કોરોનાના સંકટમાં નોકરી ગુમાવનારની વહારે આવી મોદી સરકાર – આ યોજના હેઠળ મળશે લાભ

કોરોનાની મહામારી દરમિયાન જો નોકરી છીનવાઈ જાય તો ન કરશો ચિંતા – કેન્દ્ર સરકાર આપશે રૂપિયા

image source

કોરોનાના સંકટમાં નોકરી ગુમાવનારની વહારે આવી મોદી સરકાર – આ યોજના હેઠળ મળશે લાભ

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી યથાવત છે. લોકોના જીવનું તો નુકસાન થયું જ છે પણ સાથે સાથે સમગ્ર વિશ્વ આર્થિક સંકટમાં મુકાઈ ગયું છે જેમાંથી ભારત પણ બાકાત નથી. છેલ્લા બે મહિનાથી ભારતનું સમગ્ર અર્થતંત્ર નિષ્ક્રીય થઈ ગયું છે. શેર માર્કેટ પણ સૌથી નીચી સપાટી પર છે. અને કેટલાએ નોકરીયાતોની નોકરી છીવાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. કેટલીક કંપનીઓ તો અત્યારથી જ પોતાના કર્મચારીઓની છટણી કરવા લાગી છે.

image source

પણ લોકોને આર્થિક હાલાકીનો સામનો ન ભોગવવુો પડે તે હેતુથી મોદી સરકાર હાલ એક ખાસ યોજના ઘડી રહી છે. જે હેઠળ મોદી સરકાર આ મહામારી દરમિયાન બેરોજગાર બની ગયેલા નોકરીયાતોને 24 મહિના એટલે કે બે વર્ષ સુધી આર્થિક સહાય આપશે. કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ છે ‘અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ’ યોજના.

આ યોજના હેઠળ કોરોનાની મહામારી દરમિયાન જે વ્યક્તિની નોકરી જતી રહેશે તે વ્યક્તિને સરકાર 24 મહિના સુધી આર્થિક રીતે મદદ પહોંચાડતી રહેશે. આવી વ્યક્તિને સરકાર તરફથી આ મદદ દર મહિને પહોંચતી રહેશે. કેટલી આર્થિક સહાય મળશે ? તેની વાત કરીએ તો જે તે વ્યક્તિને તેના છેલ્લા 90 દિવસની આવકના 25 ટકા બરાબર આર્થિક સહાય આપવામાં આવશે.

image source

જો કે આ યોજનાનો ફાયદો સંગઠીત ક્ષેત્રના તે કર્મચારીઓને મળશે જે ઈએસઆઈસીથી નોંધપાત્ર હોય અને તેણે બે વર્ષ કરતાં વધારે સમયથી નોકરી કરી હોય. લાભ મેળવનાર વ્યક્તિનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ ડેટાબેઝ સાથે જોડાયેલું હોવું જરૂરી છે.

આ યોજનાનો લાભ ઇચ્છનાર વ્યક્તિએ સૌ પ્રથમ તો ઈએસઆઈસીની (ESIC)ની વેબસાઇટ પર જવું પડશે ત્યાં તેણે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેની વિસ્તૃત માહિતી https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125 આ વેબસાઇટ મળશે.

image source

જો કે જે વ્યક્તિને તેમના ખોટા આચરણના કારણે કંપનીએ નોકરીમાંથી કાઢી મુક્યા હશે તેવી વ્યક્તિને આ યોજનાનો જરા પણ લાભ મળી શકશે નહીં. આ ઉપરાંત જો તે વ્યક્તિ પર કોઈ ગુનાહિત કેસ નોંધાયો હશે અથવા તો તે વ્યક્તિએ પોતાની ઇચ્છાથી નોકરી છોડી હશે તેવી વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

  વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત