ગુજરાતીઓ હજુ ભોગવવા તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી હજુ પણ વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો ખાબકશે

ગુજરાતમાં પડ્યા માથે પાટુ જેવી સ્થિતી સર્જાણી છે, ગુજરાતમાં એક બાજુ કમોસમી વરસાદ એક પછી એેક વિસ્તારમાં પડી રહ્યો છે એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 48 કલાકમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાતા વરસાદ પડવાની સંભાવના છે. જેમાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

Image Source
ગુજરાતના અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાલા, અરવલ્લી, દાહોદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ વગેરેમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image Source
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાન વિભાગે આ આગાહી કરી છે, હવામાન વિભાગ મુજબ આગળના બે દિવસમાં ગુજરાતના 60થી વધુ તાલુકામાં વરસાદ પડવાની સંભાવના છે.

Image Source
અત્યાર સુધી ગુજરાતના 90 તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે જેના કારણે ખેડુતોની ચિંતામાં સતત વધારો થતો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *