લોકડાઉન 4.0માં આરોગ્ય મંત્રાલય તરફથી આવેલી આ નવી ગાઇડલાઇન પર કરી લેજો એક વાર નજર..
લૉકડાઉન 4.0માં આરોગ્ય મંત્રાલય તરફથી આવી નવી ગાઇડલાઇન-જો કોઈપણ ઓફિસમાં એક-બે કોરોનાના કેસ નોંધાય તો આ કામ ન કરવું જોઈએ
આપના દેશમાં અવિરત રીતે વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાજનક વિષય બની ગયો છે. આ વચ્ચે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ થોડા થોડા સમયે કોરોના સામે લડવાની રણનીતિમાં કઈક ને કઈક ફેરફાર કરવામાં આવે છે. ત્યારે આ તમામ વચ્ચે હાલના સમયમાં વર્કપ્લેસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
કોરોના વાયરસે આખા દેશમાં મચાવ્યો હાહાકાર
જો ઓફિસમાં એક-બે કોરોનાના કેસ નોંધાય તો સમગ્ર ઓફિસ બંધ કરવાની કોઈ જરૂર નથી

નવી ગાઇડલાઇન અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, જો કોઇપણ ઓફિસમાં અચાનક જ કોરોના વાયરસના સંક્રમણના એકસામટા કેટલાય કેસ સામે આવે તો અને તો જ જે તે ઓફિસને 48 કલાક માટે બંધ કરવામાં આવે છે.
અને એટલા સમય દરમિયાન ઓફિસમાં કામ કરતા તમામ વ્યક્તિએ ઘરેથી જ કામ કરવાનું હોય છે.
નવી ગાઇડલાઇન કરવામાં આવી જાહેર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન્સમા કહેવામાં આવ્યું છે કે, જો કોઇ ઓફિસમાં કોરોના વાયરસ સંક્રમણના ઘણા બધા કેસ આવી જાય તો ત્યારબાદ તે ઓફિસને ક્લસ્ટર કરવામાં આવી શકે છે, કારણ કે, ઓફિસ બંધ રહે છે તો એ ખતરનાક સાબિત થઇ શકે છે. જો કોઇ ઓફિસમાં કામ કરતા કોઈપણ સ્ટાફના સભ્યને ઝીણો તાવ કે, ઇન્ફેક્શન જેવું મહેસૂસ થાય છે તો તેણે જાતે જ ઘરે રહેવું જોઇએ અને બને એટલી જલ્દી ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
ઓફિસ કર્મીને વર્ક ફ્રોમ હોમ આપવું જરૂરી છે

જો ઓફિસનો કોઇપણ સ્ટાફ મેમ્બર કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતો હોય તો તેવા સભ્યોને વર્ક ફ્રોમ કરવાની મંજૂરી આપવી જોઇએ. આ સિવાય તમામ ઓફિસે ફિઝિકલ મિટિંગને બદલે વર્ચ્યુઅલ મીટિંગ પર ભાર મુકવો જોઇએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન્સ પ્રમાણે, ઓફિસનો વિસ્તાર પ્રમાણમાં નાનો હોય છે અને મોટા ભાગના લોકોનો નજીક નજીક બેસી કામ કરતા હોવાથી કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાવવાની સંભાવના વધી જાય છે. એટલે ઓફિસને સેનેટાઇઝ કરતા રહેવાનો અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન સહિત નવા નિયમોનું પાલન કરવું જોઇએ.
તાત્કાલિક કરાવવો જોઇએ રિપોર્ટ

તમને જણાવી દઇએ કે, જો કોઇ ઓફિસમાં કોરોના વાયરસનો કેસ આવે તો તરત જ કોરોના ને લગતા રિપોર્ટ કરાવવો જરૂરી છે. જેથી કરીને કોરોના પોઝિટિવ દર્દીઓને અલગ તારવી અન્યને એના ચેપથી બચાવી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત