આ રીતે તૈયાર કરાશે GSEBનું ધોરણ 12નું પરિણામ! જાણો કેવી રીતે 100 માર્કનું થશે એસેસમેન્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન જાહેર કરી દીધું છે. જો કે માસ પ્રમોશન ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપ્યા બાદ હવે માર્કશીટ તૈયાર કરવા માટેની મથામણ શરુ થઈ છે. એક તરફ વાલીઓ પરેશાન છે કે તેમના બાળકોની માર્કશીટમાં શું લખેલું આવશે તો બીજી તરફ શાળાઓ પણ પરેશાન છે એડમિશન પ્રોસેસને લઈને. આ તમામ વચ્ચે હવે માર્કના એસેસમેન્ટની ફોર્મ્યુલા નક્કી કરી લેવામાં આવી છે.

જાણવા મળ્યાનુસાર 100 માર્કના એસેસમેન્ટમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ ધ્યાને લેવામાં આવશે. આ સાથે જ શાળામાં લેવામાં આવેલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટને પણ મહત્વ આપી તેના માર્કના આધારે 100 માર્કનું એસેસમેન્ટ નક્કી કરાશે.

image source

આ મોડલ સીબીએસઈ દ્વારા દરેક રાજ્યને આપવામાં આવશે. જેના આધારે ગુજરાત સહિત દરેક રાજ્યમાં ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીનું પરીણામ જાહેર થશે. આ કામ માટે એક સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. આ સોફ્ટવેરની મદદથી શાળા અને બોર્ડ બંને પોતાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને ત્યારબાદ રીઝલ્ટ તૈયાર થશે. પરિણામ માટે તમામ ડેટા સર્વરમાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ પરિણામ તૈયાર થશે અને માર્કશીટ બનાવવામાં આવશે.

સીબીએસઈનું મોડલ તૈયાર થયા બાદ ગુજરાત સહિતના રાજ્યો જ્યાં બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી બાળકોને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યાં આ મોડલ પ્રમાણે બોર્ડના પરીણામ તૈયાર કરવામાં આવશે.

image source

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ્દ થઈ હતી અને ત્યારબાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે આ માસ પ્રમોશનની જાહેરાત બાદ વિદ્યાર્થી, વાલી અને શાળા સંચાલકોની ચિંતા વધી છે. દરેક જગ્યાએ એક જ સમસ્યા સર્જાઈ છે કે પરિણામ ક્યારે આવશે અને એડમિશનની પ્રોસેસ કેવી રીતે થશે.

જો કે આ નિર્ણયથી વર્ષભર મહેનત કરનાર વિદ્યાર્થીઓમાં નિરાશા અને ચિંતા છે કારણ કે તેઓ પણ આ રીતે એસેસમેન્ટ પોલિસી પર નિર્ભર થયા છે. જો કે સરકારે એવો વિકલ્પ પણ રાખ્યો છે કે જે વિદ્યાર્થીઓ આ પરિણામથી ખુશ ન હોય તે ફરીથી પરીક્ષા આપી શકે છે. પરંતુ પરીક્ષાઓ જુલાઈ માસના અંતમાં કે તે પછી યોજાય તેવી શક્યતા છે. જો વિદ્યાર્થી આ વિકલ્પ પસંદ કરે તો તેના માટે સારી કોલેજમાં એડમિશન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધવાની પ્રક્રિયા પણ અટકી શકે છે. આ વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ છે.

image source

આ તમામ વચ્ચે સીબીએસઈ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10 દિવસમાં એસેસમેન્ટના નિયમ અને રુપરેખા તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ધોરણ 10ની જેમ જ ધોરણ 12માં પણ છેલ્લા ત્રણ વર્ષના પફોર્મન્સના આધારે પરિણામ નક્કી કરવમાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!