બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના ધોરણ 10ના 13.5 લાખ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન, ધો.12ની પરીક્ષા માટે આ તારીખે લેવાઈ શકે છે નિર્ણય

રાજ્યના ધોરણ 10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓને લઈ આજે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખી ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 10ના 9.50 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને આ નિર્ણય અસર કરશે. આ નિર્ણય આજે મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગેનો નિર્ણય આગામી 15 મેના રોજ મળનાર બેઠકમાં લેવાશે

image source

વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી નથી. વિદ્યાર્થીઓના આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ધોરણ 10 ના નિયમિત વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ જે અગાઉ 10 મે થી 25 મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત 15 મી એપ્રિલે કર્યો હતો.

image source

તે સમયે એવું જાહેર કરેલું કે 15મી મે એ કોરોના સંક્રમણની સ્થિતિનું આંકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. સાથે જ જણાવાયું હતું કે નવી તારીખો એવી રીતે જાહેર થશે કે વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય મળે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરી હતી.

રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને હોસ્પિટલમાંથી કોરોનામુકત થઈ સાજા થઈ ઘરે પરત ફરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા આ નિર્ણય લેવાયો છે.

image source

કોર કમિટિમાં એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ 10ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ધોરણ-10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!