GTUના સર્વેમાં મોટો ખુલાસો, આ બ્લડ ગ્રુપવાળા 40.34% લોકો થયા કોરોના સંક્રમિત, જાણો A TO Z માહિતી

ગુજરાતમાં હાલમાં બીજી લહેરનો કહેર હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને નવા કેસો અને મોતનો ગ્રાફ પણ નીચે આવી રહ્યો છે. ઘણા દિવસ બાદ ગઈ કાલે 4 હજારથી ઓછા કેસ સામે આવ્યા હતા. તો બીજી આ મહામારી અંગે GTUએ એક સર્વે કર્યો હતો જેમા ચોંકાવનારી બાબતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)ની બાયોસેફ્ટી લેબોરેટરીએ કોરોના અંગે કરેલા 2368 જેટલા RTPCR ટેસ્ટના સર્વેક્ષણમાં એવો નિચોડ બહાર આવ્યો છે કે, કોરોનાગ્રસ્તોમાં O+ve બ્લડગ્રુપવાળા 40.34 ટકા હતા.

image source

તો બીજી તરફ 21થી 40ની વયના 45 ટકા, આ સર્વેમાં બીજી ચોકાવનારી બાબત એ સામે આવી કે હોમ આઈસોલેશનમાં 95 ટકા દર્દીઓ સાજા થયા હતા. કુલ 2368 માંથી કોરોના પોઝિટિવ આવેલા 1127 લોકોમાંથી 86.6 ટકા સંક્રમિતોએ વેક્સિન લીધી હતી અને એક સપ્તાહમાં સાજા થઈ ગયા હતા.

આ અંગે GTUના અટલ ઈન્ક્યુબેશન સેન્ટરના સીઈઓ ડો.વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીથી 15 મે દરમિયાન ત્રણ માસના ગાળામાં કુલ 2368 RTPCR ટેસ્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમા નાના બાળકથી લઈને 60થી વધુ વય જૂથના સ્ત્રી-પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં ઘણી બાબતોને આવરી લેવામાં આવી હતી હતી જેમ કે, તેઓએ વેક્સિન લીધી છે કે નહી? આ ઉપરાંત વિવિધ વય જૂથ, બ્લડગ્રુપ, રિકવરી રેટમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ સહિતનાં અલગ અલગ પાસાંનું ધ્યાન રાખી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 20મી માર્ચ પછીથી કોરોના પોઝિટિવ કેસના દરમાં સતત વધારો જોવા મળ્યો હતો, નોંધનિય છે કે, એપ્રિલના પ્રથમ 2 સપ્તાહ પછીથી 60 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં હાલમાં 50 ટકા જેટલો ઘટાડો થઈને 10 ટકા પર પહોંચી ગયો છે.

image source

તો બીજી તરફ મૃત્યુ દર 0.71 ટકા રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કુલ પોઝિટિવ દર્દીઓમાંથી આઠ દર્દીના જ મોત નીપજ્યા છે. જ્યારે 99.29 ટકા દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત 5.26 ટકા લોકોને કોરોનાની વધુ અસરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં એડમિટ થવાની ફરજ પડી છે. તમને જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોમાં 31-40ની વયના સૌથી વધુ 25.20% લોકો, જ્યારે 21થી 30ની વયના 19.79% લોકો સૌથી વધુ સંક્રમિત કેસ 21થી 40 વય જૂથમાં 44.99 ટકા જોવા મળ્યા હતા, તો બીજી તરફ 41થી 60 વય જૂથમાં 31.14 ટકા લોકોમાં સંક્રમણનું પ્રમાણ‌ જોવા મળ્યું.

નોંધનિય છે કે, કોરોનાની બીજી લહેરમાં યુવાનો વધુ પ્રમાણમાં આ મહામારીની ઝપેટમાં આવ્યા. 0થી 10, 11થી 20 વયજૂથમાં અનુક્રમે 2.31 ટકા, 10.65 અને 60થી વધુના વય જૂથમાં 10.91% લોકો સંક્રમિત થયા. જ્યારે‌ 20 માર્ચ પછી અનુક્રમે પોઝિટિવ કેસના રેટમાં વધારો જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે, એપ્રિલના પ્રથમ બે સપ્તાહ પછી 60 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સર્વેમાં એક બીજી મહત્વની વાત સામે આવી છે. જેમા સામે આવ્યું કે, નેગેટિવ બ્લડગ્રૂપ ધરાવતા લોકોને કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ખુબ જ ઓછું જોવા મળ્યું છે.

image source

આ અંગે જો આપણ બ્લડગ્રૂપ આધારિત રેશિયો જોવા જઈએ તો ઓ પ્લસ બ્લડ ગ્રૂપ ધરાવતા સૌથી વધુ 40.34 ટકા લોકો સંક્રમિત થયા હતા. જ્યારે સૌથી ઓછા સંક્રમિત 0.46 સાથે AB માઈનસ બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો હતા.તો બીજી તરફ અન્ય બ્લડ ગ્રુપ જેવા કે, માઈનસ ઓમાં 0.92 ટકા, A+માં 19.63 ટકા, A માઈનસમાં 0.61 ટકા, B+માં 33.28 ટકા, માઈનસ Bમાં 1.53 ટકા, AB પ્લસમાં 8.59 ટકામાં પોઝિટિવ ટકાવારીનું પ્રમાણ સર્વેમાં સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, જીટીયુની‌ લેબમાં પોઝિટિવ આવેલા 1127 લોકો પૈકી 86.6% સંક્રમિતોએ વેક્સિન લીધી ન હતી. જ્યારે 157 એટલે કે 13.94 ટકા લોકોએ જ વેક્સિન લીધી હતી. તેમને કોરોના થયો તે છતાં લક્ષણો માઈલ્ડ જોવા મળ્યા. તો બીજી તરફ વેક્સિન લેનારા પૈકીના 86 ટકા લોકો એટલે કે 135 લોકો એક અઠવાડિયામાં કોરોનાને હરાવી દીધો હતો. જ્યારે 22ને વધારે ગંભીર લક્ષણો જોવા મળ્યાં હતાં. આ સર્વેમાં બીજી એક વાત એ પણ સામે આવી કે, ચેપગ્રસ્તોમાં 56.43 ટકા પુરુષો જ્યારે 43.57 ટકા સ્ત્રીઓ હતી. આ સર્વે મુજબ સંક્રમિતોમાં સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રમાણ 13 ટકા વધુ સામે આવ્યું.

image source

તો બીજી પોઝિટિવ વાત એ સામે આવી કે, જેટલા લોકો સંક્રમિત થયા હતા તેમાંથી 94.74 ટકા લોકો હોમ આઈસોલેશનમાં રહ્યા હતા અને હોસ્પિટલમાં એડમિટ થયા વિના જ કોરોના સામે જીત મેળવી હતી. તો બીજી તરફ 5.26 ટકા લોકોને ગંભીર લક્ષણો જોવા મળતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જીટીયુના કુલપતિ ડો.નવિન શેઠના જમાવ્યા પ્રમાણે કોરાનાની સામે વેક્સિન અકસીર સાબિત થઈ છે. તેમણે કહ્યું કે, ટેસ્ટ કરાવનારામાંથી 86.6 ટકા લોકોએ વેક્સિન લીધી હોવાથી તેમનામાં સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા, તેઓ એક અઠવાડિયામાં જ સાજા થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!