Site icon News Gujarat

પ્રકૃતિના ખોળે આવેલી સૌન્દર્યથી ભરપૂર ગુજરાતની આ જગ્યા છે કાશ્મીરની આબેહુબ નકલ…

મિત્રો, આપણા ગુજરાત રાજ્યમા પદમડુંગરી નામની એક ખુબ જ મનમોહક જગ્યા આવેલી છે પરંતુ, દુઃખની વાત એ છે કે, મોટાભાગના લોકોને આ વિશે ખબર જ નથી હોત. આપણા ગુજરાત રાજ્યની અંદર અનેકવિધ એવા પ્રવાસન સ્થળો આવેલા છે અને દરેક સ્થળનુ એક આગવુ અને વિશેષ મહત્વ હોય છે. આજે આપણે આ લેખમા એક એવા સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે પ્રકૃતિના ખોળે આવેલુ છે. આવુ જ એક સ્થળ છે પદમડુંગરી કે જેની સુંદરતા કાશ્મીરથી જરાપણ ઓછી નથી.

image source

આ સ્થળ ગુજરાતના દક્ષિણ ભાગમા વ્યારાથી ૩૦ કિલોમીટર દૂર તાપી જિલ્લામા આવેલુ છે. તેની ચારેય તરફ હરિયાળી આવેલી છે અને વરસાદી મૌસમમા પ્રકૃતિ પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય અને તેની સુંદરતામાં વધારો કરતી હોય તેવુ લાગી રહ્યુ છે. આ જગ્યાએ જઈને તમને એક અલગ જ આહલાદક શાંતિનો અનુભવ થાય છે.

image source

આ સ્થળ ઉપર પહોંચ્યા પછી તમને જાણે એવી અનુભૂતિ થાય છે કે, આપણે સ્વર્ગમા આવી પહોંચ્યા છીએ. દૂર-દૂર સુધી નજર કરીએ તો તમને ફક્ત લીલીછમ વનરાજી અને ડુંગરો જ નજરે ચઢે. આ ડુંગરીના પ્રકૃતિમય વૈભવમા તમે તમારી ચિંતાઓને પણ ભૂલી જશો અને ખુબ જ હળવાશ અનુભવ કરી શકશો.

image source

અહીનો આસપાસનો વિસ્તાર સહ્યાદ્રી પર્વતમાળા ઉપર સ્થિત છે. આ જગ્યા પર અંબિકા નદી સ્થિત છે. આ સમગ્ર વિસ્તાર પર્વત અને લીલાછમ વનથી ઘેરાયેલો છે. અહી તમને દીપડા, હરણ જેવા વિવિધ પક્ષીઓ પણ જોવા મળી રહે છે. એડવેન્ચર માટે પણ આ એક શ્રેષ્ઠ જગ્યા છે.

image source

આ જગ્યા એ શહેરના શોરબકોર ભરેલા વાતાવરણથી એકદમ દૂર આવેલી હોવાના કારણે અને ખુબ જ ઓછા લોકો આ જગ્યા વિશે જાણતા હોવાના કારણે અહી ભીડભાડ ખુબ જ ઓછી રહે છે. આ સ્થળે આવીને તમને એક અલગ જ માનસિક શાંતિનો અનુભવ થશે.

image source

અહી આવીને તમને એક અલગ જ સંસ્કૃતિને માણવાનો અનુભવ પણ ચોક્કસ થશે. આ જગ્યાની આસપાસ તમને ચાંદ-સૂર્ય, ઉનાઈમાં ઠંડા-ગરમ પાણીના કુંડ અને ઘુસામાઈ મંદિર જોવા મળશે. આ સિવાય વઘાઈ બોટનિક ગાર્ડન, ટીમ્બર વર્કશોપ, વાંસદા નેશનલ પાર્ક અને શબરી ધામની પણ મુલાકાત લઈ શકો.

image source

અહી આવેલી અંબિકા નદીની અંદર અનેકવિધ પ્રકારની એકિટવિટી પણ કરાવવામા આવે છે, જેથી આ સ્થળની મુલાકાત લેવાની તમારી ખુશી બે ગણી થઇ જશે. જો વાત કરીએ આ સ્થળ ઉપર મળતી સુવિધાઓની તો અહીંયા પ્રવાસીઓ માટે તંબુઓ, સિનેમાગૃહ, રસોઈઘર, વારિગૃહ જેવી સુવિધાઓ પણ બનાવવામાં આવી છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે “પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર” પણ ઉભું કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version