Site icon News Gujarat

ઇન્સ્ટંટ ગ્રીન ચટણી ઢોકળા – આ બે લેયર વાળા ઢોકળા ખાઈને ઘરમાં બધા ખુશ થઇ જશે..

ઇન્સ્ટંટ ગ્રીન ચટણી ઢોકળા 

પરંપરગત રીતે ઢોકળાએ એક ગુજરાતનું ફેમસ સ્ટીમ્ડ સ્નેક – નાસ્તો છે. સામાન્ય રીતે ઢોકળા બનાવવા માટે ચણાનો લોટ અને અન્ય દાળો કે ચોખાના લોટ સાથેનાં મિશ્રણને ફર્મેંટ કરી – 6-7 કલાક આથો લાવી સ્ટીમ કરી બનાવવામાં આવતા હોય છે. ઘણી વખત દાળ અને ચોખાને 6-7 પલાળીને ગ્રાઇંડ કરીને આથો લાવીને ઢોકળા સ્ટીમ કરીને બનાવવામાં આવતા હોય છે. આ પ્રોસેસ ઘણો સમય માંગી લે તેવી હોવાથી ઘણી વાર ઢોકળા બનાવી શકાતા નથી.

અહિં હું સોજીના ઇંસટંટ ઢોકળાની રેસિપિ આપી રહી છું. જે ઘઊં પર પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. સોજી – રવો –સેમોલીનામાં સારા એવા પ્રમાણમાં કર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ડાયેટરી ફાઇબર્સ અને આયર્ન હોય છે. રવો – સોજીમાંથી બનાવવામાં આવતો નાસ્તો પચવામાં હલકો, સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશ્યસ છે. રવો – સોજીના ઢોકળા નાસ્તા માટે ખૂબજ હેલ્ધી છે અને બનાવવામાં ઇંસ્ટંટ છે. તેમાં કોથમરી મરચાની ગ્રીન ચટણી ઉમેરવાથી તે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

હું અહીં ઇન્સ્ટંટ ગ્રીન ચટણી ઢોકળાની રેસિપિ આપી રહી છું. તમે પણ ઘરે જરુરથી બનાવજો.

ઇન્સ્ટંટ ગ્રીન ચટણી ઢોકળા બનાવવા માટેની સામગ્રી :

તડકા માટે:

ગાર્નિશિંગ માટે:

ઇન્સ્ટંટ ગ્રીન ચટણી ઢોકળા બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં 2 કપ રવો લ્યો. તેમાં 1 કપ દહીં ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. મિક્ષ કરી લ્યો ત્યારબાદ તેમાં આખુ જીરુ ઉમેરો. બેટર સાથે મિક્ષ કરી લ્યો ¾ કપ જેટલું પાણી ઉમેરી થોડું લચકા પડતું બેટર બનાવી લ્યો.

હવે બેટરને ઢાંકીને 10-15 મિનિટ રેસ્ટ આપો. જેથી રવો સરસ ફુલી જાય અને બેટર પણ ફ્લફી થઈ જશે.

15 મિનિટ બાદ ઢાંકણ ખોલીને તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી બેટરમાં બરાબર મિક્ષ કરી લ્યો.

હવે એ દરમ્યાન માં ઢોકળા માટેના કોઈ પણ જાત્ના મોલ્ડ્માં ઓઇલ થી સારી રીતે બ્રશિંગ કરી લ્યો. જેથી ઢોક્ળા વાપરેલા મોલ્ડ જેવા જ આખા સરસ ડીમોલ્ડ થશે. સિલિકોનના મોલ્ડમાંથી ઢોકલા જલ્દી અને સારી રીતે ડીમોલ્ડ થશે.

સટીમરમાં પાણી મૂકી તેને પણ ગરમ મૂકી દ્યો.

હવે બેટરનું બાઉલ લઈ તેમાં 2 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરો. તેમાં ½ કપ પાણી ઉમેરી ઝડપથી હલાવીને મિક્ષ કરી લ્યો. બેટર સરસ ફ્લફી થઈ જશે.

તેમાંથી 3-4 ચમચા બેટર અલગ થી બીજા બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં 3 ટેબલ સ્પુન ( તમારા સ્વાદ મુજબ વધારે લઈ શકાય) ગ્રીન ચટણી ઉમેરી મિક્ષ કરી લ્યો. આ બેટર ગ્રીન કલરનું થશે.

હવે સ્ટીમર્માં સમાય તેટલા ગ્રીસ કરેલા મોલ્ડમાં પહેલા 3 ટેબલ સ્પુન પ્લેઇન વ્હાઇટ બેટર ઉમેરો. ( મોલ્ડ મોટું હોય તો 1 ટેબલ સ્પુન વધારે ઉમેરી શકાય ).

તેને 5-7 મિનિટ સ્ટીમ કરો.

સ્ટીમરમાં પાણી ઉકળવા લાગે અને વરાળ નીકળતી દેખાય ત્યારબાદ જ મોલ્ડ તેમાં સ્ટીમ કરવા મૂકવા. જેથી ઢોકળા સરસ સ્પોંજી થશે.

7 મિનિટ પછી સ્ટીમર ખોલીને સ્ટીમ થઇ ગયેલા વ્હાઇટ બેટર પર 3 ટેબલ સ્પુન ( મોલ્ડ મોટું હોય તો 1 ટેબલ સ્પુન વધારે ઉમેરી શકાય ). ગ્રીન ચટણી વાળું બેટર ઉમેરો.

તેના પર લાલ મરચુ પાવડર સ્પ્રીંકલ કરો. સ્ટીમરનું ઢાંકણ બંધ કરી ફરી 7-8 મિનિટ મિડિયમ ફ્લૈમ પર ગ્રીન ચટણી ઢોકળા સ્ટીમ થવા માટે મૂકો. સ્ટીમ થઇ જાય એટલે ગ્રીન ચટણી ઢોક્ળાના મોલ્ડ તરત જ સ્ટીમરમાંથી બહાર કાઢી લ્યો.

બાકીના બન્ને બેટરમાંથી આ પ્રમાણે બાકીના ગ્રીન ચટણી ઢોક્ળા બનાવી લ્યો.

તડકા :

એક નાનું પેન લઈ તેમાં 2 -3 ટેબલ સ્પુન ઓઇલ લઈ ગરમ કરો.

બરાબર ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન રાઈ, 1 ટી સ્પુન આખુ જીરું અને 2 નાના સૂકા લાલ મરચા – વઘાર માટેના તેમાં ઉમેરો. બરબર તતડી જાય એટલે તેમાં પિંચ હિંગ અને 10 -15 મીઠા લીમડાના પાન ઉમેરી સાંતળો. ફ્લૈમ ઓફ કરી નીચે ઉતારી લ્યો.

ગ્રીન ચટણી ઢોક્ળા જરા ઠરે એટલે ડીમોલ્ડ કરી સર્વીંગ પ્લેટ ફ્લિપ કરીને મૂકો.

ગાર્નિશિંગ :

વ્હાઇટ પાર્ટ ઉપર આવશે. તેના પર થોડો લાલ મરચુ પાવડર સ્પ્રિંકલ કરો. તેના પર ઓઇલ નો કરેલો વઘાર ઉમેરો. તેના પર ટોમેટો સોસનું ડ્રોપ અને કોથમરીનુ પાન મૂકી ગાર્નિશ કરો.

ટોમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી એવા ગ્રીન ચટણી ઢોક્ળા સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version