GPSC પરીક્ષાની નવી તારીખો કરાઇ જાહેર, જાણી લો આખો કાર્યક્રમ તમે પણ, નહિં તો પસ્તાશો

કોરોના મહામારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોકુફ રખાયેલી GPSC પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 2થી 26 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, નવેમ્બર 2020માં પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. આ પહેલા શિક્ષા મંત્રીએ 30 તારીખે પરીક્ષાની નવી તારીખ જાહેર કરીશું તેમ જણાવ્યું હતુ જે આજે જાહેર કરી દેવામાં આવી છે. નોંધનિય છે કે 20 નવેમ્બર 2020માં યોજાનારી GPSCની પરીક્ષાઓ મોકૂફ રખાઇ હતી. આ અગાઉ 22, 24, 26, 28 અને 29 નવેમ્બરે પરીક્ષા યોજાવાની હતી. મેડિકલ પ્રોફેસર માટે લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ હતી. કોરોનાને કારણે આ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

image source

શિક્ષણ પ્રધાન આવતી કાલે કરશે મોટી જાહેરાત

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક આવતીકાલે સીબીએસઈ બોર્ડની દસમી અને બારમી બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરશે. શિક્ષણ પ્રધાન 31 ડિસેમ્બરે દસમા અને બારમા વર્ગની બોર્ડની પરીક્ષાની તારીખ વિશે માહિતી આપશે. સીબીએસઈ બોર્ડના દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ પ્રધાન આવતીકાલે આ પ્રતીક્ષાનો અંત લાવીને બોર્ડની પરીક્ષાઓની તારીખોની ઘોષણા કરશે. સીબીએસઇ બોર્ડે કહ્યું છે કે પરીક્ષાઓ માત્ર લેખિત માધ્યમથી જ થશે.

image source

નિશંકે ડિજિટલ માધ્યમ દ્વારા શિક્ષકો સાથે વાતચીત કરી

તમને જણાવી દઈએ કે શિક્ષણ પ્રધાન નિશંકે ટ્વીટ કર્યું હતું કે તેઓ 31 ડિસેમ્બરના રોજ જાહેરાત કરશે, જ્યારે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ડિસેમ્બર 2021 માં લેવામાં આવશે. શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે પહેલેથી જ માહિતી આપી દીધી છે કે કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. બોર્ડની પરીક્ષાઓ પર ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે અને આ પરીક્ષાઓ ફેબ્રુઆરી પછી જ લેવામાં આવશે. નિશંકે ડિજિટલ માધ્યમ દ્વારા શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે આ વાત કરી હતી.

ઓનલાઇન માધ્યમથી પરીક્ષાઓ લેવામાં આવશે નહીં

image source

ખાસ કરીને બોર્ડની પ્રેકટિકલ પરીક્ષાઓ જાન્યુઆરીમાં શરૂ થઈ જાય છે અને લેખિત પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાય છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે બોર્ડની પરીક્ષાઓ મોડી લેવામાં આવશે. માનવામાં આવે છે કે શિક્ષણ પ્રધાન માર્ચ અને એપ્રિલમાં પરીક્ષાઓ યોજવાની જાહેરાત કરી શકે છે. તો બીજી તરફ સીબીએસઇ બોર્ડે પરીક્ષાઓના માધ્યમ અંગે ઉદ્ભવેલ શંકાઓને દૂર કરી છે અને કહ્યું છે કે, પરીક્ષાઓ લેખિત માધ્યમથી જ લેવામાં આવશે. હાલમાં ઓનલાઇન માધ્યમથી પરીક્ષાઓ લેવાનું વિચાર્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત