અમદાવાદમાં ગુલિયન બારી સિન્ડ્રોમના 10 કેસ આવ્યા સામે, સારવાર માટે વપરાતા ઈન્જેક્શનનો ભાવ છે 70 હજાર, જાણી લો લક્ષણો તમે પણ

2020 નું વર્ષ સમગ્ર વિશ્વ માટે મુસિબત નોતરનારૂ સાબિત થયું છે. કોરોના મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. હજુ પણ મોતનો આંક સતત વધી રહ્યો છે. જો કે રસી આપવાની શરૂઆત પણ ઘણા દેશમાં કરવામાં આવી છે. જેનાથી લોકોને આગામી સમયમાં રાહત મળશે. પરંતુ કોરોના બાદ હવે નવી મુસીબતે લોકોના શ્વાલ અદ્ધર ચઢાવ્યા છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે દેખા દીધી છે. જેમાં ગુજરાત અને મુંબઈ તેનો ટાર્ગેટ છે.

આ બને રાજ્યો માં અત્યાર સુધીમાં અનેક કેસ સામે આવી ચૂક્યા છે ગુજરાત ની વાત કરીએ તો અત્યારે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ એક જોવા મળી થયા છે અમદાવાદની મોટી ખાનગી હોસ્પિટલમાં અને એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ગુલિયન બારી સિન્ડ્રોમ એ માથું ઉચક્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ સામે આવ્યા છે, અમદાવાદ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આ કેસ જોવા મળ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

image source

કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો

નિષ્ણાતોના મતે આ જૂનો રોગ છે, પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે, આ રોગમાં હાથ-પગે લકવો મારી જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે 10 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, દર હજારે એકને આ રોગ થતો હોય છે, પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે.

વાઇરલ ઈન્ફેક્શન થાય તો એના 20 દિવસ પછી પણ આ રોગ થતો હોય છે. આ નવો નહિ, પણ જૂનો રોગ છે. સિવિલ હોસ્પિટલના એક તબીબે જણાવ્યું હતું કે પોસ્ટ કોવિડ પછી અત્યારે ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો છે, કોરોના મટયા બાદ હાથ-પગમાં લકવો થાય છે, પગમાં નબળાઈ આવે છે.

image source

ગુલિયન બારી સિન્ડ્રોમના લક્ષણો

  • ગુલિયન બારી સિન્ડ્રોમ એ જૂનો રોગ છે પરંતુ પોસ્ટ કોવીડ બાદ આ રોગ વકર્યો છે
  • કોરોના મટી ગયા બાદ ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ થાય છે
  • ગુલિયન બારી સિન્ડ્રોમ રોગમાં હાથ પગ એ લકવો મારી જાય છે
  • કોરોનામાં ઈમ્યૂનીટી નિયંત્રણ બહાર જવાથી ગુલિયન બારી સિન્ડ્રોમ થાય છે,
  • સાથે જ એન્ટી બોડીમાં ખબર પડતી હોય છે
  • 2 થી 6 અઠવાડિયામાં આ રોગ વધી જતો હોય છે
  • જો યોગ્ય સારવાર મળે તો 60 ટકા દર્દીઓ 6 મહિનામાં સાજા થવાની શક્યતાઓ છે

આ જૂનો રોગ છે

image source

નોંધનિય છે કે બાળકોમાં આ રોગ વિશેષ થતો હોય છે. આ જૂનો રોગ છે. આ રોગને કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેને કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર થાય છે. કોવિડમાં ઈમ્યુનિટી ઘટે છે, ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર ઈન્જેક્શનને કારણે ઈમ્યુનિટી ઘટે છે, આ કારણે જ કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં આવા વધુ કેસ જોવા મળે છે. તબીબોના મતે બેથી છ અઠવાડિયાંમાં આ રોગ વધી જતો હોય છે. ગુલિયન બારી સિન્ડ્રોમમાં આઇ.વી.આઇ.જી.થી સારવાર કરવામાં આવે છે. જે અત્યંત મોંઘી હોય છે.

image source

સાથે જ ગુલિયન બારી સિન્ડ્રોમમાં “પ્લાઝમા પેરેસિસ” ની સારવાર પણ આપવામાં આવતી હોય છે. ગુલિયન બારી સિન્ડ્રોમની સારવાર માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે જેની કિંમત 70 હજાર રૂપિયા છે. ગુલિયન બારી સિન્ડ્રોમ પહેલાં એક હજાર વ્યક્તિએ એક વ્યક્તિને થતો હતો પરંતુ કોરોના બાદ આ રોગે માથું ઉચક્યું છે. જોકે ખાનગી હોસ્પિટલમાં આની સારવાર લાખો રૂપિયાની થતી હોય છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવી રહી છે.

image source

સિવિલમાં મ્યુકર માયકોસિસ કુલ 51 કેસ

નોંધનિય છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓને મ્યુકર માયકોસિસની બીમારી થઈ રહી છે, બે મહિનામાં જ અમદાવાદ સિવિલમાં 44 કેસ નોંધાયા હતા, જેમાંથી 9નાં મોત થયાં હતા. જોકે હવે આ કેસ વધીને 51 થયા છે અને વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 19 દર્દીને આંખે દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ડો.ઈલાબહેન ઉપાધ્યાયે સિવિલમાં આ પ્રકારના કેસો આવ્યાની વાત સ્વીકારી હતી.

image source

ગુલિયન બારી સિન્ડ્રોમ સામે લડવા પુરતા ઈન્જેક્શન હોવાનો દાવો

ગુલિયન બારી સિન્ડ્રોમની મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન ના ચેરમેન જસુ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ રોગ ગુજરાતમાં જોવા મળી થયો છે. તેની સારવારમાં વપરાતા ઇંજેક્શન પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે. જોકે ગુલિયન બારી સિન્ડ્રોમમાં વપરાતા ઇન્જેક્શન અને તેની સારવાર અત્યંત ખર્ચાળ છે. ગુજરાતની વાત કરીએ તો અત્યારે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ કેસ જોવા મળી થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત