ગુજરાતમાં આવશે વિશ્વનું પ્રથમ જહાજ, લક્ઝરિયસ ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાવા આવશે

અલંગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. અવાર નવાર અલંગને લઈને નવા નવા સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હવે ફરીથી એક સમાચાર સામે આવ્યા છે અને જેના કારણે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. હંમેશા મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર ગણાતા ક્રૂઝ જહાજોની માઠી બેઠી હોય એવું લાગી રહ્યું થછે કારણ કે એક પછી એક શિપ ભંગાણાર્થે મોકલવામાં આવી રહ્યાં છે.

image source

હાલની જ જો વાત કરવામાં આવે તો કર્ણિકા અલંગમાં ભંગાવા માટે આવી ચૂક્યું છે, 15મી જાન્યુઆરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન ક્રૂઝ શિપ આવી રહ્યું છે, અને બાદમાં વિશ્વનું પ્રથમ ક્રિપ્ટો ક્રૂઝ શિપ અને કર્ણિકાનું સિસ્ટર શિપ પેસિફિક ડોન (સટોશી) અલંગમાં ભંગાવા માટે આવશે એવા સમાચાર મળી રહ્યા છે. વિગતે વાત કરીએ તો જીબ્રાલ્ટરથી પોતાની અંતિમ સફરે નિકળેલા સટોશી ક્રૂઝ જહાજમાં 2000 મુસાફરનો સમાવેશ કરવાની ક્ષમતા છે. જહાજના મૂળ માલિકને આ જહાજને તરતા સિટીમાં તબદીલ કરવાની યોજના હતી, પરંતુ મુસાફરો માટેના વીમાના પ્રશ્નો સર્જાતાં આ જહાજ માટેની ભવિષ્યની યોજનાઓ પડતી મૂકવામાં આવી હતી અને આ જહાજ વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો વળી હાલમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે નીકળેલા સટોશી ક્રૂઝ જહાજ માટે અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી છે, પરંતુ એ જીબ્રાલ્ટરથી અલંગ આવવા નીકળી ચૂક્યું છે.

image source

જો જહાજ વિશે વાત કરવામાં આવે તો આ જહાજ કર્ણિકાનું સિસ્ટર શિપ છે. ઉપરાંત 15મી જાન્યુઆરી 2021ના રોજ અલંગમાં ગ્રાન્ડ સેલિબ્રેશન નામનું ક્રૂઝ શિપ પણ ભંગાવા માટે આવી રહ્યું છે. આમ, અલંગમાં જહાજોના ધમધમાટ વચ્ચે આકર્ષણના કેન્દ્ર સમાન ક્રૂઝ જહાજો પણ આવી રહ્યા છે. ગત ઓક્ટોબર માસમાં ગ્રીસથી ગલ્ફ ઓફ પનામાની સફરે સટોશી જહાજ નીકળ્યું હતું. અને જહાજના માલીક દ્વારા તેને તરતા શહેરમાં તબદિલ કરવાની યોજના હતી, જ્યાં લોકો લાંબા સમય માટે કેબિન ભાડે લઇ શકે. તેનો વિનિમય ક્રિપ્ટો કરન્સીમાં કરવાની સવલત રાખવામાં આવી હતી. ક્રિપ્ટોથી વિનિમય થતો હોય તેવું આ પ્રથમ ક્રૂઝ શિપ હતું. ચુકવણીની પદ્ધતિમાં ક્રિપ્ટોનો ઉપયોગ થવાથી તેના વ્યવહારો ટ્રેસ થઇ ન શકે તે આ પ્રકારની વ્યવસ્થાનો મુખ્ય હેતુ હતો.

image source

ઓક્ટોબરમાં એક રિપોર્ટ આવ્યો હતો એ પ્રમાણે અલંગ વિશે વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા જહાજવાડા અલંગ શિપબ્રેકીંગ યાર્ડ માટે સપ્ટેમ્બર માસ સુનો રહ્યો છે. જહાજનો સંખ્યા માત્ર ૬ રહી હોય તેવું ઘણાં વર્ષો પછી જોવા મળી રહ્યું છે. પાછલા ૨૦ મહિનાની વાત કરીએ તો લોકડાઉનના સમયમાં પણ વધુ જહાજ અલંગ ખાતે ભંગાવા માટે બીચ થયા હતા. હવે ધંધા-રોજગાર ખુલી ગયા છે. તેવા સમયમાં અલંગ ઉદ્યોગમાં શિપોની સંખ્યા વધવાના બદલે ઘટી ગઈ છે.

image source

શિપ બ્રેકીંગ કામગીરી માટે અલંગ યાર્ડ વિશ્વામાં સૌથી મોટું ગણાઈ છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ભારતીય યુધ્ધ જહાજ આઈએનએસ વિરાટ અલંગ ખાતે ભંગાવા આવ્યું હતું. જેથી અલંગમાં હવે તેજીની રફ્તાર ખુલી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેની વિપરીત સપ્ટેમ્બર માસ અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ માટે મંદી લઈને આવ્યો હતો. સપ્ટેમ્બર માસમાં માત્ર છ જહાજ અલંગની આખરી સફરે આવ્યા છે. જેમાં આઈએનએસ વિરાટ અલંગ પહોંચ્યું હોય તેવું ગત માસનું છેલ્લું જહાજ રહ્યું હતું.

image source

અલંગમાં આટલી ઓછી સંખ્યામાં જહાજ આવ્યાનું વર્ષો બાદ પ્રથમ વખત બન્યું છે. લોકડાઉનના સમયમાં પણ માર્ચ મહિનામાં સાત જહાજ અલંગ આવ્યા હતા. અલંગ ખાતે શિપની ઓછી આવકનું મુખ્ય કારણમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉંચા ભાવ આપી જહાજની ખરીદી કરવામાં આવી રહી હોવાને કારણે અલંગને ફટકો પડી રહ્યો હોવાનું શિપબ્રેકરો મત વ્યક્ત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત