ગુજરાતની એક માત્ર નદી જેની થાય છે પરિક્રમા અને વહે છે એવી રીતે કે…વાંચો આવો છે ભવ્ય ઇતિહાસ

તમે જનરલ નોલેજના પુસ્તકમાં તમે પહેલા વાંચ્યું હશે કે ભારતની મોટાભાગની નદીઓ એક દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે. બધી નદીઓ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વહી છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક નદી પણ છે જે પશ્ચિમથી પૂર્વ તરફ વહેવાને બદલે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. વિરુદ્ધ દિશામાં વહેતી નદીનું નામ નર્મદા છે. આ નદીનું બીજું નામ રેવા પણ છે.

નર્મદા નદી અરબી સમુદ્રને મળે છે

image source

જ્યારે ગંગા સહિત અન્ય નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં મળે છે, નર્મદા નદી બંગાળની ખાડીને બદલે અરબી સમુદ્રને મળે છે. નર્મદા નદી એ મધ્ય પ્રદેશ અને ગુજરાતની મુખ્ય નદી છે જે ભારતના મધ્ય ભાગમાં પૂર્વથી પશ્ચિમમાં તરફ વહે છે, જે મૈખલ પર્વતની અમરકંટક શિખરમાંથી નીકળે છે. આ નદી ઉલ્ટી વહે છે તેની પાછળનું ભૌગોલિક કારણ રિફ્ટ વેલીમાં હોવુ છે, જેનો ઢાળ વિરુદ્ધ દિશામાં હોય છે. તેથી, આ નદીનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ છે. બધી નદીઓથી વિપરીત, નર્મદા નદીના વહેણ પાછળ પુરાણોમાં ઘણી વાર્તાઓ પણ કહેવામાં આવી છે.

નર્મદાએ આજીવન કુંવારી રહેવાનું નક્કી કર્યું

image source

નર્મદા નદી સાથે જોડાયેલી એક વાર્તા અનુસાર નર્મદા નદીના લગ્ન સોનભદ્ર નદી સાથે થયા હતા, પરંતુ નર્મદાની સહેલી જોહિલાને કારણે બંને વચ્ચે અંતર આવી ગયું હતું. તેનાથી ગુસ્સે થઈને નર્મદા એ આજીવન કુંવારી રહેવાનું અને વિરુદ્ધ દિશામાં વહેવાનું નક્કી કર્યું. ભૌગોલિક સ્થાન પર નજર કરીએ તો પણ જાણવા મળે છે કે નર્મદા નદી સોનભદ્ર નદીથી કોઈ ચોક્કસ સ્થળે અલગ થઈ ગઈ છે.

તેમને શિવસુતા પણ કહેવામાં આવે છે.

image source

તો બીજી એક માન્યતા એવુ પણ છે કે, પુરાણોમાં કહેવાયુ છે કે તેમનો જન્મ 12 વર્ષની કન્યા તરીકે થયો હતો. સમુદ્ર મંથન વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપું ધરતી પર પડ્યું અને એમાંથી જ મા નર્મદા પ્રગટ થયા. તેથી જ તેમને શિવસુતા પણ કહેવામાં આવે છે. આવી બીજી ઘણી વાતો આપણા શાસ્ત્રોમાં માં નર્મદા વિશે જોડાયેલી છે.

નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે

image source

તમને જણાવી દઈએ કે નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે. નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે. હિદુ ધર્મ પ્રમાણે, નર્મદા 7 કલ્પોથી વહે છે. આ નદી છોટાઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. તો બીજી તરફ કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.

ભારતમાં નર્મદા એક માત્ર નદી છે જેની પરિક્રમા થાય છે

image source

તો એક કહાની પ્રમાણે નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્‌પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી. ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતમાં નર્મદા એક માત્ર નદી છે જેની પરિક્રમા થાય છે. નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે. ઘણા યાત્રાળાઓ શ્રદ્ધા ભાવ સાથે મા નર્મદાની યાત્રા કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત