માઉન્ટ આબુ ખાતે ગુજરાતના પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, રેસ્ક્યૂ કામગીરી ચાલું

માઉન્ટ નજીક એક બસનો અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે માઉન્ટ આબુ ખાતે ગુજરાતના પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં પલટી ખાઇ ગઈ છે. આ દુર્ઘટના માઉન્ટઆબુના વિરબાબા મંદિર પાસે આ બસ પલટી ખાઇ ગઇ છે. આ દુર્ઘટનામાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગ્લોબલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, બસની બ્રેક ફેઇલ થતા આ અકસ્માત થયો છે. જો કે આ બસમાં 25 મુસાફરો સવાર હોવાની વાત સામે આવી રહી છે. ઘાયલ થયેલા મુસાફરોમાં 5ની હાલત ગંભીર જણાઈ રહી છે.

રેસ્ક્યૂના કામગીરી ચાલી રહી છે

image source

તો બીજી તરફ આ બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના ખંભાતના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના બનતા આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકો અને પોલીસની ટીમે રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે. હજુ સુધી જાનહાનિના સમાચાર નથી. હાલ બસ ક્યાંથી આવી હતી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિક થઈ ગયા હતા. હાલમાં રેસ્ક્યૂના કામગીરી ચાલી રહી છે.

એક વ્યક્તિનું સ્થળ પર જ મોત

image source

પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતથી માઉન્ટ આબુ જઇ રહેલી બસની બ્રેક ફેઇલ થઇ જતા અકસ્માત સર્જાયો હતો અને બસ રોડની બાજૂમાં રહેલા પિલ્લર સાથે ધડાકાભેર અથડાઇ હતી બાદમાં બસ પલ્ટી મારી ગઇ હતી. જેમા પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી છે અને એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. જો કે હજુ તેમાના ઘણા લોકોની હાલત ગંભીર છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ રાત્રિનો સમય હોવાથી રેસ્ક્યૂમાં થોડી તકલીફ પડી રહી છે. તંત્ર દ્વારા બચાવની કામગીરી ચાલી રહી છે.

ગાજીયાબાદમાં થયેલા અકસ્માતમાં 21 લોકોના મોટ

image source

ગાજીયાબાદના મુરાદનગરમાં રવિવારે બપોરના સમયે લોકો ફળોના વિક્રેતા જયરામના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે વરસાદ થઈ રહ્યો હતો. વરસાદથી બચવા માટે લોકો ત્યાં બનેલા એક શેડની નીચે આવી ઉભા હતા. અચાનક જ આ પૂરી ઈમારત તૂટી પડી હતી અને 21 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનામાં 24 લોકોને ઈજા પહોંચી હતી. મૃત્યુ પામનાર લોકો પૈકી ફળ વિક્રેતાના પરિવારના એક સભ્યનો પણ સમાવેશ થાય છે. પ્રત્યક્ષ સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટના બાદ દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. કાટમાળમાં ફસાયેલા લોકોના શરીરના અંગ કપાઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત