ગોવિંદા તેનાં માતાના બર્થડે પર દર વખતે પગ ધોઈને પીવે છે પાણી, ગોવિંદાની પત્નીએ કર્યાં અનેક મોટા ખુલાસાઓ

ગોવિંદાએ અત્યાર સુધીમાં ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે. પોતાની એક્ટિંગથી તે લોકોનાં દીલ જીતવામાં સફળ રહ્યો છે અને હવે ગોવિંદા ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. ગોવિંદાની પત્ની સાથે થયેલી વિશેષ વાતચીતમાં તેણે ગોવિંદા સાથેના તેમના અફેરથી લઈને લગ્ન, સંતાન, બીજી વખત ર્લગ્નનું કારણ, તંત્ર-મંત્રની અફવાઓ, બોલિવૂડ, જન્મદિવસ, મળેલી ગિફ્ટ, રૂટિન લાઇફ વગેરે જેવા મુદ્દાઓ વિગતે કહ્યાં હતાં. આ દરમીયાન તેની સાથે થયેલા સવાલ જવાબો વિશે અહી માહિતી આપવામાં આવી છે.

તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે પ્રથમ ગોવિંદાને મળ્યા અને આ બાબત લગ્ન સુધી કેવી રીતે પહોંચી?

image source

મારી મોટી બહેનના લગ્ન ગોવિંદાના મામા સાથે થયા છે અને ગોવિંદા તે સમયે કરિયર બનાવવા માટે આવ્યા હતા. તેમનાં ઘરે તેઓ બે-ત્રણ વર્ષ રહ્યા હતા અને તે દરમીયાન જ અમે મળ્યા હતા. અહીંથી જ અમારું અફેર શરૂ થયું હતું. આ સમય દરમિયાન મારા ભાભીએ અમારો પત્ર વાંચ્યો હતો. તેણે મને કહ્યું કે તમારે બંનેના લગ્ન કરવા જોઈએ. આ વાત તેણે મારી સાસુને પણ કહી અને પછી તેણે કહ્યું કે ઠીક છે ચાલો આપણે લગ્ન કરવી દઈએ. આ રીતે ત્રણ વર્ષના અફેર બાદ અમે 1987માં લગ્ન કર્યા અને 1988માં અમારા ઘરે એક દીકરીનો જન્મ થયો.

ઘણા વર્ષો સુધી લગ્નને ગુપ્ત રાખ્યા? તે સમયે મનની સ્થિતિ શું હતી?

હા, તે દિવસોમાં એવું થતું હતું કે જો કોઈ પણ સ્ટાર કહી દે કે તેનાં લગ્ન થઈ ગયાં છે તો છોકરીઓનું ફેન ફોલોવિંગ ઓછી થઈ જતું હતું. આ કારણે જ જ્યાં સુધી અમારા ઘરે પુત્રીનો જન્મ થયો ત્યાં સુધી અમે ગોવિંદાના લગ્ન થયા છે વાત જાહેર કરી ન હતી. તે દરમિયાન તે ખૂબ વ્યસ્ત પણ હતો. તે સવારથી રાત સુધી પાંચ-પાંચ પાળી કામ કરતો હતો. તે પછી તે રાત્રે ઘરે આવતો હતો. અમારા વ્યસ્ત શેડ્યૂલમાં અમને ખબર પણ નહોતી કે એક વર્ષ કેવી રીતે પસાર થયું. મારી સાસુ અમારી બહુ સંભાળ લેતા હતાં. દીકરીની સંભાળ લેવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે સમય ક્યારે પસાર થયો તેની ખબર જ ન પડી અને ગોવિંદાની કમી પણ મહેસૂસ થઇ નહી.

લોકોને કેવી રીતે ખબર પડી કે તમે ગોવિંદા સાથે લગ્ન કર્યા છે?

image source

જ્યારે અમારી દીકરીનો પ્રથમ જન્મદિવસ હતો ત્યારે જ મુંબઈની ફાઇવ સ્ટાર લીલા પેન્ટા હોટેલમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. તે સમયે મેં જેની સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું તે દરેક લોકો આવ્યા હતાં. તે જ સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને ગોવિંદાના લગ્ન થઈ ગયાં હોવાની વાત જાહેર કરી દીધી હતી. અચાનક આ સમાચાર સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા હતા. પરંતુ તેનથી આપણે શું ફર્ક પડે… જે થવાનું હોય તે તો થાય જ છે.

એ વાત પણ ખુબ આ ચર્ચાઈ રહી હતી કે તમે ફરીથી લગ્ન કર્યાં? આનું મુખ્ય કારણ શું હતું?

હા, 25મી લગ્નગાંઠ પર અમે ફરીથી લગ્ન કર્યાં. જ્યારે અમે પહેલી વાર લગ્ન કર્યાં ત્યારે તે ઘરે જ ગુરુની હાજરીમાં મારી સાસુના કહેવાથી કરી લીધાં હતાં કારણ કે આ વાત કોઈને કહેવાની ન હતી. આ કાચી જ્યારે અમારી 25મી લગ્ન વર્ષગાંઠ હતી ત્યારે અમે લંડન ગયા અને સંપૂર્ણ વિધિ વિધાનથી ફરીથી લગ્ન કર્યા હતા. ત્યાં ગોવિંદાના માનેલા ભાઈ ફૈઝલ રહે છે. ગોવિંદા તેમને તેના મોટો ભાઈ માને છે. તેણે અમારા લગ્નની ગોઠવણ કરી લીધી. આ લગ્નમાં બાળકો ગયા ન હતા કારણ કે બાળકો માતા-પિતાના લગ્ન ન જોઈ શકે તેવું માનવામાં આવે છે. તેથી બાળકો અહીં જ હતા અને બાકીના પરિવારજનો, સબંધીઓ અને મિત્રો આ લગ્નનાં સામેલ થયા હતા.

√ મેહુલ કુમારે કહ્યું હતું કે ગોવિંદા એક ઓલરાઉન્ડર છે જયારે બીજી તરફ નિહલાનીએ કહ્યું હતું કે ગોવિંદાની તુલનામાં કોઈ અભિનેતા આવી શકે તેમ નથી. તો પછી એવી કમી ક્યાં આવી ગઈ કે ગોવિંદાની કારકિર્દી અટકી ગઈ?

તે દિવસોમાં પિકચર બનાવવાની રીત અલગ અલગ હતી અને અત્યારે હવે તે અલગ છે. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપીજમ સામાન્ય થઈ ગયું છે. તે દિવસોમાં ગ્રુપીજમ જેવી કોઈ વસ્તુ નહોતી. તે બધાને ખબર છે કે ગોવિંદા જેવો અદભૂત અભિનેતા બીજો કોઈ નથી. મારા મતે મેં હજી સુધી તેના જેવો કોઈ અન્ય જોયો નથી. દરેક લોકો હવે તેમના સંબંધિત ગ્રુંપીજમ સાથે પિકચર બનાવે છે. હવે પિકચરના વિષયો પણ જુઓ, તે પહેલા કરતા ઘણાં અલગ છે. હાલમાં આ બધી તોડફોડ અને ફાઇટીંગ જેવી પિકચરો બનવામાં આવે છે. આ જ કારણે હાલ તેણે વિરામ લીધો છે. તે કહે છે કે જ્યાં સુધી મને મારી પસંદનો વિષય પરની ફિલ્મ નહીં મળે ત્યાં સુધી હું ફિલ્મ નહીં કરીશ.

image source

✓ ઇન્ડસ્ટ્રીમાં જે ગ્રુપીજમ અત્યારે દેખાઈ રહ્યું છે તેની અસર આવનારી પેઢી પર તમે કેવી પડશે?

હવે જેની પાસે પ્રતિભા છે તેને કોઈ રોકી શકે નહીં. કોઈ પણ માણસ કોઈનું નસીબ છીનવી શકે નહીં. ભાગ્ય એટલી મોટી વાત છે કે આજે ગોવિંદાને જ જોઈ લો એક ચોલમાંથી નીકળીને ગોવિંદા એક સ્ટાર બની ગયા છે. આવા કેટલાય કલાકારો છે જેમ કે જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી, જે અભિનેતા બનવા માટે ચોલમાંથી જ આવ્યાં છે. આ બધુ ભાગ્યની વાત છે. જેઓ ભાગ્યશાળી છે તેઓ આગળ નીકળી જાય છે. આ સમયે પણ જુઓ કાર્તિક આર્યન, આયુષ્માન ખુરના પણ પોતાનું નામ બનાવી ચૂક્યાં છે. તેમની પાસે પણ કોઈ ફિલ્મ ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ નથી છતાં આજે તેઓ પોતાના કામના કારણે નામનાં મેળવી ચૂક્યાં છે.

√ દીકરાને લોંચ કરવાનો સમાચાર આવ્યા, દીકરી શું કરે છે?

તેને પણ આ વર્ષે આ કરવાનું વિચારી રહ્યા છીએ પરંતુ બે વર્ષથી ત્યાં આ લોકડાઉન છેનાં કારણે થઈ શક્યું નહીં. આ વર્ષે તે તૈયાર છે. તે ડાન્સ શીખી રહી છે અને લંડનથી એક્ટિંગ પણ શીખે છે. અહીં આવીને તેણે હવે કસરત, જીમ વગેરે શરૂ કર્યું છે. તેણે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પાસેથી ડાન્સ શીખ્યો છે. આ વર્ષે તેને લોન્ચ કરવાનો વિચાર છે. પરંતુ અમે સારા સમયની અને તકોની રાહ જોઈ રહ્યાં છીએ. ભગવાનની કૃપાથી આ વર્ષે દીકરો ફિલ્મમાં જોવા મળશે. તે નેરોમેન્ટિક-એક્શન ફિલ્મો કરવા માંગે છે કારણ કે તેને એક્શન ફિલ્મોમાં વધારે રસ છે.

મારી પુત્રી એક પિકચર કરી ચૂકી છે. તેણે બે-ત્રણ આલ્બમ પણ કર્યા છે. હવે તે ગોવિંદાની ડિઝાઇનિંગનું કામ સંભાળી રહી છે. તે ફેશન ડિઝાઇનિંગ શીખવા માટે લંડનથી ગઈ હતી. ગોવિંદા શો અને શૂટિંગમાં જે પણ કપડાં પહેરે છે તે તેની પુત્રી દ્વારા ડિઝાઈન કરેલા હોય છે. અત્યારે તે તેના પિતા સાથે કામ કરી રહી છે અને ફેશન ડિઝાઇનિંગ કરે છે.

✓ તમે કહ્યું હતું કે ગોવિંદા ખૂબ જ વ્યસ્ત રહેતાં હતાં. તે સમયે ગોવિંદાએ પિતાનો કમી વિશે શું ખ્યાલ રાખ્યો હતો?

જ્યારે બાળકો થોડી મોટા થયા ત્યારે તેને લઈને આઉટડોર શૂટ પર જતી હતી. જ્યારે તે ત્યાં શૂટિંગ ન ચાલી રહ્યું હોય તેને બાળકો સાથે ફરવા માટે સમય મેળતો હતો. હા, આઉટડોર જતી હતી પણ સેટ પર ભાગ્યે જ જતી હતી કારણ કે તેના કામમાં ક્યારેય ખલેલ ન થાય અન આ કારણે જ તેનું શૂટિંગ મે ભાગ્યે જ જોયું છે. મારો પુત્ર ત્રણ મહિનાનો હતો જ્યારે તે સ્વિટ્ઝરલેન્ડમાં પહેલી વાર શૂટિંગ માટે ગયાં હતા. હીરો નંબર 1નું સોના કિતના સોના હૈ… તે ગીત હતું. અમે ક્યારેય પિકનિક પર ગયા નહોતા. તેણે 170 ફિલ્મો કરી છે. જ્યારે પણ અમે જતા ત્યારે હું બાળકોને આઉટડોર લઈ જતી હતી અને ત્યાં શોપિંગ કરતાં હતાં.

✓ તે દિવસોમાં ઘણી બધી ગોસિપ પણ ખુબ થતી હતી. તમે પ્રથમ વખત ગોવિંદા વિશે આ બાબતે ક્યારે અને શું વાંચ્યું અને સાંભળ્યું?

હું આ બધી બાબતોમાં વિશ્વાસ કરતી નથી અને તેમાં પણ તમે જાણો છો કે તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. દરેક હીરોની પત્નીએ પોતાનું હૃદય પત્થર રાખવું જોઈએ નહીં તો લગ્ન કરવામાં કોઈ ફાયદો નથી. તમારા ઘરને આ ગોસિપથી બર્બાદ ન કરો અને હું એવી સ્ત્રીમાંની એક છું પણ નહીં. હીરો ગોસિપ નહીં કરે તો પછી કોની ગોસિપ આવશે! જ્યારે પણ કોઈની ગોસિપ ગોવિંદા સાથે આવી હોત ત્યારે હું કોઈનો વિશ્વાસ કરતી નથી. હું આવા કોઈ ગોસિપવાળા કાગળ અથવા સામયિકમાં વિશ્વાસ કરતી નથી. માણસ આખો દિવસ કામ કર્યા પછી ઘરે જ આવશે, બીજે તો ક્યાં જશે?

✓ ગોવિંદા વિશેની કોઈ એક એવી વાત શું છે જે પહેલેથી લઈને આજ સુધી બદલાઈ નથી?

જ્યારે અફેર દરમિયાન ગોવિંદા મને મળ્યા હતા તે આજે પણ તેવા જ છે. તેમનામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. આજે તે તેની માતા, બાળકો, મારા અને સમગ્ર પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવનમાં ગમે તે ઉતાર-ચઢાવ આવે હું કે ગોવિંદા હાર્યા નથી.

✓ દરેકના જીવનમાં ઉતાર ચઢાવ તો આવે છે, પરંતુ તેને કેવી રીતે હેન્ડલ કરવું?

આવો સમય દરેકની જિંદગીમાં આવે છે. અમે કોઈ ભગવાન નથી કે દરેક સમયે રોક સ્ટાર્સ બનીને રહીએ. દરેક વ્યક્તિએ સમય આપવો જોઈએ. દરેક વ્યક્તિએ ખરાબ સમય જોયો જ હોય છે. તે પછી અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન હોય. જ્યારે સારો સમય આવે છે ત્યારે પણ અમે હસીને પસાર કરીએ છીએ અને જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પણ તેને હાસ્ય વિતાવીએ છીએ. ડિપ્રેશન નામનો આ શબ્દ અમારા પરિવારમાં છે જ નહીં.

✓ એવી પણ અફવાઓ હતી કે ગોવિંદા તેનાં ઉતાર ચઢાવવાળા દિવસોમાં ખૂબ જ તંત્રમંત્ર કરતો હતો! તમે આ પર શું કહેશો?

ના, ના, આ બધું ફ્કત દ્વારા ફેલાવવામાં આવ્યું છે. આ બધી બાબતો પર અમે બિલકુલ વિશ્વાસ નથી કરતા. અમે પૂજા કરવામાં માનનારા લોકો છીએ. તંત્ર-મંત્ર પર કોઈ કરા પણ માનતા નથી અને ન તો હું કે ગોવિંદા, કે ન તો અમારા કુટુંબના કોઈ લોકો. મને તો લાગે છે કે જે કોઈ આવું લખે છે અને આવું કહી રહ્યા છે તે લોકો જ આવું કરતા હશે. આ બધું અમારા કુટુંબમાં ચાલતું નથી. અમે પૂજ પાઠ કરીએ છીએ. કોઈ તેમનું નામ બગાડવા માટે ઇન્ડસ્ટ્રીમાં આવું કરી રહ્યું છે. ગોવિંદાનું નામ ખરાબ કરી રહ્યાં છે. તે સેટ પર આવે છે, આમ કરે છે આમ કરે છે જેવી વાતો. તેઓને ગોવિંદાથી જેલીસ થાય છે અને જેમને પોતાનાં પર ભરોસો નથી તે જ લોકો આ બધી બકવાસ કરે છે. અમે તો આ બધામાનાં નથી.

√ આ લોકો કોણ છે તેનાં વિશે માહિતી મેળવી?

અમને ખબર નથી કે હવે તેઓ કોણ છે. પણ જેને જે કહેવું હોય તે મોઢાં પર બોલો. જુઓ, દરેકનું મોં છે અને આપને તેને રોકી શકતા નથી. દસ લોકો બોલ્યા છે તો આપણે થોડાં તેમનું મો બંધ કરી શકીએ. આ એક સ્વતંત્ર દેશ છે એટલે જેને બકાવસ કરવી હોય તે કરે. આપણે જાણીએ છીએ કે આપણે કામ કરવા માટે કેટલા વફાદાર છીએ. જો તમે આખી જીંદગી આ જ જોતા રહ્યા તો પછી તમે ક્યારે કામ કરશો? પછી જીવન આ બંબતોમાં જ ચાલ્યું જશે. જુઓ તે લોકો પાછળ આપણે શું કામ આપણું મો ખરાબ કરીએ. આ અમારા સંસ્કાર જ નથી. તેણે કહ્યું પછી આપણે કહીએ અને ફરી તે કહેશે અને આપણે બોલીએ સા બધામાં થોડો સમય પસાર કરવાનો છે.

√ તમે ક્યારેય ગોવિંદાને સરપ્રાઇઝ આપ્યું છે? તેનો યાદગાર જન્મદિવસ ઉજવ્યો છે અથવા પાર્ટી આપી છે? આવી યાદગાર પળ કઈ હતી?

ઘણા વર્ષો પછી અમે ગયા વર્ષે જ તેમને જન્મદિવસની સરપ્રાઇઝ પાર્ટી આપી હતી. ત્યારે શક્તિ કપૂર, તેના ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય, રવિ કિશન, રાજપાલ યાદવ, ઉદિત નારાયણ, અલ્કા યાજ્ઞીક વગેરે લોકોને અમારા બંગલા પર બોલાવ્યા હતા. ગોવિંદાને ખબર નહોતી કે અમારી સરપ્રાઇઝ પાર્ટી છે. એક દિવસ માટે તેમને હોટલ મોકલવામાં આવ્યા હતા. બંગલો સજાવટ કરીને તેમને બોલાવ્યા હતા અને પછી તેઓ ખૂબ ખુશ થયા હતા. આ પ્લાન મે બાળકો સાથે મળીને બનાવ્યો હતો કારણ કે તમને પોતાની જન્મદિવસ મનાવાનો બહુ શોખ નથી.

તે પોતાના હાથેથી દાનપુણ્ય કરે છે અને હું પણ કપડાં, મીઠાઈ, અનાજ વગેરેનું દાન તેમનાં હાથે કરવું છું. આ પછી અરદાસ કરવા ગુરુદ્વારા જાય છે અને ત્યાં જ તેને શાંતિ મહેસૂસ થાય છે. જો કે મારા સાસુને પણ આ રીતે બર્થ દે સેલિબ્રેશન પસંદ નથી. ગોવિંદા પોતાની માતા નાં પગ દરેક જન્મદિવસે ધોઈને પીવે છે તે તો મે મારી આંખોને જોયું છે. આ વિશે જ્યારે હું એક ટીવી શોમાં ગઈ હતી ત્યારે બોલી ગઈ હતી કે આવતાં જીવનમાં મારે પતિ તરીકે નહીં, પણ મારા પુત્ર તરીકે ગોવિંદાને જન્મ આપવો છે કારણ કે આ કળિયુગમાં કદાચ ગોવિંદા જેવો પુત્ર નહીં હોય.

✓ પુત્રી ટીનાનો જન્મદિવસ પણ 16 જુલાઈએ છે. તે કેવી રીતે ઉજવણી કરે છે?

તેણીના જન્મદિવસ પર તે દર વર્ષે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ જાય છે કારણ કે ગુરુ નાનક બાબા માટે તેને ખૂબ માન છે. ત્યાં તે પૂજા કરે છે. ત્રણ વર્ષથી સતત તે ત્યાં જઈ રહી છે અને વખતે પણ ત્યાં જવાનો પ્લાન છે. જોઈએ હવે કેવો માહોલ છે કારણ કે તે ત્યાં એકલી જાય છે. જો કે ત્યાં તેના મિત્રો છે અને તેને ત્યાં મજા પણ આવે છે. મારા બાળકો પાર્ટી-વોર્ટીના શોખીન નથી. અમે તેમને પહેલેથી જ એવા સંસ્કાર આપ્યા છે કે જેટલી પૂજા, પાઠ અને દાન કાર્ય કરી શકો તેટલું કરો. ગોવિંદાએ ખૂબ ઉપાસના અને દાન કર્યા અને તેથી આજે ગોવિંદા ચોલમાંથી બહાર નીકળી એક સ્ટાર બન્યા છે.

✓ તમે ક્યારેય જન્મદિવસની જેમ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હોય અને ગોવિંદાએ તમને પાર્ટી વગેરે આપી હોય, તે પ્રસંગ?

ના, ના, વેલેન્ટાઇન ડેની ઉજવણી ક્યારેય નહીં. વેલેન્ટાઇન ડે હોય, અમારો જન્મદિવસ, વર્ષગાંઠ હોય કે કોઈ વિશેષ પ્રસંગ હોય, અમે અમારા ઘરે જ ડિનર મંગાવીએ છીએ અને પતિ, બાળકો સાથે જમીએ છીએ. ક્યાંય બહાર જવાનું થયું નથી.

✓ જો તમને આ પ્રસંગોએ વિશેષ ભેટ મળી ?

તેણે આજીવન ભેટ આપી છે. હવે મને સમજાતું નથી કે વિશેષ ભેટ શું છે. સૌથી મોટી ભેટ મારા બે બાળકો છે જે તેઓએ મને આપી છે. બાકી બધી ચીજોનું મારા માટે કોઈ મૂલ્ય નથી. બંને બાળકો સારા અને સ્વસ્થ છે. તે મારા માટે એક મોટી ભેટ છે. આજકાલ એવું બન્યું છે કે દરેકનું શરીર સ્વસ્થ હોવું જોઈએ અને તે જ સૌથી મોટી ભેટ છે. આ કોરોના યુગમાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ભલે કંઈ પણ મળે નહીં પણ દરેકનું સ્વાસ્થ્ય સારું રહે.

✓ ઇન્ડસ્ટ્રીમાં નજીકના મિત્રો કોણ છે?

શક્તિ કપૂર, રાજપાલ યાદવ, રવિ કિશન, અલ્કા યાજ્ઞીક, ઉદિત નારાયણ… આ ઇન્ડસ્ટ્રીમાં અમારા નજીકના મિત્રો રહ્યાં છે.

✓ આ દિવસોમાં ગોવિંદા સહિત તમારા બધાનો દૈનિક આહાર અને કસરત કેવી છે?

image source

અમારા ઘરના દરેક સવારના 5:30 વાગ્યે ઉઠે છે. સવારે ઉઠીને યોગ, પ્રાણાયામ, કસરત કરે છે. અમે બધા ઘરે જ કસરત કરીએ છીએ. કોરોનાનો યુગ ચાલી રહ્યો છે અને આયુર્વેદિક દવાઓ ખાઈએ છીએ. સમયસર ખોરાક અને ઉંઘ પણ તેનાથી સારી આવે છે. ક્યારેય મોડી રાત સુધી જાગતાં નથી. અમારો દૈનિક ખોરાક ખૂબ જ સાદો છે. અમારાં ઘરમાં સૌથી વધુ ભીંડા, પાલક પનીર, તોરની દાળ, રોટલી, ચોખા ખાઈએ છીએ. ગોવિંદાને ભીંડા, પલક પનીર અને તૂરની દાળ આપો તો તેને મોજ આવી જાય છે. , અડધી રોટલી, થોડો ચોખા અને સલાડ ખાવાનું તેઓને ગમે છે.

✓ આજ કોઈ એવો ચાહક મળ્યો છે જેનથી ખાસ કરીને પીછો છોડાવવો મુશ્કેલ થયો હોય?

ઘણા લાંબા સમય પહેલાની વાત છે જ્યારે અમે લગ્ન કર્યા. તે ખૂબ મોટા ઘરની છોકરી હતી. તેણે કહ્યું કે હું એક સર્વન્ટ છું. એમ કહીને તે અમારા ઘરમાં નોકરનું કામ કરતી હતી. તેને વાસણ સાફ કરવા માટે રાખવામાં આવી હતી. પરંતુ તે બિચારી કેવી રીતે કામ કરી શકે. તેનું કામ જોઇને મારા સાસુ-સસરાએ પૂછ્યું કે તને જરા પણ કામ કરતા આવડતું નથી. પણ તે એક મોટા ઘરની છોકરી હતી, તે શું કામ કરશે? તે ગોવિંદાની એટલી મોટી ચાહક હતી કે તેણે વિચાર્યું કે જો હું આમ કરીશ તો તે મારી સાથે લગ્ન કરી લેશે. જો કે તેની આ પોલ એક અઠવાડિયામાં જ ખુલી ગઈ હતી જ્યારે તેણી તેના પપ્પા સાથે ફોન પર વાત કરી રહી હતી. તેને વાત કરતા અમે સંભાળી લીધી હતી અને પછી અમે તેના પપ્પાને ફોન કરી તેને ઘરે પાછી મોકલી દીધી હતી. તેંના પપ્પા પાસે ચાર-પાંચ કાર હતી. તે ખૂબ જ ધનિક પરિવારની છોકરી હતી. આવા ચાહકો પણ હોય છે.

✓ એક પાત્રથી બીજા પાત્ર અને બીજાથી ત્રીજા પાત્રમાંથી ત્રીજામાં કામ કરતા હોય છે. આ વચ્ચે ક્યારેય કોઈ પાત્ર ઘરે આવ્યું હોય તેવું ક્યારેય બન્યું છે?

image source

ના, તેઓ પાત્રને ઘરે ક્યારેય નથી લાવ્યા. અમે ઘરે શુટિંગ વગેરે વિશે વાત પણ કરતા નથી. પારિવારિક સમય દરમિયાન ક્યારેય કામ વિશે વાત ન કરવી જોઈએ. તે સારી વસ્તુ નથી. હંમેશાં પોતાનું કામ અને ઘર અલગ રાખવું જોઈએ.

✓ આ દિવસોમાં તમે શું કરવાની તૈયારી કરી રહ્યા છો?

હમણાં ઓટીટી પ્લેટફોર્મ પરથી ઘણી ઓફર્સ આવી રહી છે. તેઓને હવે જે ગમે તે કરશે. તેમને કરવા માટેનો પ્રિય વિષય પણ મેળવવો જોઈએ. આ વિશે વાતો ચાલી રહી છે. તેમની ઇચ્છા પ્રમાણે કરીશે. તેને કોમેડી કરવાનો શોખ છે, તેથી કોમેડી વિષય અથવા કોઈ એક્શન ફિલ્મો મળશે ત્યારે તેઓ કામ કરશે. એક સારો વિષય આવશે ત્યારે જ તેઓ તેના પર કામ શરૂ કરશે કારણ કે હવે અહીં એક મોટા પરદા પરથી નાના પરદા પર જવું હોય તો વિષય સારો હોવો જોઈએ. ગોવિંદા ક્યારેય કામ કરતા શરમાતો નથી, તેને કામ કરવાનો ખૂબ શોખ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!