UK-યુરોપથી ગુજરાતમાં આવેલા 1720 મુસાફરોમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતીઓમાં ફફડાટ

હાલમાં ગુજરાતમાં કોરોના મોળો પડી ગયો છે અને કેસ પણ દરરોજ 1000થી ઓછા આવી રહ્યાં છે. ત્યારે કોરોનાના નવા રોગે પણ બ્રિટન સહિત સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. એવામાં હવે ગુજરાત માટે એક ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના RTPCR ટેસ્ટ થયા હતા જેમાથી 12 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી રાજ્ય સરકારે તકેદારી રાખી કોરોના વાયરસનાં નવા પ્રકારના સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલની પુના-ગાંધીનગરમાં ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે અને હવે જેની જીનોમ સ્ટડી કરાશે.

image source

વિગતે વાત કરવામાં આવે તો આ તમામ ટેસ્ટનું 8થી 10 દિવસમાં પરિણામ જાણી શકાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના યુકેથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ ભારત સરકારની સૂચિકા-નિર્દેશોનું પાલન કરતા પોતાના ટેસ્ટ-RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. જો કે તેઓના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સાથે જ જો સરકારના પગલા વિશે વાત કરીએ તો કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન 23 ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે, આ દેશોમાંથી 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે.

image source

આ સાથે જ વાત અહીં પુરી નથી થઈ હતી અને આગળ સરકારે કહ્યું કે, 9મી ડિસેમ્બરથી 23 ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે. આ સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા હતા અને તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

image source

આંકડાકીય માહિતી સાથે વાત કરીએ તો તારીખ 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવા 572 મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન 1148 વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે. તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-4, વડોદરા-2, આણંદ-2, ભરૂચ-2 અને વલસાડ-1 વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

image source

જો વાત કરીએ ગુજરાતમાં કોરોનાની તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 900થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 850 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,41,845એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4282 એ પહોંચ્યો છે. જ્યારે 920 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 93.91 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 53,075 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત