Site icon News Gujarat

જાણો તમે પણ કોરોના મહામારી નિયંત્રણ માટે સરકારે કેટલા ડોક્ટર્સની સ્પેશિયલ ટીમની કરી રચના, વાંચો તમે પણ વધુમાં

ગુજરાત સરકારની નવી વ્યૂહરચના – કોરોના મહામારી માટે 8 ડોક્ટર્સની સ્પેશિયલ ટીમની કરી રચના

image source

કોરોના વાયરસની મહામારીના આંકડામાં ગુજરાત રાજ્ય ભારતમાં ચોથા ક્રમે છે. આ લીસ્ટમાં સૌથી ઉપર છે મહારાષ્ટ્ર ત્યાર બાદ આવે છે તામીલ નાડુ ત્યાર બાદ છે દિલ્લી અને ત્યાર બાદ છે ગુજરાત. ગુજરાતમાં અત્યાર સુધીમાં 17617 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે જ્યારે મૃત્યુઆંક 1092 સુધી પહોંચી ગયો છે. પોઝીટીવ આંકડાની સંખ્યામાં ગુજરાત રાજ્ય ભલે ચોથા ક્રમે હોય પણ મૃત્યુઆંકની દ્રષ્ટિએ ગુજરાત બીજા ક્રમે છે.

આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા વ્યૂહરચના કરવામાં આવી છે. કોરોના વયારસ સામેની જંગને જીતવા માટે સરકારે 8 નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવવાનો નિર્ણય લીધો છે. આ બાબતે સરકારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ગોઠવી હતી. આ મિટિંગમાં જયંતિ રવી તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા તેમજ ઉપાયોનું પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

image source

સમયે સમયે આ એક્સપર્ટ ટીમ સરકારને અહેવાલ આપતી રહેશે

આ ટીમ બનાવવા પાછળ સરકારનો ઉદ્દેશ ગુજરાતની જનતાને આરોગ્યને લગતી વધારે સેવાઓ પુરી પાડવાનો છે. સરકારે આ ટીમમાં 8 તબીબોને સમાવવાનો નિર્ણય લીધો છે. આ ટીમ સરકારને સમયે સમયે કોરોના વાયરસ સામે કેવા કેવા પગલા લેવા જોઈ તે વિષે, તેમજ તેના માટે શેનો અમલ કરવો તે બાબતે સૂચન આપતી રહેશે અને તેના સુપરવિઝન પર પણ ધ્યાન આપશે. આ ઉપરાંત આ ટીમ રાજ્ય સરકારને જાહેરા જનતા માટે શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, તેમજ લોંગટર્મ ઉપાયો પણ જણાવતી રહેશે.

image source

આ ટીમમાં આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ કન્વિનર પદે રહેશે. આ ઉપરાંત આ ટીમમાં ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ, ડો. આર.કે પટેલ, ડો. તેજસ પટેલ, ડો. વી.એન. શાહ, ડો. અમીબહેન પરીખ, ડો. દિલીપ માવલંકર, ડો. પંકજ શાહ, અને ડો. મહર્ષિનો સમાવેશ કરવામા આવ્યો છે. આ આંઠ ડોક્ટર્સ બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનાં રાખીને સરકારને સમયે -સમયે કેરોના અંગેના અહેવાલો આપતી રહેશે અને ત્યાર બાદ રાજ્ય સરકાર ભવિષ્યની રણનીતી તૈયાર કરશે.

બેઠકમાં મુખ્ય આરોગ્ય અધિકારીઓએ પણ ભાગ લીધો

image source

આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીના કારણે રાજ્યને જે આર્થિક ફટકો પડ્યો છે તે સ્થિતિને સુધારવા માટે ડો. હસમુખ ગઢિયાની ટીમ હેઠળ રણનીતી ઘડવામા આવી છે. તેવી જ રીતે આ નિષ્ણાતોની ટીમ પબ્લિક હેલ્થ સિસ્ટમ, તેમજ હેલ્થ ફેસેલીટી અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વિગેરે વિષયો પર સરકારને અવારનવાર અહેવાલો આપતી રહેશે અને યોગ્ય સૂચન તેમજ સલાહ પણ આપશે. આ બેઠકમાં નિષ્ણાત તબીબો, મુખ્યમંત્રી, મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સચિવ તેમજ કેવિડ-19 સારવાર સાથે જોડાયેલા રાજ્યના મુખ્ય સંકલન અધિકારી ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ, આરોગ્ય કમિશ્નર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, મેહસુલ અધિકારી વિગેરે મહત્ત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version