આખા શરીરમાં ધ્રુજારી ઉપડી જાય એવી ઘટના બની ગુજરાતમાં, પ્રેમી સાથે અંગત પળો માણી રહી હતી માતા, અને જોઇ ગયો 5 વર્ષનો પુત્ર, પછી જે થયું એ….

ઘણી વખત માતા પિતા અને બાળકોના સંબંધો લજવાતા હોય છે. સમાજમાં એવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવે છે કે જ્યાં દરેક સંબધો હદ વટાવે અને ભોગવવાનો વારો આવે. હાલમાં કંઈક એવી જ ઘટના સામે આવી છે અને સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચી ગઈ છે.

image source

વાત છે માતા અને દિકરા વચ્ચેની. જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પોતાના જ 5 વર્ષીય પુત્રની હત્યા કરી નાંખ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમી સાથેના અનૈતિક સબંધની જાણ 5 વર્ષના માસૂમ પુત્રને થઈ જતા સગા પુત્રનું જનેતાએ ઢીમ ઢાળી દીધું હતું અને સમગ્ર વિસ્તામાં હાહાકાર મચી ગયો હતો.

માતાએ સાંજે 6 વાગે 5 વર્ષીય પુત્ર ખોવાયો હોવાનું નાટક કર્યું

image source

જોટાણા તાલુકાના મેમદપુરમાં ગઈ કાલે સાંજે 6 વાગે 5 વર્ષીય પુત્ર ખોવાયો હોવાનું નાટક કરી માતાએ ગામ ઊંચું કર્યું હતું. ત્યારે ગામના એક સખ્શે ઇકો ગાડીમાં કેટલાક લોકો બાળકનું અપહરણ કરી ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારે સાંથલ પોલીસે તપાસ હાથ ધરતા મોડી રાત્રે 10 કલાકે ગામથી થોડા અંતરે ઝાડીઓમાંથી 5 વર્ષીય બાળક દશરથ ઠાકોર જે ગુમ થયુ હતું, તેની લાશ મળી આવી હતી.

માતાએ સ્વીકાર્યું કે, હત્યા તેના પ્રેમીએ કરી છે

image source

જ્યારે વધારે નજીકથી તપાસ કરી તો પોલીસને તેની માતા પર શંકા જતા વધુ પૂછપરછ હાથ ધરતા માતા ભાગી પડી હતી અને તેણે સ્વીકાર્યું હતું કે, હત્યા તેના પ્રેમીએ કરી છે. માતા અને પ્રેમીના અનૈતિક સંબંધ પુત્ર જોઇ જતા પ્લાન બનાવી સગા પુત્રની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું હતું.

image source

પોલીસે માતા અને પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે ખુલાસો થતાં જ ચારેકોર લોકો માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે અને થૂ થૂ કરી રહ્યા છે.

પ્રેમના કારણે પિતરાઇ ભાઇની પત્નીને મારી નાંખી

image source

આ પહેલાં પણ પ્રેમમાં સંબંધોના મોતની ઘટના સામે આવી હતી. ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં રહેતાં શખ્સને આણંદ ખાતે રહેતાં તેના પિતરાઇ ભાઇની પત્ની સાથે અનૈતિક સંબંધ બંધાયાં હતાં. ભાભીને મેળવવા માટે પિતરાઇ ભાઇને નવી બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાના બહાને બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો. તેણે પીડબલ્યુડીની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી લાશને દાટી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. મૃતકની પત્નીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસની પુછપરછમાં ભાંગી પડેલાં હત્યારા ભાઇએ હત્યાના ષડયંત્રની કબુલાત કરતાં મર્ડર મીસ્ટ્રીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત