડીને પાક્કી કરવાનું સપનું જોતો મુકેશ આ કોરોનાકાળના લોકડાઉનની બેકારીમાં તે એક એક દિવસ ગણીને પસાર કરી રહ્યો હતો. મુકેશ રાજસ્થાનથી શુક્રવારે પોતાના વતન તરફ આવવા નીકળ્યો હતો, તેણે પોતાની માતા અને પત્નીને ફોન કરીને કહ્યું હતું કે ટ્રક મળી ગયો છે. શનિવાર સાંજ સુધીમાં તે ઘરે આવી જશે. તે દિવસે તેનો લગ્નદિવસ પણ હતો. પત્ની આતુર નયનોથી મુકેશની પ્રતિક્ષા કરી રહી હતી. મુકેશના ફોનથી ગરબીમાં જીવી રહેલા પરિવારને નવી આશા મળી.

image source

પણ ધાર્યું તો ધણીનું જ થાય મુકેશની રાહ જોતી પત્ની માટે તે સાંજ ક્યારેય ન આવી. એ ટ્રકનો અકસ્માત થઈ ગયો. જે એ ટ્રકમાં બેઠેલા મુકેશ જેવા કેટલાય શ્રમિકો માટે જીવલેણ પુરવાર થયો. આ સમાચાર જ્યારે ગામમાં આવ્યા ત્યારે એ નાનકડા ગામમાં જાણે ધરતીકંપ થઈ ગયો. આખું ગામ મુકેશના ઘરે ઉમટી પડ્યું હતું. લગ્નદિવસ જ બન્યો અંતિમ દિવસ. ઓરૈયા જિલ્લામાં જે ટ્રકનો અકસ્માત થયો તે દુર્ઘટનામાં ચોવીસ શ્રમિકોનું અવસાન થયું તે શ્રમિકોમાં એક મુકેશ પણ હતો.

image source

આ સમાચાર તેમને દુર્ઘટનાસ્થળે એના જ જિલ્લાના એક ઇજાગ્રસ્ત શ્રમિકે ફોન કરીને આપ્યા હતાં, હવે તેની પત્ની પતિના બદલે તેના નિર્જીવ શરીરની રાહ જોઈ રહી હતી. મુકેશ જયપુરમાં ફર્નિચર બનાવવાનું કામ કરતો હતો. પોતાના ઘરમાં એક ખુરશી નહોતી અને લોકોના ઘર રાચરચીલાથી સજાવતો. લોકડાઉન પછી ઘરે પાછા આવી રહેલા મુકેશ પાસે રૂપિયા નહોતા. પાછા આવવા માટે તેણે મોટા પાસેથી રૂપિયા મંગાવ્યા હતાં પરંતુ તે ગામ પરત ન ફરી શક્યો માબાપ કે પત્નીનું મોઢું ન જોઈ શક્યો.

image source

મુખ્યમંત્રી આદિત્યનાથે શ્રમિકોને ઘરે લાવવાવાળા વાહનોના માલિક અને ટ્રકચાલકો પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે, તેઓ સામે તાત્કાલિક કેસ દાખલ કરવાનો હુકમ આપ્યો છે. તેમના વાહન પણ તાત્કાલિક સિઝ કરવાનો આદેશ અમલમાં મુકાઇ ગયો છે. યઅ દુર્ઘટના સંબંધિત ડીએસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ સાવચેતી માટે કડક ચેતવણી આપી છે. શ્રમિકોને ભોજન પાણી આપી સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી આદિત્યનાથે આ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે ઘેરું દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારને બે-બે લાખનું વળતર અને ઇજાગ્રસ્ત શ્રમિકોને પચાસ હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત