Site icon News Gujarat

ગુજરાતમાં કોરોનાની રસી મફત મળશે કે પછી કેટલાં રૂપિયા ચાર્જ હશે? DyCM નિતિભાઈ કરી સ્પષ્ટતા

આજથી સમગ્ર દેશમાં કોરોના વેક્સિન અંગે ડ્રાય રન શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સવારમાં જ જાહેરાત કરી દીધા હતી કે દેશના દરેક નાગરિકને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. જેથી કોઈપણ નાગરિકે અફવાઓ પર ધ્યાન ન આપવું.

image source

તો બીજી તરફ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના સમયબધ્ધ આયોજનના પરિણામે કોરોનાની રસીને નવા વર્ષમાં મંજૂરી મળી છે અને , 2-3 દિવસમાં ગુજરાતને વેક્સિનનો જથ્થો મળશે અને વેક્સિનની કોઇ કિંમત નક્કી નથી કરાઇ. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજયના નાગરિકોને કોરોનાની વેક્સીન આપવા માટે શકય હશે ત્યાં સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહી રસીનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે એવો નાગરિકોને વિશ્વાસ તેમણે આપ્યો હતો.

જે નાગરિકોને રસી આપવાની છે એનુ લીસ્ટ પણ તૈયાર

image source

તો બીજી તરફ વધુમાં નીતિન પટેલે કહ્યું કે, ઈમરજન્સી સમયે કોઈ દવા કે વેકસીન આપવા માટે વિશ્વમાં જે ટ્રાયલ રન થાય છે અને સફળ થયા હોય એને દુનિયાની મોટાભાગની સરકારો ઉપયોગ કરે છે. કોરોનાની રસી જેવી ઉપલબ્ધ બનશે કે તુરંત જ આ રસી રાજયના નાગરિકોને આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળતી કોર કમીટીની બેઠકમાં આખરી ઓપ પણ આપી દેવાયો છે. આ માટે રાજયના આરોગ્ય વિભાગે અન્ય વિભાગો સાથે સંકલન કરીને પ્રાથમિક તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવાની છે એનુ લીસ્ટ પણ તૈયાર કરી દેવાયું છે.

આરોગ્ય કર્મીઓને પહેલા વેક્સિન અપાશે

image source

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પ્રથમ તબકકામાં રસી આપવા માટે ગુજરાતની પસંદગી કરી છે એનું મોકડ્રીલ પણ રાજયમાં કરી દેવાયું છે. વેકસીન આપવા માટે આરોગ્ય કર્મીઓને તાલીમ આપીને તાલીમ બધ્ધ પણ કરી દેવાયા છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવામાં આવનાર છે એમાં આરોગ્ય કર્મીઓ, ૬૦ વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનો, ૬૦ વર્ષથી નીચેની વય ધરાવતા ગંભીર રોગવાળા નાગરિકો અને ત્યારબાદ તબક્કાવાર સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે.

જાણો શું કહ્યું સીએમ રૂપાણીએ

image source

તમને જણાવી દઈએ કે, ફ્રી વેક્સિનની ઘોષણા પર સીએમ રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. સીએમ રૂપાણીએ આ મામલે જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે દેશમાં ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે. US-UKમાં રૂ.3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાઇ રહી છે. ભારતમાં તમામ લોકોને ફ્રી માં વેક્સિનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના નવા સ્ટ્રેનના દર્દીઓ વિશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આઇસોલેટ કરાયા છે. સ્ટ્રેનથી બીજા લોકોને અસર થતી નથી. અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version