ગુજરાતના આ શહેરમાં રિલાયન્સ બનાવશે દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય, વધુ વિગતો જાણો અહીં

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતને અને ખાસ કરીને ગુજરાતને વૈશ્વિક ફલક પર ચમકાવવા જઈ રહ્યા છે. ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બાદ હવે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

anant ambani mukesh ambani
image source

દુનિયાનું સૌથી મોટું ઝૂ ગુજરાતના જામનગરમાં આકાર પામશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે આરઆઈએલ જામનગરમાં એક અદ્ભૂત પ્રાણી સંગ્રહાલય બનાવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઝૂ વિશ્વનું સૌથી મોટો ઝૂ હશે. રિલાયન્સ કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું જામનગરમાં બનનાર નવા ઝૂમાં ભારત અને દુનિયાભરના પ્રાણીઓ, પક્ષીઓ અને સાપની વિવિધ પ્રજાતિઓ જોવા મળશે.

image source

વિશ્વના સૌથી મોટા ઝૂના નિર્માણને લઈને એમ પણ જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. તેના માટે જામનગરમાં મોટી ખાવડી ખાતે કંપનીના રિફાઇનરી પ્રોજેક્ટ નજીક આવેલી લગભગ 280 એકર જેટલી જમીન ફાળવવામાં આવી છે અને ત્યાં જ આ ઝૂ બનાવવામાં આવશે. ખાસ વાત એ પણ છે કે રિલાયન્સનો રિફાઇનિંગ પ્રોજેક્ટ પણ વિશ્વનો સૌથી મોટો સંકુલ ધરાવતો પ્રોજેક્ટ છે. તેની સાથે હવે અહીં વિશ્વનું સૌથી મોટુ ઝૂ પણ બની જશે.

image source

કંપનીના અધિકારીઓનું જણાવવું છે કે જો બધું જ બરાબર ચાલશે તો ઝૂ આગામી બે વર્ષમાં જ તૈયાર થઈ જશે અને તેને સામાન્ય લોકો માટે ખુલ્લુ પણ મુકી દેવામાં આવશે. જો કે કોરોના વાયરસના રોગચાળાના કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે.

image source

આ અંગે આરઆઈએલના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર્સ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ” ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ ‘તરીકે ઓળખાશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માટેની સંબંધિત મંજૂરીઓ પહેલાથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી મેળવી લેવામાં આવી છે.

image source

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઝૂ આરઆઈએલ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેમાં વિવિધ પ્રકારના વિભાગો હશે, જેમ કે ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા, ફ્રોગ હાઉસ, ઇન્સેક્ટ લાઇફ, ડ્રેગન લેન્ડ અને વાઇલ્ડ ટ્રેઇલ ઓફ ગુજરાત વગેરે. આ ઝૂમાં બાર્કિંગ હરણ, દુર્લભ ગણાતા પાતળા વાંદરા, રીંછ, માછલીનો શિકાર કરતી બિલાડી, કોમોડો ડ્રેગન સહિતના અનેક પ્રાણીની પ્રજાતિઓ જોવા મળશે. આ સિવાય અહીં 12 શાહમૃગ, 20 જિરાફ, 18 આફ્રિકી નોળિયા, 10 મગર, 7 ચિત્તા, આફ્રિકી હાથી અને 9 ગ્રેટ ઈંડિયન બસ્ટર્ડ હશે. આ સિવાય પાણી અને જમીન પર રહેતા 200 અલગ અલગ જીવ અહીં જોવા મળશે. આ જાણકારી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની વેબસાઈટ પરથી મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત