આ રાજ્યમાં MA પાસ લોકો પણ કરી રહ્યા છે મજૂરી કામ, તસવીરો જોઇને નવાઇ પામી જશો તમે પણ

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે દેશમાં બેરોજગારી એક વિકટ સમસ્યા બનતી જઈ રહી છે. કેટલાક લોકોને શહેરોમાં નોકરી કે રોજગાર નહી મળવાના કારણે તેઓ મનરેગા યોજના અંતર્ગત કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

image source

દેશના રાજસ્થાન રાજ્યમાં ઘણા મોટા પ્રમાણમાં ઉચ્ચ અભ્યાસ કરેલ એટલે કે, M.A., B.A., B.ed. જેવી ડીગ્રી ધરાવતી વ્યક્તિઓ હવે મનરેગા યોજના અંતર્ગત કામ કરવા માટે પોતાનું નામ નોંધાવી રહ્યા છે અને આટલી અસહ્ય ગરમીમાં અન્ય મજુરોની સાથે ખોદકામ કરવા લાગ્યા છે. રાજસ્થાન રાજ્યની સરકાર આ વિષે વાત કરતા જણાવે છે કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે મનરેગા યોજના અંતર્ગત રોજગાર ઉપલબ્ધ કરાવવા બાબતે બધા જ રેકોર્ડ બ્રેક થઈ ગયા છે. અત્યાર સુધીમાં રાજસ્થાનમાં ૪૦ લાખ કરતા વધારે લોકોએ મનરેગા યોજના અંતર્ગત રોજગારીની માંગ કરી છે.

image source

રાજસ્થાનમાં જયપુર શહેરથી ૫૦ કિલોમીટર દુર આવેલ હસલપુર ગામના નિવાસી સીતા વર્મા હાલમાં મનરેગા યોજના અંતર્ગત ખોદકામના કામ લાગેલ છે. ૩૦ વર્ષીય સીતા વર્મા આ વિષે જણાવતા કહે છે કે, ‘મારા પતિ સિમેન્ટ ફેકટરીમાં કામ કરી રહ્યા હતા પણ જે હવે બંધ છે ત્યારે ઘરમાં બે બાળકો પણ છે. આથી ઘર ચલાવવા માટે હાલમાં મનરેગા અંતર્ગત એક મજુર તરીકે ખોદકામ કરી રહી છે. કોલેજમાં જઈને સ્નાતકની ડીગ્રી લેતા સમયે વિચાર્યું ના હતું કે, જીવનમાં ક્યારેક આવી સ્થિતિનો સામનો કરવાનો આવશે.

અત્યારની પરિસ્થિતિમાં બાળકો હવે ઘરે છે અને પતિની નોકરી પણ બંધ થઈ ગઈ છે. આવામાં હવે મારે બહાર આવીને કામ કરી રહી છું. ગામમાં મનરેગા યોજના અંતર્ગત કામ ચાલે છે પણ આ મનરેગા હેઠળ કામ કરવાની જરૂરિયાત આવશે આવી જાણ હતી નહી. જો કે, ઉચ્ચ અભ્યાસ પછી એક મજુરની જેમ કામ કરવામાં થોડી તકલીફ પડે છે પણ જરૂરિયાત છે આ કામ પણ કરવાનું જ છે.’

image source

સીતા વર્માની જેમ જ અન્ય એક મહિલા સુમનએ પણ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

પણ અત્યારે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી પતિનું કામકાજ બંધ છે જેના લીધે સુમનએ ઘર ચલાવવાની જવાબદારી પોતે સ્વીકારી લીધી છે અને ઘરની બહાર નીકળીને અન્ય મજૂરોની સાથે કામ કરી લાગી છે. સુમન જ્યાં અત્યારે કામ કરે છે તે જગ્યાનું તાપમાન ૪૪ ડીગ્રી જેટલું રહે છે તેમછતાં સુમન ખોદકામ કરી રહેલ સુમન કહે છે કે, દેશમાં ચાલી રહેલ લોકડાઉનના કારણે ઘરેની સ્થિતી કથળી રહી હોવાના કારણે અને ઘર ચલાવવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી સુમન પહેલી વાર ગામની અન્ય મહિલાઓની સાથે મનરેગા યોજના અંતર્ગત કામ કરવા જાય છે.’

image source

મનરેગા યોજના અંતર્ગત કામ કરી રહેલ એક ખાનગી શાળાના શિક્ષક રામ અવતાર રાવ કે, જેમણે M.A., B.edની ડીગ્રી મેળવીને શાળામાં બાળકોને ભણાવી રહ્યા હતા. પણ એકાએક લોકડાઉન લાગુ થઈ જવાના કારણે ડાયમંડ સ્કૂલમાંથી નોકરી ગુમાવી દીધી ઉપરાંત બે મહિનાથી સેલેરી પણ નહી મળી હોવાથી રામ અવતાર રાવએ પોતાનું નામ મનરેગા યોજના અંતર્ગત રજીસ્ટર્ડ કરાવી દીધું. રામ અવતાર રાવના પરિવારમાં ૫ વ્યક્તિઓ છે ત્યારે શાળામાં નોકરી કરીને ૧૫ હજાર રૂપિયા પગાર મેળવતા હતા પણ હવે તેમને રોજીંદી મજુરી કામના વેતન તરીકે ૨૩૬ રૂપિયા મેળવે છે. રાજસ્થાન રાજ્યમાં આવી પરિસ્થિતિ ફક્ત કોઈ એક ગામની નહી પણ આખા રાજસ્થાનમાં આવી જ સ્થિતી જોવા મળી રહી છે.

image source

રાજસ્થાનમાં મનરેગા રોજગાર યોજના ચલાવી રહેલ અધિકારીઓનું પણ કહેવું છે કે, જ્યારથી મનરેગા રોજગાર યોજનાનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધી ક્યારેય આવી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી કે, જે લોકો સારા રોજગાર માટે શહેર ગયા હતા તેમાં થઈ ઘણા બધા ગામમાં પાછા ફર્યા છે અને મનરેગા રોજગાર યોજના હેઠળ પોતાના માટે કામની માંગણી કરી રહ્યા હોય. રાજસ્થાન રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં ૪૦ લાખ જેટલા લોકો રોજગારની માંગ કરી રહ્યા છે. રાજસ્થાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ કહે છે કે, ‘ શહેરોમાં જેટલા પણ લોકો આવી રહ્યા છે તે બધાને મનરેગા રોજગાર યોજના તેઓને રોજગાર આપવામાં આવશે. રાજસ્થાન રાજ્ય મનરેગા રોજગાર યોજનામાં આખા દેશમાં પહેલા નંબરનું સ્થાન મેળવી લીધું છે.

image source

મનરેગા રોજગાર યોજનાના નિયમ મુજબ, બેરોજગાર વ્યક્તિને આ યોજના હેઠળ ૧૦૦ દિવસ સુધી કામ આપવાની ગેરંટી આપવામાં આવે છે પણ હાલમાં જે ગામમાં પહેલા ૧૫૦ વ્યક્તિઓ મનરેગા અંતર્ગત કામ કરતા હતા ત્યાં જ આજની સ્થિતિમાં ૬૦૦ વ્યક્તિઓ મનરેગા હેઠળ કામ આપવાની માંગ કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં કામના દિવસો ઘટાડવાની પણ મજબુર થઈ શકે છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા ૪૦ હજાર કરોડ રૂપિયા જેટલું બજેટ ફક્ત મનરેગા રોજગાર યોજના માટે ફાળવવામાં આવ્યા છે ત્યારે રાજસ્થાન સરકાર કેન્દ્ર સરકારને પત્ર લખીને મનરેગા રોજગાર યોજના અંતર્ગત કામના દિવસોને ૧૦૦ દિવસથી વધારીને ૨૦૦ દિવસ જેટલા વધારવાની અપીલ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત